Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં NMC કમિશનરે ચેકિંગ હાથ ધર્યું:સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી, કુલ રૂ. 8,500નો દંડ વસૂલ્યો

    5 days ago

    નવસારી મહાનગરપાલિકાએ શહેરમાં સ્વચ્છતાનું સ્તર સુધારવા અને નાગરિકોને સ્વચ્છ વાતાવરણ આપવા માટે રાત્રિના સમયે પણ કડક તપાસ શરૂ કરી છે. આના ભાગરૂપે, નવસારી મહાનગરપાલિકાના કમિશનર જયેશ ઉપાધ્યાયે શહેરના જુદા જુદા વિસ્તારોમાં રાત્રે અચાનક મુલાકાત લીધી હતી. આ દરમિયાન જાહેર સ્થળો, કચરો એકત્ર થવાના સંવેદનશીલ પોઈન્ટ્સ, ખાણી-પીણીની લારીઓ અને બજાર વિસ્તારોમાં ચુસ્ત નિરીક્ષણ કરાયું હતું. આ રાત્રિ તપાસની શરૂઆત લુંસીકુઇ વિસ્તારથી કરવામાં આવી હતી. અહીં વ્યસ્ત ખાણી-પીણીની લારીઓ અને આસપાસના વિસ્તારની મુલાકાત લઈ વેપારીઓને કચરાના યોગ્ય નિકાલ વિશે સૂચનાઓ અપાઈ હતી. ત્યારબાદ ટીમ દુધિયા તળાવ વિસ્તાર અને નવસારી ફુવારા વિસ્તાર સહિતના મુખ્ય માર્ગો પર પહોંચી હતી. અહીં કચરો એકત્ર થવાના સંવેદનશીલ સ્થળો (GVP પોઈન્ટ્સ) ની સફાઈ વ્યવસ્થાની તપાસ કરવામાં આવી. અધિકારીઓએ લારી-ગલ્લા ધારકોને સાફ સૂચના આપી કે તેઓ કચરો રસ્તા પર કે જાહેરમાં ફેંકવાને બદલે પાલિકાની કચરા પેટી કે વાહનમાં જ નાખે. શહેરી વિકાસ અને નાગરિક સુવિધાઓની કાળજી રાખતા કમિશનરે નવસારી મહાનગરપાલિકા દ્વારા ચાલતા રેન બસેરા (આશ્રયસ્થાન) ની પણ મુલાકાત લીધી. અહીં ઠંડી કે અન્ય જરૂરિયાતો માટે આશ્રય લેતા જરૂરિયાતમંદ લોકોને મળતી સુવિધાઓ, બેડિંગ, પીવાનું પાણી અને સ્વચ્છતાની સ્થિતિ ચકાસીને સંચાલકોને જરૂરી સૂચનો આપ્યા. આ ઉપરાંત, કચેરી પાછળના શાકભાજી માર્કેટના GVP પોઈન્ટ્સ પર પણ રાત્રિ સફાઈની સ્થિતિનું નિરીક્ષણ કરાયું હતું. સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે પાલિકાએ કડક કાર્યવાહી કરી છે. રાત્રિ મુલાકાત દરમિયાન જાહેરમાં કચરો ફેલાવનાર અને નિયમોનું પાલન ન કરનાર એકમો સામે સ્થળ પર જ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ એક જ રાત્રિના ચેકિંગ દરમિયાન પાલિકાની ટીમે કુલ 8,500 રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો. મહાનગરપાલિકાના વહીવટી તંત્રએ નવસારીને સ્વચ્છ, સુંદર અને સુઘડ રાખવા માટે નાગરિકો અને વેપારીઓને ખાસ સહયોગ આપવા અપીલ કરી છે. પાલિકાએ જણાવ્યું છે કે, જો શહેરવાસીઓ સહકાર આપશે તો નવસારીને સ્વચ્છતા રેન્કિંગમાં મોખરે લાવવાનું કામ સરળ બનશે.
    Click here to Read More
    Previous Article
    ઢોલ-નગારાનાં તાલે ભક્તોએ બાપ્પાને ભાવભીની વિદાઇ આપી:રાજકોટમાં 12,000થી વધારે ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન, પોલીસના 1383 જવાનો અને 132 ફાયર વિભાગનાં જવાનો ખડેપગે રહ્યા
    Next Article
    નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની હાજરીમાં આંગણવાડી ઉત્સવ ઉજવાયો:કેન્દ્ર નં. 39 ખાતે આંગણવાડી વર્કરોનું સન્માન અને લાભાર્થીઓ સાથે સંવાદ થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment