Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરીજનોને ઉનાળામાં પાણીના કકળાટમાંથી મુક્તિ મળશે?:આજવાથી 125 MLD લાઈનથી પૂર્વ અને દક્ષિણમાં પાણી પૂરું પાડવાનો પ્રયાસ, એક મહિનામાં કામગીરી પૂર્ણ કરવા સૂચના

    12 hours ago

    વડોદરા મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને રિવ્યૂ બેઠક મળી હતી. આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ચાલી રહેલા કામો અને આગામી સમયમાં હાથ ધરાનાર કામો અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. શહેરમાં ઉનાળાના સમયમાં પાણીની સમસ્યા વિકટ ન બને તે માટે આજવાથી આવતી 125 MLD પાણીની લાઇન આગામી એક મહિનામાં જોડી પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પાણી મળે તેવા પ્રયાસો કરવા સૂચના આપવામાં આવી છે. આજવાથી 125 MLD પાણી શહેરને મળી શકે તેની કામગીરી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, પાણીના સોર્સ બાબતને અમે ગંભીરતાથી લઈ રહ્યા છે. આજવાથી 125 MLD પાણી શહેરમાં મળી શકે તે માટેની પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. WTP (Water Treatment Plant) ઓલમોસ્ટ રેડી છે, ઇલેક્ટ્રિકલ પ્લમ્બિંગ કામ ચાલી રહ્યું છે જે અમુક ત્રણ જંક્શન છે SSNL નું એક, NHAI નું એક અને રોડનું એક એના ઉપર કામગીરી ચાલુ છે. 2.8 કિલોમીટરની લાઇનની પણ વિઝીટ કરવાનું પ્લાનિંગ કર્યું છે. અમારી ઈચ્છા છે કે આવતા એક મહિનાની અંદર આ 125 MLDની લાઈન જોડાણ કરીને ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન માટે પાણી પૂરું પાડી શકાય એ દિશામાં અત્યારે કામગીરી કરવાનું નક્કી કર્યું છે. ડ્રેનેજની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવા સૂચના મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, શહેરમાં ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે જેના કારણે અનેક જગ્યાએ ખાડા ખોદતા છે તે અંગે તાકીદ કરી છે કે આ કામ માર્ચ-એપ્રિલ સુધી પૂરું કરી દેવાય, જેથી કરીને લોકોની તકલીફ ઓછી પડે, રોડ ડાયવર્સનનું કામગીરી વહેલા પૂરું થઈ જાય એનું પણ આજે રિવ્યુ કરવાનું છે. જાહેરમાં થૂંકશો તો દંડાશો પાલિકા દ્વારા સ્વચ્છતા બાબતે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાહેરમાં ગંદકી કરનાર સામે દંડનીય કાર્યવાહી કરાઈ રહી છે. આગામી સમયમાં જાહેરમાં થૂંકનાર સામે પણ દંડનીય કામગીરી કરવામાં આવશે. હાલ સુધીમાં 28 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. દુકાનદારો અને ગલ્લા ધારકોને પણ આ અંગેની સૂચના આપવામાં આવી છે. સ્વચ્છતા સૈનિકોનું જાહેરમાં સન્માન કરાશે શહેર જે સ્વચ્છતા કર્મીઓ સારી કામગીરી કરશે તેઓનું સન્માન કરવામાં આવશે. અને સ્વચ્છતા બાબતે જે લોકો ઉત્કૃષ્ટ કામગીરી કરશે તેઓના ફોટો શહેરમાં વિવિધ જગ્યાએ લાગેલી LED સ્ક્રીન ઉપર પણ મૂકવામાં આવશે. આગમી સમયમાં દરેક સોસાયટીમાં જઈને લોકોને સમજાવવામાં આવશે. એક મહિનામાં 400થી વધુ સોસાયટીના રહીશોને સમજ આપવાની કામગીરી હાથ ધરાશે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીની અવધ રેસ્ટોરન્ટમાં છાશમાંથી જીવાત નીકળી, VIDEO:ઘરે જઈને પાર્સલ ખોલતા જ ગ્રાહક ચોંકી ગયો, ફૂડ વિભાગે દરોડા પાડી સેમ્પલ લીધા, નોટિસ અપાશે
    Next Article
    મોરબીમાં વૃદ્ધાના આપઘાત કેસમાં 8 આરોપી ઝડપાયા:સ્યુસાઇડ નોટ મળતા પોલીસે મહિલા સહિત 8ની ધરપકડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment