Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેનાલ પ્રદૂષણમુક્ત કરવા કરોડોનો ધુમાડો:રૂ.1200 કરોડના ખર્ચે કામગીરી ચાલુ, છતાં CTM પાસે કેનાલમાં કેમિકલના પાણી છોડાયાં

    15 hours ago

    શહેરની ખારીકટ કેનાલમાં ફેઝ-2માં અત્યારે ડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે. ત્યારે સીટીએમ નજીક વડોદરા એકસપ્રેસ હાઈવે પાસેની કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડાયા હોવાથી કેનાલમાં ગંદા પાણીથી થતાં ફીણના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. ઉપરાંત ગંદા પાણી છોડાયા હોવાથી આસપાસના વિસ્તારોમાં તીવ્ર દૂર્ગંધથી લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કેમકે સિંચાઈ વિભાગ દ્વારા હાલમાં પાણી છોડાયા નથી ત્યારે આવા ગંદા અને કેમિકલયુક્ત પાણી છોડનારા સામે કાર્યવાહી કરવા માગ ઊઠવા પામી છે. આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, સિંચાઈ વિભાગે અત્યારે ખારીકટ કેનાલમાં પાણી છોડયું નથી પરંતુ સીટીએમ વડોદરા એક્સપ્રેસ હાઇવે પાસે ખુલ્લી કેનાલમાં કેમિકલ યુક્ત અને જાંબલી કલરનું પાણી ધમધમતું પસાર થઈ રહ્યું છે. નરોડા, ઓઢવ અને સીટીએમના કેનાલ નજીકના ઔધોગિક એકમો કે ફેક્ટરી વાળા જ આ કેમિકલયુક્ત પાણી ટ્રીટ કર્યા વિના છોડતા હોય તેવું સ્પષ્ટ આ વડોદરા એક્સપ્રેસ હાઇવેની ખુલ્લી કેનાલમાં દેખાય છે. કેમકે કેનાલમાં ફીણ ના ગોટેગોટા સાથે આવી રહેલા કેમિકલના દુર્ગંધ મારતા પાણી તેની ચાડી ખાય છે. ખુલ્લી કેનાલમાં 1200 કરોડ રુપિયાનો આ ખર્ચ સરકારી તંત્રે એટલા માટે કર્યો કે કેનાલની અંદર કોઈ પણ જાતના કચરા કે ગંદકી અને કોઈપણ એકમ કોઈપણ પ્રકારનું ફેક્ટરી કે કંપની અને ઔદ્યોગિક એકમો દુષિત પાણી ટ્રીટ કર્યા વિના છોડે નહીં. આ કેનાલમાં ચોખ્ખા વરસાદના પાણી અને સિંચાઈ વિભાગે છોડેલા પાણીથી ખેતી કરી શકાય જોકે આ હેતુ અત્યારે તો સિદ્ધ થતો ન હોય તેવું દેખાય રહ્યું છે. કેનાલમાં ધમધોકાર કેમિકલયુક્ત પાણી સતત ફીણના ગોટે ગોટા વાળા પાણી જઈ રહ્યા છે. જે તંત્ર સામે સવાલો ઊભા કરી રહ્યા છે. કેનાલમાં છોડાતા કેમિકલયુક્ત પાણી બંધ કરવા ફરિયાદ કરાઈ આ અંગે સ્થાનિક હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, કેનાલમાં ગંદકી કે પ્રદૂષિત પાણી છોડવામાં આવે નહીં તે માટે કરોડના ખર્ચે કેનાલના ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. ત્યારે સીટીએમ પાસે ખુલ્લી કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડાયા હોવાથી તીવ્ર દૂર્ગંધ મારતી હતી. આ મામલે મ્યુનિ.માં ઓનલાઈન ફરિયાદ કરી છે.
    Click here to Read More
    Previous Article
    2 કરોડની મંજૂરીથી જર્જરિત માર્ગ નવો બનશે:જીવાપર એપ્રોચ રોડના રિસર્ફેસિંગને લીલી ઝંડી
    Next Article
    ચાલુ વર્ષે ચોમાસાનો નબળો પ્રારંભ:જામનગર જિલ્લામાં ગત વર્ષે છ તાલુકામાં સરેરાશ પોણા દસ ઇંચ વરસાદ પડ્યો તો,ચાલુ વર્ષે જામનગરમાં માત્ર 23 મીમી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment