Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ યુવા મોરચા વલસાડે રક્તદાન શિબિરો યોજી:ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે રક્તદાન શિબિરોનું આયોજન

    12 hours ago

    ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની ૧૨૫મી જન્મજયંતિ નિમિત્તે ચાલી રહેલા સ્મૃતિ પખવાડિયા અંતર્ગત, ભારતીય જનતા યુવા મોરચા (BJYM) વલસાડ જિલ્લા દ્વારા વિવિધ મંડળોમાં રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ શિબિરો સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. આ પ્રસંગે યુવા મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરીને સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કાર્યક્રમ દરમિયાન યુવા મોરચાના કાર્યકરોને રક્તદાતાઓ સાથે મુલાકાત કરવાનો અને તેમનો ઉત્સાહ વધારવાનો અવસર મળ્યો હતો. યુવા મોરચાના કાર્યકરોએ આવા સેવાકીય કાર્યક્રમોમાં હાજરી આપવા બદલ ગર્વ અને આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સમાજહિતના કાર્યોમાં સતત જોડાયેલા રહેવાની પ્રેરણા આવા કાર્યક્રમોથી પ્રાપ્ત થાય છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા મોરચાના હોદ્દેદારો, કાર્યકરો અને રક્તદાન કરનાર તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મહિલાઓની સુરક્ષા સાથે ખીલવાડ કરનારા તત્વો સામે કડક એક્શન:સુરતમાં મહિલાનો પીછો કરી લાજ લેવાનો પ્રયાસ કરનાર ત્રણને પોલીસે દબોચી કાયદાનું ભાન કરાવ્યું
    Next Article
    એક લાખ પરત લેવા મહિલાનું કારસ્તાન:વટવામાં ધર્મની બહેને ભાઇની નવજાત બાળકી રમાડવાના બહાને લઇ ગયા, બે લોકોની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment