Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલાઓની સુરક્ષા સાથે ખીલવાડ કરનારા તત્વો સામે કડક એક્શન:સુરતમાં મહિલાનો પીછો કરી લાજ લેવાનો પ્રયાસ કરનાર ત્રણને પોલીસે દબોચી કાયદાનું ભાન કરાવ્યું

    13 hours ago

    સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં બપોરના સમયે અલથાણ બમરોલી ખાડી બ્રિજ પરથી રિક્ષામાં પસાર થઈ રહેલી એક યુવતીનો મોટરસાયકલ પર પીછો કરી, અશ્લીલ ઈશારાઓ અને શારીરિક સ્પર્શ કરી તેની લાજ લેવાનો પ્રયાસ કરનાર ત્રણ અસામાજિક તત્વોને પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા છે. ભોગ બનનાર મહિલાએ હિંમતપૂર્વક પોલીસ સ્ટેશન પહોંચીને આ નરાધમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023 હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચાલુ રિક્ષામાં પીછો કરી અશ્લીલ ચેષ્ટાઓ કરી મળતી માહિતી મુજબ, ફરિયાદી મહિલા બપોરે 11.30થી 12.00 વાગ્યાના અરસામાં પાંડેસરા ન્યુ અલથાણ રોડ તરફથી રિક્ષામાં પસાર થઈ રહી હતી. તે સમયે એક જ બાઈક પર સવાર ત્રણ શખ્સોએ મહિલાનો પીછો શરૂ કર્યો હતો. મોટરસાયકલ પર વચ્ચે બેસેલા શખ્સે મહિલાને તેની સાથે આવવા દબાણ કર્યું હતું. બાઈક ચાલકે જૂની ઓળખાણ હોવાનો દાવો કરી અશોભનીય શારીરિક સ્પર્શ અને અશ્લીલ ઈશારાઓ કર્યા હતા. જ્યારે યુવતી એક દુકાન પાસે પહોંચી ત્યારે ત્યાં હાજર તેમના મોટા પપ્પાએ આ અસામાજિક તત્વોનો વિરોધ કર્યો હતો, જેનાથી ઉશ્કેરાઈને આરોપીઓએ રસ્તા પર જ ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી આતંક મચાવ્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓ ઝડપાયા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને એ.સીપી ઝેડ. આર. દેસાઈના માર્ગદર્શન હેઠળ પાંડેસરા પોલીસની સર્વેલન્સ સ્ટાફ સહિતની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી હતી. ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ઘટનાસ્થળે અને તેની આસપાસ તપાસ કરીને ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓ કાયદાકીય કલમો હેઠળ ગુનો દાખલ પાંડેસરા પોલીસે આ ત્રણેય શખ્સો વિરુદ્ધ મહિલાની છેડતી, પીછો કરવો, અશ્લીલ શબ્દો તેમજ ઈશારાઓ કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023 ની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કર્યો છે. આ કેસની આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એસ. સી. પ્રજાપતિ ચલાવી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓનો આ પ્રથમ ગુનો હોવાનું જણાયું છે, પરંતુ તેમની સઘન પૂછપરછ અને વિશિષ્ટ તપાસ હજુ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    વુમન્સ ટી-20 વર્લ્ડકપ ફાઇનલ- ઇંગ્લેન્ડ મુશ્કેલીમાં:ઓસ્ટ્રેલિયા સામે સ્કોર-114/4; એલિસ કેપ્સી બાદ હિથર નાઈટ પણ આઉટ
    Next Article
    ભાજપ યુવા મોરચા વલસાડે રક્તદાન શિબિરો યોજી:ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે રક્તદાન શિબિરોનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment