Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં દરરોજ એક વ્યક્તિનું રોડ અકસ્માતમાં મૃત્યુ:દિવસમાં 12,000 જેટલા ટ્રાફિક મેમો, બે હજાર TRBની ભર્તી કરાશે; AMCની નવી ટ્રાફિક-રોડ સેફ્ટી પોલિસી HCમાં રજૂ

    2 days ago

    ગુજરાત હાઇકોર્ટમાં ટ્રાફિક સમસ્યા, દબાણ, ખરાબ રસ્તા, રખડતા ઢોર જેવી સમસ્યાઓને લઈને એડવોકેટ અમિત પંચાલ દ્વારા કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરવામાં આવી છે. જેની છેલ્લી સુનાવણી અનુસાર, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 2026ની નવી વિસ્તૃત ટ્રાફિક અને રોડ સેફ્ટી પોલિસી કોર્ટના રેકોર્ડ પર રજૂ કરવામાં આવી છે. આ પોલિસી અંતર્ગત શહેરમાં ટ્રાફિક નિયંત્રણ અને સુરક્ષા માટે AI કેમેરાનો ઉપયોગ વધારવા, નવા 2,000 TRB જવાનોની ભરતી કરવા અને ટ્રાફિકના નિયમભંગ બદલ ઓટોમેટિક પેનલ્ટી સિસ્ટમ વધુ મજબૂત કરવાના મહત્વના નિર્ણયો લેવાયા છે. માહિતી મુજબ 1 એપ્રિલ, 2025થી 31 માર્ચ, 2026 દરમિયાન શહેરમાં માર્ગ અકસ્માતમાં 454 લોકોએ જીવ ગુમાવ્યા છે. આમ, દરરોજ આશરે માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. નવી પોલિસીમાં 400 મોટા ટ્રાફિક સિગ્નલ સુધારવાની વાત આ પોલિસી એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, એનકરેજમેન્ટ, એજ્યુકેશન અને એવલ્યુશન આધારિત છે. આ પોલિસીમાં અમદાવાદની પાર્કિંગ પોલિસી, ટ્રાફિક જંકશનના ડિઝાઇન ડેવલોપમેન્ટ, રોડ ઉપરના માર્કિંગ, રોડ મુજબ ફૂટપાથની પહોળાઈ વગેરે જેવા મુદ્દાઓ વિશે માહિતી આપવામાં આવી છે. આ પોલિસીમાં અમદાવાદના 400 મોટા ટ્રાફિક સિગ્નલને સુધારવા અને સેન્ટ્રલ સર્વર સાથે જોડવા વાત કરવામાં આવી છે. ટ્રાફિક નિયમોના પાલન માટે કેમેરા બેઝ ડિટેકશન, રીયલ ટાઈમ ડેટા અને નિયમોના ભંગ બદલ ઓટોમેટીક પેનલ્ટીની માહિતી મૂકવામાં આવી છે. ખરાબ રસ્તાની ફરિયાદ માટે 155303 હેલ્પલાઇન નંબર AMCએ જણાવ્યું છે કે, તે શહેરના 60 લાખ સ્ક્વેર કિલોમીટર રોડનું મેનેજમેન્ટ કરે છે. ખરાબ રસ્તાની ફરિયાદ કરવા માટે હેલ્પલાઇન 155303 ઉપલબ્ધ છે. જોઈન્ટ એંડ ફોર્સમેન્ટ ટીમ દ્વારા ટ્રાફિક, દબાણ, પાર્કિંગ જેવી સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે છે. શહેરના 130 જંકશનોને ઝીરો ટોલરન્સ જંકશન જાહેર કરાયા છે, જેની ઉપર 6200 કેમેરા દ્વારા વોચ રાખવામાં આવે છે. જંકશન પર લાગેલા 1,695 કેમેરાને AI અપગ્રેડ કરાશે ઉપરોક્ત 6,200 કેમેરાની સ્ટ્રેન્થ સામે બીજા 6 000 કેમેરા ઉમેરવામાં આવશે. આમ 12,200 કેમેરા જેમાં AI કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે, જેનાથી પ્રથમ ફેઝમાં 19 જેટલા નિયમોના ભંગ અને બીજા ફેસમાં કુલ 32 જેટલા નિયમોના ભંગને ઓળખીને દંડની કાર્યવાહી કરી શકાશે. આમ શહેરમાં દર ચોરસ કિલોમીટરે 25 કેમેરા દ્વારા ટ્રાફિક વ્યવસ્થાપન ઉપર દેખરેખ રાખવામાં આવશે. જંકશન ઉપર લાગેલા 1,695 કેમેરાને AI અપગ્રેડ કરવામાં આવશે. શહેરમાં રખડતા ઢોરને પકડવા 22 ટીમ સતત કાર્ય કરી રહી છે. અત્યાર સુધીમાં કુલ 14 હજાર જેટલા ઢોર પકડવામાં આવ્યા છે. 2025માં 40 લાખ જેટલા ટ્રાફિક ચલણ જનરેટ થયા અમદાવાદ શહેરમાં રોજના 12 હજાર જેટલા ટ્રાફિક ચલણ જનરેટ થાય છે. 2025માં કુલ 40 લાખ જેટલા ટ્રાફિક ચલણ જનરેટ થયા હતા, જેના દંડની રકમ 266 કરોડ જેટલી થવા જાય છે. માર્ચ, 2026 સુધીમાં કુલ 13.15 લાખ જેટલા ચલણ જનરેટ થયા હતા અને 90 કરોડ જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો. શહેરમાં અનઅધિકૃત પાર્કિંગને લઈને 40 જેટલી ટોઈંગ વાન કાર્યરત છે, જેને 2025માં 1.98 લાખ મેમો જનરેટ કર્યા હતા અને 12.92 કરોડનો દંડ કરવામાં આવ્યો હતો. તેમજ 2210 જેટલા કેસ રજીસ્ટર કરવામાં આવ્યા હતા. 2026ની શરૂઆતમાં 392 કેસ રજીસ્ટર કરવામાં આવ્યા હતા. બે હજાર TRB જવાનોની ભરતી કરાશે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટે 2,371 TRB જવાનો કાર્યરત છે, જેમાં બે હજાર જવાનોનો ઉમેરો કરવાની પ્રસ્તાવના છે. 2025માં 1 લાખથી વધુ ઓવર સ્પીડિંગના કેસ નોંધીને રૂ.17.38 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અમદાવાદના ઉત્તર પશ્ચિમ, પશ્ચિમ અને ઉત્તર ઝોનમાં 3400થી વધુનો પાર્કિંગના બોર્ડ લગાવવામાં આવ્યા છે. સિંગલ ટિકિટ સિસ્ટમ અને અકસ્માતમાં કેશલેસ સારવાર AMC દ્વારા AMTS, BRTS અને મેટ્રો ટ્રેન માટે એક જ ટિકિટની વ્યવસ્થા કરવાનું આયોજન છે. 2016 અને 18માં મહાનગરપાલિકા દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જે મુજબ શહેરના 415 લોકેશન ઉપર 62 હજાર જેટલા ફેરીયાઓ કાર્યરત છે. PM રાહત સ્કીમ અનુસાર, અકસ્માતમાં ઘાયલ થયેલ વ્યક્તિને તુરંત 1.50 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેમાં 7 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહેવાનો સમાવેશ થાય છે. ટ્રાફિકજામ સમસ્યાના નિવારણ માટે 1095 હેલ્પલાઇન કાર્યરત છે. પાર્કિંગ સુવિધા વધારાશે, 55 જગ્યાએ ફ્રીમાં પાર્કિંગ અમદાવાદ શહેરમાં SG હાઇવે, જજીસ બંગલો રોડ, CG રોડ, વાડજથી દિલ્હી દરવાજા, સુભાષચોકથી ઝાયડસ હોસ્પિટલ, નારણપુરાથી શાસ્ત્રીનગર જેવા રોડને ઝીરો ટોલરન્સ રોડ જાહેર કરાયા છે, જ્યાં રોડ ઉપર પાર્કિંગ કરવાની સખત મનાઈ છે. શહેરમાં કુલ 124 પાર્કિંગ ઝોન આવેલા છે, જે પૈકી પે પાર્કિંગની 32 જગ્યાઓ છે. જેમાં મલ્ટી લેવલ પાર્કિંગ 6, અંડરબ્રિજ પાર્કિંગ 12, પાર્કિંગ પ્લોટ 4 અને સ્ટ્રીટ પાર્કિંગ 10 જગ્યાએ થાય છે. જ્યારે ફ્રી પાર્કિંગમાં 55 જગ્યાઓ પૈકી અંડરબ્રિજ પાર્કિંગ 9, પાર્કિંગ પ્લોટ 32, સ્ટ્રીટ પાર્કિંગ 14 તથા નવા 26 પાર્કિંગનું પ્રપોઝલ અને મેટ્રો સ્ટેશન નજીક 11 પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા કરવાનું આયોજન છે. હોટેલ બિનોરી સહિત 3 જગ્યાએ ફૂટઓવર બ્રિજ બનાવાશે પે એન્ડ પાર્કની 32 જગ્યાઓમાં 10,104 ટુ-વ્હીલર અને 3545 ગાડીઓ પાર્ક થઈ શકે છે. ફ્રી પાર્કિંગમાં 3,676 ગાડીઓ અને 15,348 ટુ-વ્હીલર પાર્ક થઈ શકે છે. નવી પ્રસ્તાવિત જગ્યાઓએ 15,239 ટુ-વ્હીલર અને 2030 ગાડીઓ પાર્ક થઈ શકશે. SG હાઇવે ઉપર હોટેલ બિનોરી, પકવાન જંકશન પાસે તેમજ નિરમા યુનિવર્સિટી જેવી જગ્યાઓ પાસે ફૂટઓવર બ્રિજ બનાવવાની યોજના છે. માર્ગ અકસ્માતમાં 454 લોકોના મોત 1 એપ્રિલ, 2025થી 31 માર્ચ, 2026 સુધીમાં અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માત 454 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. આમ રોજ આશરે માર્ગ અકસ્માતમાં 1 વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે 01 એપ્રિલ, 2025થી 31 માર્ચ, 2026 સુધીમાં 40.29 લાખ કિસ્સાઓમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 266 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. 1 સપ્ટેમ્બર, 2023થી 20 જાન્યુઆરી, 2026 સુધીમાં 27,467 જેટલા રખડું પ્રાણીઓને અમદાવાદના માર્ગો પરથી દૂર કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    QR કોડથી વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકશે:સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની ઐતિહાસિક પહેલ,પીએચ.ડી. પ્રવેશ પરીક્ષાના દિવસે જ જાહેર થશે પરિણામ
    Next Article
    નારણપુરાના વૃદ્ધ સાથે 15 લાખની છેતરપિંડી:મુંબઈના બે શખસોએ પૈસા બમણા કરવાની લાલચ આપી વૃદ્ધ પાસેથી પૈસા પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment