Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ત્રણ કૃત્રિમ જળકુંડમાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન:નર્મદા નદીમાં પ્રદૂષણ અટકાવવા તંત્રએ ખાસ વ્યવસ્થા કરી, ભક્તોએ પણ સહયોગ આપ્યો

    5 days ago

    ભરૂચ શહેરમાં 11 દિવસના ગણેશ મહોત્સવ પછી અનંત ચતુર્દશીના દિવસે શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે ખાસ વ્યવસ્થા કરાઈ હતી. નર્મદા નદીમાં પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓથી થતું પાણીનું પ્રદૂષણ રોકવા માટે ભરૂચ નગર સેવા સદને શહેરમાં ત્રણ જગ્યાએ કૃત્રિમ જળકુંડ બનાવ્યા હતા. આ જળકુંડ શક્તિનાથ નજીક જે.બી.મોદી પાર્ક, મકતમપુર અને ઝાડેશ્વર ગાયત્રી મંદિર પાસે બનાવવામાં આવ્યા છે. અહીં ગણેશ પ્રતિમાઓના વિસર્જનની વ્યવસ્થા હતી. ગણેશ વિસર્જનના દિવસે ઝાડેશ્વર ગાયત્રી મંદિર પાસેના કૃત્રિમ જળકુંડમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, ઉપપ્રમુખ રચિતા મોદી, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રી, પાલિકા કારોબારી ચેરમેન પ્રગ્નેશ પટેલ અને પાલિકા સભ્ય હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. તેમની હાજરીમાં પૂજન-અર્ચન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગંગા, નર્મદા, તાપી, મહીસાગર અને સરસ્વતી નદીના પવિત્ર જળ લાવી ત્રણેય કૃત્રિમ જળકુંડના વધામણા કરાયા હતા. પછી ભક્તો દ્વારા લાવવામાં આવેલી ગણેશ પ્રતિમાઓનું વિધિવત્ રીતે કૃત્રિમ જળકુંડમાં વિસર્જન થયું. નર્મદા નદીનું પાણી પ્રદૂષિત ન થાય તે હેતુથી શરૂ કરાયેલી આ વ્યવસ્થામાં ભક્તો કૃત્રિમ જળકુંડમાં જ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરે તેવી અપીલ ધારાસભ્ય અને પાલિકા પ્રમુખે કરી હતી. ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસે કડક બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    CJPએ કહ્યું- 2 ઑક્ટોબરથી દેશભરમાં આંદોલન કરીશું:જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ કોકરોચ જનતા પાર્ટીનો મોરચો, રાજીનામા માટે પહેલાં 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું
    Next Article
    ઢોલ-નગારાનાં તાલે ભક્તોએ બાપ્પાને ભાવભીની વિદાઇ આપી:રાજકોટમાં 12,000થી વધારે ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન, પોલીસના 1383 જવાનો અને 132 ફાયર વિભાગનાં જવાનો ખડેપગે રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment