Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંહોના મોત વચ્ચે ફોરેસ્ટના 12 વેટરનરી ડોક્ટરોના રાજીનામા:GPSC ક્લાસ-2ના નવા ભરતી નિયમો સામે વિરોધમાં ઉતરતાં વનવિભાગમાં ભૂકંપ, એક મહિનાનો નોટિસ પિરિયડ માગ્યો

    4 दिन पहले

    ગુજરાત વન વિભાગના કરાર આધારિત ફરજ બજાવતા 12 વેટરનરી ડોક્ટરોએ સામૂહિક લેખિત રાજીનામા ધરી દીધા છે. હેઠળ ગીર પૂર્વ, ગીર પશ્ચિમ, અને સક્કરબાગ ઝૂ સહિતના વિસ્તારોમાંથી રાજીનામાથી વન વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે. હાલમાં ગીરના સિંહોમાં કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બેબેસિયા જેવા ગંભીર રોગોનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે જ આ વેટરનરી તબીબોએ રાજીનામા આપતા વન્યપ્રાણીઓની સારવાર અને સંભાળ સામે મોટો પડકાર ઊભો થયો છે. કરારની શરતો અનુસાર આ તમામ તબીબો એક મહિનાનો નોટિસ પિરિયડ પૂર્ણ કરીને આગામી 15 જૂનથી સત્તાવાર રીતે ફરજમુક્ત થશે. રાજીનામા ધરી દેનાર વેટરનરી ભરતી પ્રક્રિયા અને અનુભવની અવગણનાનો વિવાદ રાજીનામા પાછળનું મુખ્ય કારણ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વન અને પર્યાવરણ વિભાગ માટે જાહેર કરાયેલી 18 કાયમી વેટરનરી ઓફિસર (વર્ગ-2)ની ભરતી સામેનો વિરોધ છે. તબીબોનો આક્ષેપ છે કે નવી ભરતી પ્રક્રિયામાં પશુપાલન વિભાગના નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જેમાં વન્યપ્રાણીઓની સારવારનો વર્ષોનો અનુભવ ધરાવતા ઉમેદવારોને કોઈ પણ પ્રકારનું પ્રાધાન્ય કે વેઇટેજ આપવામાં આવ્યું નથી. અનુભવીને યોગ્ય પ્રાધાન્યની માગ અગાઉ ગીર ફાઉન્ડેશન, ઇન્દ્રોડા પાર્ક-ગાંધીનગર ખાતે પશુચિકિત્સા અધિકારીઓની ભરતીમાં વન્યજીવ અથવા પ્રાણી સંગ્રહાલય ક્ષેત્રના ઓછામાં ઓછા એક વર્ષના અનુભવને ફરજિયાત મહત્વ આપવામાં આવતું હતું. તબીબોની માગ છે કે વર્તમાન ભરતીના નિયમોમાં પણ (રિક્રુટમેન્ટ રૂલ્સ) સુધારો કરીને અનુભવી ઉમેદવારોને યોગ્ય પ્રાધાન્ય મળવું જોઈએ, જેથી વન વિભાગમાં સેવા આપતા તબીબોની કારકિર્દીને નુકસાન ન થાય. આ બાબતે ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવા છતાં કોઈ સંતોષકારક નિરાકરણ ન આવતા આખરે તબીબોએ આ પગલું ભર્યું છે. વન્યજીવ સારવારની વિશિષ્ટતા વન સંરક્ષક (વન્યજીવ વર્તુળ, જૂનાગઢ) દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષકને મોકલવામાં આવેલા પત્રમાં પણ સ્વીકારવામાં આવ્યું છે કે વન્યજીવ સારવારની કામગીરી સામાન્ય પશુચિકિત્સા કરતાં સંપૂર્ણપણે ભિન્ન અને વિશિષ્ટ કુશળતા માંગી લે છે. ગુજરાતના વન વિસ્તારોમાં હાલમાં અંદાજે 891 એશિયાટિક સિંહો ઉપરાંત અનેક વન્યજીવો વસવાટ કરે છે. હાલ 2 કાયમી પશુચિકિત્સા અધિકારી હાલ વન વિભાગમાં માત્ર બે કાયમી પશુચિકિત્સા અધિકારીઓ કાર્યરત છે, જેઓ પણ પશુપાલન વિભાગમાંથી પ્રતિનિયુક્તિ પર આવેલા છે. બાકીની તમામ ફિલ્ડ ડ્યુટી, રેસ્ક્યુ ઓપરેશન અને પશુઓના પોસ્ટમોર્ટમ જેવી જોખમી કામગીરી આ 12 કરાર આધારિત તબીબો સંભાળી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓની કડક સૂચનાઓને કારણે હાલમાં કોઈ પણ તબીબ આ મામલે મીડિયા સમક્ષ ખુલીને બોલવા તૈયાર નથી.
    Click here to Read More
    Previous Article
    લિવ-ઇનમાં જન્મેલી દીકરી સાથે વાત કરી શકશે પિતા:મા જયપુરની, પિતા લંડનમાં રહે છે; કોર્ટે કહ્યું- બાળકને દૂર કરી શકાય નહીં
    Next Article
    ધરમપુરમાં ‘ઝીરો શેડો ડે’નો અનોખો અનુભવ:બપોરે 12:33 કલાકે વસ્તુઓની છાયા ગાયબ થઈ, વિદ્યાર્થીઓ-શિક્ષકોએ અનોખી ખગોળીય ઘટના નિહાળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment