Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક લાખ પરત લેવા મહિલાનું કારસ્તાન:વટવામાં ધર્મની બહેને ભાઇની નવજાત બાળકી રમાડવાના બહાને લઇ ગયા, બે લોકોની ધરપકડ

    11 hours ago

    શહેરના વટવા વિસ્તારમમાં ધર્મની બહેને ભાઇની નવજાત બાળકીને રમાડવાના બહાને લઇ જઈ વેચી દીધાનો કિસ્સો સામે આવ્યો છે. ભાઇએ બહેન પાસે રિક્ષા લેવા એક લાખ લીધા હતા. જે પૈસા પરત આપ્યા નહોતા, જેથી બહેને બાળકીને લઈ જતી રહી હતી. રૂપિયા પરત આપો તો જ બાળકી આપીશ તેમ જણાવ્યું હતું. ત્યારબાદ દંપતીએ પોલીસનો સંપર્ક કરતા બહેને બાળકી પરત આપી દીધી હતી. વટવા પોલીસે મહિલા સહિત બે લોકો સામે બાળ તસ્કરીનો ગુનો નોધીને બંનેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. મહિલાના પતિએ જાગૃતિબેન પાસેથી એક લાખ લીધા હતા વટવા ચાર માળિયામાં 19 વર્ષીય મહિલા પરિવાર સાથે રહે છે. તેમના પતિ રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. જેમાં દંપતી પતિના ધર્મના બહેન જાગૃતિબેન સુથાર હતા. ચાર મહિના પહેલા રિક્ષા લાવવા મહિલાના પતિએ જાગૃતિબેન પાસેથી એક લાખ લીધા હતા. જે બાદ દંપતી વટવા રહેવા આવી ગયું હતું. ગત 3 જૂને મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. જે બાદ જાગૃતિબેન અવારનવાર રૂપિયાની ઉઘરાણી કરતા હતા, પરંતુ દંપતી પાસે રૂપિયા ન હોવાથી વાયદા કરતા હતા. દીકરીને રમાડવાના બહાને મહિલા લઈ ગઈ હતી દીકરીના જન્મના 20 દિવસ બાદ દંપતી જાગૃતિબેનના ઘરે ગયા ત્યારે જાગૃતિબેને જણાવ્યું કે તમારી દીકરી આપવી છે. હું બાળકી લેવા માંગુ છું. હું તમારી પાસે એક લાખ માંગુ છું તેના સિવાય બીજા એક લાખ હું આપીશ અને બાળકી સારા ઘરમાં જશે તેવી લાલચ આપી હતી, પરંતુ દંપતીએ ના પાડી હતી. 10 દિવસ પહેલા જાગૃતિ દંપતીના ઘરે ગઇ હતી અને બાળકીને રમાડવા લઇ જાવ છું. સાંજે તમે ઘરે જમવા આવો એટલે લઇ જજો. દંપતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા બાળકી પરત આપી જે બાદ દંપતી સાંજે પહોંચ્યુ ત્યારે બાળકી ન હતી. જેથી જાગૃતિ પાસે માંગતા બાળકી વેચી દીધી છે અને જેને વેચી છે તે પરત નહિ આપે તેમ કહ્યું હતું. આટલું જ નહીં જાગૃતિએ મારા એક લાખ પરત આપો એટલે બાળકી આપી દઇશ તેમ જણાવ્યું હતું. જેથી દંપતીએ પોલીસનો સંપર્ક કરતા જાગૃતિ બાળકી પરત આપી ગઇ હતી. આ અંગે મહિલાએ જાગૃતિ અને અજાણ્યા શખ્સ સામે વટવા પોલીસ સ્ટેશનમાં બાળ તસ્કરીનો ગુનો નોધાવતા પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપ યુવા મોરચા વલસાડે રક્તદાન શિબિરો યોજી:ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે રક્તદાન શિબિરોનું આયોજન
    Next Article
    England vs Australia Live Score, Women's T20 World Cup Final: Nat Sciver-Brunt, Freya Kemp Rescue England, Australia Given Target Of 151

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment