Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેનેડાના વિઝાના નામે લાખોનું ઓનલાઇન ફ્રોડ:સુરત સાયબર ક્રાઇમ સેલે પંજાબના મોહાલીથી હાઇપ્રોફાઇલ ઠગ અમિત સોનીને દબોચ્યો

    4 days ago

    કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને લાખો રૂપિયાની સનસનાટીભરી ઓનલાઈન છેતરપિંડી આચરનારા મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં સુરત શહેર સાયબર ક્રાઈમ સેલને મોટી સફળતા મળી છે. પોલીસે પંજાબના મોહાલી ખાતેથી આરોપી અમિત મહિન્દર સિંઘ સોની (ઉંમર વર્ષ 36) ની ધરપકડ કરી છે. આરોપી મોહાલી જેવા હાઈટેક સિટીમાં વર્ષ 2022થી 2025 દરમિયાન વિઝા કન્સલ્ટન્સીના ક્ષેત્રમાં સક્રિય પ્રોફેશનલ તરીકે કામ કરતો હતો અને ત્યાં પેઢી ચલાવતો હતો. આ પેઢીની આડમાં તે વિદેશ જવા ઈચ્છુક ભોળા નાગરિકોને સોશિયલ મીડિયાના માધ્યમથી ફસાવી મોટો આર્થિક ફટકો મારવામાં પાવરધો હતો. સોશિયલ મીડિયા પર જાહેરાતો મૂકી ગ્રાહકોને ફસાવતો DCP બિશાખા જૈન દ્વારા આ કેસની વિગતો આપતા જણાવાયું હતું કે, આરોપી અમિત સોની ડિજિટલ પ્લેટફોર્મનો વ્યાપક દુરુપયોગ કરતો હતો. તે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કેનેડાના વર્ક પરમિટ વિઝા તેમજ વિવિધ કેટેગરીના ઇમિગ્રેશન વિઝા સરળતાથી કરાવી આપવાની આકર્ષક અને લોભામણી જાહેરાતો પોસ્ટ કરતો હતો. જ્યારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ કે સ્થાનિક એજન્ટ ઓનલાઈન સંપર્ક કરતા, ત્યારે અમિત સોની પોતાની કન્સલ્ટન્સી ફર્મનો ભરોસો આપી તેમને વિશ્વાસમાં લઈ લેતો હતો. તે પ્રોસેસિંગ ફી, રજીસ્ટ્રેશન ચાર્જ અને એમ્બેસી ફી ના નામે ઓનલાઈન નાણાં પોતાના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લેતો હતો. 14 ક્લાયન્ટના વિઝાના નામે ₹7 લાખથી વધુ પડાવ્યા આ સમગ્ર મામલાની વિગત એવી છે કે, સુરતના એક એજન્ટ (ફરિયાદી) પાસે કુલ 14 જેટલા સ્થાનિક ક્લાયન્ટ્સ કેનેડા જવા માટે વર્ક પરમિટ વિઝાની શોધમાં આવ્યા હતા. આ દરમિયાન ફરિયાદીનો સંપર્ક મોહાલીના કન્સલ્ટન્ટ અમિત સોની સાથે ઓનલાઇન માધ્યમથી થયો હતો. આરોપીએ આ તમામ ૧૪ ક્લાયન્ટ્સના કેનેડાના અસલી વર્ક પરમિટ વિઝા મંજૂર કરાવી આપવાનો સંપૂર્ણ વિશ્વાસ આપ્યો હતો. ત્યારબાદ, વિઝા પ્રોસેસ આગળ વધારવા અને કેનેડિયન એમ્બેસીની સત્તાવાર ફી ભરવાના બહાના હેઠળ ફરિયાદી પાસેથી અલગ-અલગ તબક્કે ટુકડે-ટુકડે કુલ રૂપિયા 7,01,999/- ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. આંતરરાષ્ટ્રીય કંપનીઓના નામે બનાવટી દસ્તાવેજો મોકલ્યા જ્યારે ફરિયાદી દ્વારા વારંવાર પૈસા ચૂકવ્યા બાદ વિઝાની ઉઘરાણી કરવામાં આવી, ત્યારે પોતાની છેતરપિંડી છુપાવવા માટે આરોપી અમિત સોનીએ એક મોટું કાવતરાના ભાગરૂપે જાણીતી આંતરરાષ્ટ્રીય કંપનીઓ જેવી કે વિનપેક કંપની, ટર્નર કંપની, અને હેમ્પટન બાય હિલ્ટન હોટેલ કંપનીના નામના ખોટા, બનાવટી અને કુટલેખન કરેલા એપોઇન્ટમેન્ટ લેટર્સ જાતે જ કોમ્પ્યુટરમાં તૈયાર કર્યા હતા. આ નકલી દસ્તાવેજો અને બનાવટી વર્ક પરમિટ લેટરો તેણે ફરિયાદીને ઓનલાઇન મોકલી આપીને એવો દેખાવ કર્યો હતો કે વિઝાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. જો કે, લાંબો સમય વીતવા છતાં પણ કોઈ અસલી વિઝા ન મળતા અને આરોપીએ ફોન બંધ કરી દેતા ફરિયાદીને પોતાની સાથે થયેલી ઓનલાઇન છેતરપિંડીનો અહેસાસ થયો હતો. હેલ્પલાઈન 1930ની મદદથી મોહાલી સુધી ટ્રેકિંગ કરાયું પોતાની સાથે અંદાજે સાત લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું જણાતા જ ફરિયાદીએ તાત્કાલિક ભારત સરકારના ગૃહ મંત્રાલયની સત્તાવાર સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ ઉપર ફોન કરીને પોતાની ફરિયાદ નોંધાવી હતી. આ પ્રાથમિક ફરિયાદના આધારે સાયબર સેલના નિષ્ણાતોએ ટેકનિકલ સર્વેલન્સ, આઈપી એડ્રેસ એનાલિસિસ, સોશિયલ મીડિયા પ્રોફાઈલ ટ્રેકિંગ અને બેંક ટ્રાન્ઝેક્શન ડિટેલ્સના આધારે આરોપીનું લોકેશન પંજાબના મોહાલી ખાતે ટ્રેસ કર્યું હતું. સુરત પોલીસની એક ટીમે તાત્કાલિક પંજાબના મોહાલીમાં દરોડો પાડીને મુખ્ય આરોપી અમિત સોનીને તેના વૈભવી રહેઠાણ દર્પણ સીટી સોસાયટીમાંથી ઝડપી પાડ્યો હતો. રાજકોટ અને ગાંધીનગરમાં પણ છેતરપિંડી આચરી હોવાનો ખુલાસો સુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા પકડાયેલા આરોપી અમિત સોનીની સઘન પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર તેના બેંક એકાઉન્ટ્સ ચેક કરતા માલૂમ પડ્યું છે કે આ આરોપી સામે ગુજરાતના જ અન્ય શહેરોમાં પણ ઓનલાઈન ફ્રોડના ગુના નોંધાયેલા છે, જેમાં રાજકોટ શહેર ખાતે 2 અને ગાંધીનગર ખાતે 1 મળી કુલ-3 અન્ય સાયબર ફરિયાદો એક્ટિવ મળી આવી છે. આ ત્રણેય ફરિયાદોમાં થઈને આરોપીએ અન્ય લોકો સાથે પણ કુલ્લે રૂપિયા 3,04,998/- ની રકમનું ઓનલાઇન ફ્રોડ આચરેલું હોવાની હકીકત સત્તાવાર રીતે બહાર આવી છે. સુરત સાયબર ક્રાઈમની સજાગતાના કારણે પંજાબથી સંચાલિત થતા એક મોટા આંતરરાજ્ય વિઝા ફ્રોડ રેકેટનો પર્દાફાશ થયો છે.
    Click here to Read More
    Previous Article
    ધરમપુરમાં ‘ઝીરો શેડો ડે’નો અનોખો અનુભવ:બપોરે 12:33 કલાકે વસ્તુઓની છાયા ગાયબ થઈ, વિદ્યાર્થીઓ-શિક્ષકોએ અનોખી ખગોળીય ઘટના નિહાળી
    Next Article
    આણંદપુર લૂંટનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા:રૂ. 85,000ના મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment