Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં કડવા પાટીદારોનો ભવ્ય ત્રિવેણી સમારોહ:ઇશ્વરીયામાં 125 કરોડના ખર્ચે જીવન વિદ્યાપીઠનું નિર્માણ અને 30,000 પરિવારોનું સમૂહભોજન

    12 hours ago

    રાજકોટના આંગણે કડવા પાટીદાર સમાજ દ્વારા એક ઐતિહાસિક અને સામાજિક ચેતનાના પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. ઉમિયાધામ સિદસરના નેજા હેઠળ ઇશ્વરીયા ખાતે 125 કરોડના ખર્ચે અત્યાધુનિક ‘જીવન વિદ્યાપીઠ’નું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેનું ખાતમુહૂર્ત 26 માર્ચના રોજ રામનવમીના પવિત્ર દિવસે કરવામાં આવશે. આ પ્રસંગે 21 થી 25 માર્ચ દરમિયાન ઇશ્વરીયા ખાતે ભવ્ય ‘ત્રિવેણી સમારોહ’નું આયોજન કરાયું છે, જેમાં ધર્મ, શિક્ષણ અને સંગઠનનો અદભૂત સંગમ જોવા મળશે. જીવન વિદ્યાપીઠ અને ઉમા હોસ્ટેલ રાજકોટના ત્રીજા રિંગ રોડ પર 32 વીઘા જમીનમાં આકાર લઈ રહેલી જીવન વિદ્યાપીઠ પાટીદાર સમાજની ભાવી પેઢીના ઘડતરનું કેન્દ્ર બનશે. આ પ્રોજેક્ટમાં મુખ્ય દાતા તરીકે જીવનભાઈ ગોરધનભાઈ ગોવાણી પરિવારનો સહયોગ પ્રાપ્ત થયો છે. અહીં IAS, UPSC, GPSC, IIT અને IIM જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિશેષ તૈયારીઓ કરાવવામાં આવશે. પ્રથમ તબક્કે 500 વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરાશે, જેમાં સ્કિલ ડેવલપમેન્ટ અને જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપની સુવિધા પણ હશે. આ ઉપરાંત, અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર પણ 125 કરોડના ખર્ચે ‘ઉમા હોસ્ટેલ સંકુલ’નું નિર્માણ કરવામાં આવશે, જે મેટ્રો સ્ટેશન અને ગિફ્ટ સિટીની નજીક હોવાથી વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. 25 કુંડી મહાયજ્ઞ અને જ્ઞાતિ સમૂહ ભોજન ત્રિવેણી સમારોહ દરમિયાન પાંચ દિવસીય 25 કુંડી મહાયજ્ઞ યોજાશે, જેમાં ભૂમિદાન આપનાર દાતા પરિવારો યજમાન પદ શોભાવશે. આ સાથે જ સવા દાયકા બાદ રાજકોટના 30,000 થી વધુ કડવા પાટીદાર પરિવારો માટે જ્ઞાતિ સમૂહ ભોજનનું ભવ્ય આયોજન કરાયું છે. 21 થી 25 માર્ચ દરમિયાન વોર્ડ વાઇઝ અલગ-અલગ દિવસે પરિવારો ભોજન પ્રસાદનો લાભ લેશે. આ વ્યવસ્થાને સફળ બનાવવા માટે કૌશિકભાઈ રાબડીયા, હર્ષિતભાઇ કાવર અને પ્રફુલભાઈ કાથરોટીયાના માર્ગદર્શન હેઠળ 3,000 સ્વયંસેવકો ખડેપગે સેવા આપશે. લોકોની સુવિધા માટે શહેરના વિવિધ વિસ્તારોમાંથી 100 જેટલી બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રાજમાર્ગો પર મા ઉમિયાની ભવ્ય શોભાયાત્રા આવતીકાલે 18 માર્ચ, બુધવારના રોજ રાજકોટના રાજમાર્ગો પર જગતજનની મા ઉમિયાની ભવ્ય શોભાયાત્રા નીકળશે. રેસકોર્ષના રમેશ પારેખ રંગમંચથી પ્રસ્થાન થઈ આ યાત્રા જિલ્લા પંચાયત ચોક, મહિલા કોલેજ અને અમીન માર્ગ થઈ શ્રીનાથધામ હવેલી ખાતે પૂર્ણ થશે. આ શોભાયાત્રામાં શિક્ષણ, પર્યાવરણ અને ભારતીય સંસ્કૃતિના સંદેશા આપતા વિવિધ ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે. સમગ્ર રાજકોટમાં ઉમિયા માતાજીના રથનું ઉમળકાભેર સ્વાગત કરવા માટે પાટીદાર સમાજ સહિત તમામ સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસે ઓડિશામાં 3 ધારાસભ્યોને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા:રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું, હરિયાણામાં 5 ધારાસભ્યોને નોટિસ મોકલવાની તૈયારી
    Next Article
    ગંભીરા બ્રિજ પરનો લિંક સ્પેન તૈયાર:એક અઠવાડિયામાં 80 મીટરનો લિંક સ્પેન ગોઠવાશે, વડોદરા અને પાદરાને જોડતા બ્રિજ પર હળવા વાહનો પસાર થઈ શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment