Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરમપુરમાં ‘ઝીરો શેડો ડે’નો અનોખો અનુભવ:બપોરે 12:33 કલાકે વસ્તુઓની છાયા ગાયબ થઈ, વિદ્યાર્થીઓ-શિક્ષકોએ અનોખી ખગોળીય ઘટના નિહાળી

    4 दिन पहले

    વલસાડ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે 23 મે 2026ના રોજ ‘ઝીરો શેડો ડે’ નિમિત્તે વિશેષ વૈજ્ઞાનિક અવલોકન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખી ખગોળીય ઘટનાને નિહાળવા માટે વિદ્યાર્થીઓ, શિક્ષકો, આંગણવાડી કાર્યકર્તાઓ તેમજ વિજ્ઞાનપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શું છે ‘ઝીરો શેડો ડે’? ‘ઝીરો શેડો ડે’ એક દુર્લભ ખગોળીય ઘટના છે, જેમાં બપોરના સમયે સૂર્ય બરાબર માથા ઉપર આવતા ઊભી વસ્તુનો પડછાયો લગભગ અદૃશ્ય થઈ જાય છે. પૃથ્વીના અક્ષના ઝુકાવ અને સૂર્યની આભાસી ગતિને કારણે સર્જાતી આ ઘટના માત્ર કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે આવેલા વિસ્તારોમાં જ જોવા મળે છે. 12:33 કલાકે પડછાયો અદૃશ્ય થયો ધરમપુર ખાતે સ્થાનિક મધ્યાહનના સમય મુજબ બપોરે 12:33 કલાકે આ ઘટનાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ખુલ્લા મેદાનમાં 1 મીટર ઊંચા પાઇપ સહિત વિવિધ વસ્તુઓના પડછાયાનું અવલોકન કર્યું હતું. ચોક્કસ સમયે પડછાયો ગાયબ થતો જોઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા અને આશ્ચર્યનો માહોલ સર્જાયો હતો. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવાનો પ્રયાસ આ પ્રસંગે જિલ્લા વિજ્ઞાન અધિકારી પ્રજ્ઞેશ રાઠોડે વિદ્યાર્થીઓને પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સંબંધ, ઉત્તરાયણ-દક્ષિણાયન, કર્કવૃત્ત-મકરવૃત્ત, અક્ષાંશ અને ખગોળીય ગણિત અંગે સરળ તથા રસપ્રદ માહિતી આપી હતી. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસે અને ખગોળ વિજ્ઞાન પ્રત્યે રસ વધે તે હેતુથી આ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓએ આ દુર્લભ કુદરતી ઘટનાનો યાદગાર અનુભવ વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સિંહોના મોત વચ્ચે ફોરેસ્ટના 12 વેટરનરી ડોક્ટરોના રાજીનામા:GPSC ક્લાસ-2ના નવા ભરતી નિયમો સામે વિરોધમાં ઉતરતાં વનવિભાગમાં ભૂકંપ, એક મહિનાનો નોટિસ પિરિયડ માગ્યો
    Next Article
    કેનેડાના વિઝાના નામે લાખોનું ઓનલાઇન ફ્રોડ:સુરત સાયબર ક્રાઇમ સેલે પંજાબના મોહાલીથી હાઇપ્રોફાઇલ ઠગ અમિત સોનીને દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment