Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડો. કેતુલ જોષીએ વૃક્ષારોપણ કરી જન્મદિવસ ઉજવ્યો:પાટણના વૈશ્વિક પરિવાર વનમાં ત્રણ પરિવારો સાથે કર્યો વૃક્ષારોપણ

    1 week ago

    પાટણના જાણીતા ડોક્ટર કેતુલ જોષીએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેમણે પોતાના સંપૂર્ણ પરિવાર સાથે આર્યાવ્રત નિર્માણ દ્વારા નિર્માણ પામી રહેલા ગુજરાતના સૌથી મોટા પીપળવન, મહાકાળી પીપળવન, નોરતા પાટણ ખાતે વૃક્ષારોપણ કર્યું. આ ઉજવણી 5 જૂનથી શરૂ થયેલા ગ્લોબલ ફેમિલી ફોરેસ્ટ (વૈશ્વિક પરિવાર વન) અંતર્ગત કરવામાં આવી હતી. ડો. જોષીએ પોતાના પરિવારના દરેક સભ્યના હાથે વૃક્ષારોપણ કરાવી વૃક્ષોને દત્તક લીધા હતા. તેમણે સંસ્થામાં વૃક્ષ ઉછેર માટે ₹11,000નું દાન પણ આપ્યું. આ પ્રસંગે તેમણે પોતાના જન્મદિવસની સાથે તેમના કાકા દિનેશભાઈ અને ભાઈ ડો. મિતેશ જોષીની દીકરી ધ્યાની જોષીના જન્મદિવસની પણ એડવાન્સમાં વૃક્ષો વાવીને પ્રાકૃતિક ઉજવણી કરી હતી. સમગ્ર પરિવાર મહાકાળી પીપળવનના વિવિધ સોપાનો, પક્ષીઓ, સચ્ચિદાનંદ સરોવર અને નરભેરામ પંખીઘર જોઈને આનંદિત થયો હતો. ડોક્ટર કેતુલ જોષીએ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જના વૈશ્વિક પડકાર સામે પાટણના દરેક પરિવારને વૈશ્વિક પરિવાર વનમાં પોતાના પરિવારના નામે ઓછામાં ઓછું એક દેશી કુળનું વૃક્ષ વાવીને ઉછેરીને ભાવી પેઢીના ભવિષ્યને સુરક્ષિત કરવા આહવાન કર્યું હતું. આ શુભ પ્રસંગે સમસ્ત પાંચ પરગણા બ્રહ્મસમાજના પ્રમુખ વિનોદભાઈ જોષી, ડોક્ટર મિતેશ જોષી સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ઉત્સાહભેર વૃક્ષો વાવીને પર્યાવરણ સંરક્ષણના કાર્યમાં સહભાગી બન્યા હતા. આર્યાવ્રત નિર્માણના પ્રમુખ નિલેશ રાજગોર દ્વારા ડોક્ટર કેતુલ જોષીનું ક્રાંતિકારી સંત પદ્મભૂષણ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજીનું પુસ્તક અને ખેસ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ મંત્રોચ્ચાર સાથે કરાવવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    નાસીરનગર ડિમોલિશનની સુરત CPએ કેમ ફરિયાદ ન લીધી?: હાઇકોર્ટ:DCP નકુમ અનઑફિશિયલ હાજર હશે તો કોર્ટમાં હાજર થાય, રાજ્ય સરકાર, SMC અને ટોરેન્ટ પાવરને પણ વેધક સવાલ
    Next Article
    બાલીસણામાં આયુષ્માન કાર્ડ કેમ્પમાં 1250થી વધુ કાર્ડ બન્યા:ગ્રામજનોને કેન્દ્ર સરકારની આરોગ્ય યોજનાનો લાભ મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment