Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઢોલ-નગારાનાં તાલે ભક્તોએ બાપ્પાને ભાવભીની વિદાઇ આપી:રાજકોટમાં 12,000થી વધારે ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન, પોલીસના 1383 જવાનો અને 132 ફાયર વિભાગનાં જવાનો ખડેપગે રહ્યા

    5 days ago

    રાજકોટ શહેરમાં આજે ગણપતિ બાપ્પાની મૂર્તિઓનું ભાવભેર વિસર્જન કરવામાં આવી રહ્યું છે. શહેરમાં 12 હજારથી વધુ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરાયુ હતું. વિસર્જન માટે લોકો પરિવાર સાથે નિયત સ્થળોએ પહોંચ્યા હતા. અને ઢોલ-નગારા તેમજ શરણાઈના સૂર સાથે બાપ્પાને ભાવભરી વિદાઇ આપવામાં આવી હતી. આ તકે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેનાં માટે 1,383 પોલીસ જવાનો, 3 DCP સહિતના પોલીસ અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. ફાયર બ્રિગેડના 132 કર્મીઓ દિવસભર તૈનાત રહ્યા હતા. 6 સ્થળોએ રેસ્ક્યૂ બોટની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઘરનાં કોઈ સભ્ય દૂર જતા હોય તેવું લાગતા આંખોમાં આંસુ આવી જાય છે ગણેશ વિસર્જન પ્રસંગે સોનાલીબેને પોતાની ભાવનાઓ વ્યક્ત કરતા જણાવ્યું કે, ગણપતિ બાપાના વિસર્જન વખતે ખુશી અને દુઃખ બંનેની મિશ્ર લાગણી અનુભવાય છે. 10 દિવસ સુધી બાપા ઘરમાં રહ્યા હોય અને હવે વિસર્જન વેળાએ તેઓ દૂર જઈ રહ્યા છે, તેનાથી ઘરમાં ખાલીપો અનુભવાશે. છેલ્લા ઘણા સમયથી ગણેશજીની સ્થાપના કરે છે. 10 દિવસ સુધી ઘરમાં ઉત્સાહપૂર્વક ડેકોરેશન કરીને પૂજા-અર્ચના કરી હતી. પરંતુ આજે વિસર્જનના દિવસે વિદાય આપતી વખતે એવું જ લાગે છે જાણે ઘરનાં જ કોઈ સભ્ય દૂર જઈ રહ્યા હોય, જેના કારણે આંખોમાં આંસુ આવી જાય છે. જેનું સર્જન થાય એનું વિસર્જન થાય એવું ગણપતિ શીખવે છે 'સર્વેશ્વર ચોક કા રાજા'ના મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે, જે રીતે આજે આ 10મું વર્ષ અહીં પૂર્ણ થયું છે. અને જેનું સર્જન થાય એનું વિસર્જન થાય, એમ ગણપતિ બાપા દર વર્ષે અહીં આવે છે, દર વર્ષે વિદાય લે છે. એટલે એ આપણને શાસ્ત્રમાં શીખડાવીને જાય છે કે મોહ ન રાખવો. કારણ કે જેનું સ્થાપના થાય, જેનો જન્મ થાય એનું વિસર્જન કન્ફર્મ જ છે. એ આપણે ગણપતિ બાપા ઉપરથી સ્વીકારવું જોઈએ. અને દર વર્ષે અમે ઈચ્છીએ છીએ કે ગણપતિ બાપા આવે ત્યારે એનું ભવ્ય સ્વાગત થાય અને અનોખું સ્વાગત દર વર્ષે અમે કરીએ એવી અમે બાપા પાસે અપેક્ષા રાખીએ છીએ. રાજકોટ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એમ. કે. જુણેજાએ ગણેશ વિસર્જનની વ્યવસ્થા અંગે માહિતી આપતા જણાવ્યું કે, રાજકોટમાં 6 સ્થળોએ અને કાલાવડ રોડ પર 2 ટેમ્પરરી જગ્યાઓ મળીને 7 થી 8 સ્થળોએ ગણેશ વિસર્જનની કામગીરી કરવામાં આવી રહી છે આ કામગીરી માટે જુદા-જુદા કર્મચારીઓની ટીમ તૈયાર કરીને અલગ અલગ જગ્યાએ તૈનાત કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આ વખતે ગઈકાલે પણ વિસર્જન હોવાથી 250 કરતા વધુ મૂર્તિઓનું વિસર્જન કાલે જ કરવામાં આવ્યું હતું. કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે રેસ્ક્યુ બોટ, લાઈફ રિંગ અને લાઈફ જેકેટ સહિતના સાધનો રાખવામાં આવ્યા છે. સુરક્ષાની તકેદારી રૂપે, શ્રદ્ધાળુઓ માટે બહાર ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં તેઓ ધાર્મિક વિધિ મુજબ પૂજા કરી શકે છે. ત્યાર પછી ફાયર બ્રિગેડના જવાનો પોતે મૂર્તિ લઈને પાણીમાં વિસર્જિત કરે છે. ઉલ્લેખનીય છે કે, ગણપતિ વિસર્જનને લઈને પોલીસ પ્રશાસન તેમજ મહાનગરપાલિકાનાં ફાયર વિભાગ દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી કોઈ દુર્ઘટના થાય નહીં તે માટે કોઈપણ વ્યક્તિને પાણીની નજીક પણ જવા દેવામાં આવ્યા નહોતા. અને ફાયરના જવાનોનાં હાથે જ તમામ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જોકે લોકો વિસર્જન કરતા પહેલા પૂજા અર્ચના કરી શકે તે માટે વિસર્જન સ્થળે ખાસ ટેબલો રાખવામાં આવ્યા હતા. સવારે 8 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી આ પ્રક્રિયા નિરંતર ચાલુ રહી હતી.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં ત્રણ કૃત્રિમ જળકુંડમાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન:નર્મદા નદીમાં પ્રદૂષણ અટકાવવા તંત્રએ ખાસ વ્યવસ્થા કરી, ભક્તોએ પણ સહયોગ આપ્યો
    Next Article
    નવસારીમાં NMC કમિશનરે ચેકિંગ હાથ ધર્યું:સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી, કુલ રૂ. 8,500નો દંડ વસૂલ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment