Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સસ્પેન્ડેડ નાયબ મામલતદારની 1.22 કરોડની આવક કરતા વધુ સંપતિ:ચંદ્રસિંહ મોરી સુરેન્દ્રનગરના NA કૌભાંડનો આરોપી, સગા-સંબંધીના નામે મિલકતો વસાવી

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન NA કૌભાંડમાં સંડોવાયેલા અને ફરજ મોકૂફ નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરી સામે એસીબી દ્વારા વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમની સામે રૂ. 1,22,27,658ની અપ્રમાણસર મિલકતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ચંદ્રસિંહ મોરી જમીન કૌભાંડના મુખ્ય સૂત્રધાર વઢવાણમાં રહેતા ચંદ્રસિંહ મોરી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ દ્વારા આચરવામાં આવેલા જમીન કૌભાંડના મુખ્ય સૂત્રધાર હોવાનું બહાર આવ્યું હતું. આ કૌભાંડ બાદ તેમની મિલકતોની તપાસ શરૂ કરવામાં આવી હતી. કાયદેસરની આવક કરતાં 56.89 ટકા વધુ અપ્રમાણસર મિલકત મળી આવી ACB વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ચંદ્રસિંહ મોરીએ ગેરકાયદેસર રીતે સત્તાનો દુરુપયોગ કરીને આવક ઊભી કરી હોવાનું જણાયું હતું. તેમની પાસે તેમની કાયદેસરની આવક કરતાં 56.89 ટકા વધુ એટલે કે કુલ રૂ.1,22,27,658ની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. આ મિલકતો તેમના પોતાના નામે તેમજ સગાં-સંબંધીઓ અને સ્નેહીજનોના નામે વસાવવામાં આવી હતી. સ્થાવર અને જંગમ મિલકતોમાં મોટાપાયે રોકાણ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ અંગે સુરેન્દ્રનગર ACB દ્વારા વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાની તપાસ સુરેન્દ્રનગર ACBના PI એમ.ડી. પટેલને સોંપવામાં આવી છે. અગાઉ રચવામાં આવેલી સીટ દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ કરનાર અધિકારીઓમાં પી.એ. કાવડિયા અને મદદનીશ નિયામક ACBના જે.ડી. મેવાડા અને તેમની ટીમનો સમાવેશ થાય છે. ACBએ લોકોને અપીલ કરી ACB દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે, જો ચંદ્રસિંહ મોરી દ્વારા કોઈ ગેરકાયદેસર લેવડદેવડના હિસાબો કરવામાં આવ્યા હોય તો તેના પુરાવા આપે, જેથી તેમની સામે વધુ કડક કાર્યવાહી કરી શકાય. આ કેસ માત્ર લાંચનો નહીં, પરંતુ વર્ષોથી આચરેલા પદ્ધતિસરના ભ્રષ્ટાચારનું પરિણામ હોવાનું ACBએ જણાવ્યું છે. તપાસના કેન્દ્રમાં રહેલી વિગતો 12 વર્ષનો હિસાબ:એસીબીની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ 1લી એપ્રિલ 2013થી 31 ડિસેમ્બર 2025 સુધીના 12 વર્ષના સમયગાળાનું 'ચેક પિરિયડ' તરીકે વિગતવાર વિશ્લેષણ કર્યું છે. આ ગાળામાં જ કરોડોની અપ્રમાણસર મિલકતો વસાવવામાં આવી હતી. રૂ.1.22 કરોડની વધારાની સંપત્તિ: તપાસ દરમિયાન કુલ રૂ.1,22,27,658ની એવી મિલકતો મળી છે જેનો કોઈ કાયદેસરનો સ્ત્રોત અધિકારી દર્શાવી શક્યા નથી. ED અને SITની સંયુક્ત તવાઈ: આ કેસમાં માત્ર એસીબી જ નહીં, પરંતુ ડાયરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED) દિલ્હી દ્વારા પણ પત્ર વ્યવહાર કરીને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ મુજબ ગુનો નોંધવા જાણ કરવામાં આવી હતી. શું છે NA કૌભાંડ? 1500 કરોડના જમીન NA (બિનખેતી)કરાવવાના કૌભાંડ મામલે EDએ 23 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓનાં નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ત્યાર બાદ આ કેસમાં એસીબી સુરેન્દ્રનગરમાં ઇડીના અધિકારીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયૂર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સામે લાંચ-રુશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો. ચંદ્રસિંહના બેડરૂમમાંથી 67 લાખની કેશ મળી હતી 23 ડિસેમ્બરે દિલ્હી ખાતે આવેલી EDની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીના રહેણાક પરિસરમાં PMLAની કલમ 17 હેઠળ હાથ ધરવામાં આવેલી સર્ચ કાર્યવાહી દરમિયાન 67.50 લાખની રોકડ રકમ રિકવર કરી જપ્ત કરવામાં આવી હતી. આ રોકડ રકમ તેમના બેડરૂમમાં છુપાવેલી મળી હતી. આરોપી ચંદ્રસિંહ મોરીએ 23 ડિસેમ્બર, 2025ના રોજ PMLAની કલમ 17 હેઠળ નોંધાયેલા તેમના નિવેદનમાં સ્વીકાર્યું છે કે જપ્ત કરાયેલી રોકડ રકમ જમીનના હેતુફેરની અરજીઓના ઝડપી અથવા સાનુકૂળ નિકાલ માટે સીધી રીતે અથવા વચેટિયાઓ દ્વારા અરજદારો પાસેથી માગેલી અને એકઠી કરેલી લાંચની રકમ છે. ચંદ્રસિંહ મોરી પાસે જમીન NAના પાવર હતા આ કૌભાંડ CLU(ચેન્જ ઓફ લેન્ડ યુઝ) એટલે કે હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે જમીન NA બાબતે પાવર હતા અને એનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આયોજનબદ્ધ રીતે જમીન NA કરી આપવા બાબતમાં રૂપિયા લેવામાં આવતા હતા. આ રૂપિયા સ્પીડ મનીના માધ્યમથી અરજી વિલંબિત રાખ્યા સિવાય કામ કરી આપવામાં આવતું હતું. અરજીના આધારે પર ચોરસમીટર મુજબ રકમ નક્કી કરવામાં આવતી હતી. વચેટિયાઓના માધ્યમથી આ રકમ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતી હતી. ખંડણી અને ગેરકાયદે રીતે લાભ કરાવીને NA કૌભાંડ ચલાવાતું સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ચાલતા આ સિસ્ટેમેટિક NA કૌભાંડની મોડસઓપરેન્ડી પણ ભલભલાને ચોંકાવી દે એવી છે. જમીન NA કરાવવા મામલે EDની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે વચેટિયાઓ અને એજન્ટો મારફત જમીન NA કરાવવામાં આવતી હતી. આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદે રીતે લાભ કરાવીને NA કૌભાંડ ચલાવવામાં આવ્યું હતું. આ પણ વાંચોઃ એક શીટ મળી ને સુરેન્દ્રનગરનું 1500 કરોડનું કૌભાંડ ખૂલ્યું આ પણ વાંચો:1500 કરોડના જમીન કૌભાંડના આરોપીને બચાવવા સંબંધીઓનાં હવાતિયાં આ પણ વાંચો:1500 કરોડના જમીન કૌભાંડ મામલે સુરેન્દ્રનગર કલેક્ટર સામે એસીબીમાં FIR
    Click here to Read More
    Previous Article
    ખડગેના નિવેદન સામે જામનગરમાં ભાજપના મૌન ધરણા:ગુજરાતીઓ વિરુદ્ધ કથિત ટિપ્પણીનો લાલ બંગલા ખાતે વિરોધ
    Next Article
    ગોધરા-શહેરામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી:9 ઉમેદવારી ફોર્મ ભરાયા, નગરપાલિકા અને તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment