Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાલુ વર્ષે ચોમાસાનો નબળો પ્રારંભ:જામનગર જિલ્લામાં ગત વર્ષે છ તાલુકામાં સરેરાશ પોણા દસ ઇંચ વરસાદ પડ્યો તો,ચાલુ વર્ષે જામનગરમાં માત્ર 23 મીમી

    13 hours ago

    જામનગર શહેર-જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાનો નબળો પ્રારંભ રહયો છે.ગત વર્ષે જામનગર સહિત તમામ છ તાલુકામાં 30મી જુન પુર્ણ થતા સુધીમાં સરેરાશ પોણા દશ ઇંચ વરસાદ પડયો હતો.જયારે ચાલુ વર્ષે હજુ સુધી ચોમાસાની શરૂઆત જ ચિંતાજનક રહી છે. સામાન્ય રીતે જૂન મહિનાના અંત સુધીમાં જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વાવણીલાયક સારો એવો વરસાદ પડી જતો હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ બિલકુલ વિપરીત જોવા મળી રહી છે. રાજયમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ ગત 24મી જુને થયો હતો. મોડા પ્રારંભ બાદ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુન માસ પુર્ણ થતા સુધીમાં માત્ર જામનગર શહેરમાં 23 મીમી વરસાદ નોંધાયો છે.જયારે અન્ય તમામ તાલુકાઓમાં કયાંક નોંધપાત્ર વરસાદ 30મી જુન પુર્ણ થતા સુધીમાં નોંધાયો હતો. ચાલુ વર્ષે હજુ સુધી માત્ર શહેરમાં સામાન્ય 23 મીમી જેટલો વરસાદ ગત વર્ષની સરખામણીએ ખૂબ જ ઓછો છે. માત્ર શહેર જ નહીં, પરંતુ જિલ્લાના અન્ય મુખ્ય તાલુકાઓ જેવા કે ધ્રોલ, જોડીયા, કાલાવડ, લાલપુર અને જામજોધપુર ઉપરાંત દેવભૂમિના ખંભાળિયા, દ્વારકા, કલ્યાણપુર અને ભાણવડ તાલુકામાં પણ 30મી જૂન સુધી કોઈ નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. આ ચોમાસાના નબળા પ્રારંભને કારણે ખેડૂતો અને વહીવટી તંત્ર બંનેની ચિંતામાં મોટો વધારો થયો છે. ગત 2025 વર્ષની સરખામણીએ વરસાદમાં મોટી ખાધ જોવા મળે છે.ગત વર્ષ એટલે કે 30મી જુન સ્થિતિ સાથે ચાલુ વર્ષની સરખામણી કરીએ તો ચિત્ર ખૂબ જ ગંભીર જણાય છે. ગયા વર્ષે જૂન મહિનાના અંત સુધીમાં જોડીયામાં 435 મીમી જેટલો ભારે વરસાદ ખાબકી ચૂક્યો હતો, જ્યારે ચાલુ વર્ષે ત્યાં હજુ સુધી નહિવત વરસાદ છે. આવી જ પરિસ્થિતિ અન્ય તાલુકાઓની પણ છે જ્યાં ગત વર્ષે 200થી 400 મીમી સુધીનો વરસાદ થઈ ગયો હતો, ત્યાં આ વર્ષે હજુ પણ કોરી ધાકોર ધરતી મેઘરાજાની ચાતક નજરે રાહ જોઈ રહી છે. હવામાન વિભાગની આ ગાહી,ખેડૂતોને સલાહ, જુલાઇ માસ આશાસ્પદ હવામાન નિષ્ણાતોના મતે, જૂન મહિનો ભલે કોરો ગયો હોય પરંતુ જુલાઈના પ્રથમ અને બીજા સપ્તાહમાં બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડી શકે છે.બીજી બાજુ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ખેડૂતોએ હજુ ઉતાવળમાં વાવણી (કોરી વાવણી) કરવી જોઈએ નહીં. ઓછામાં ઓછો 2 થી 3 ઇંચ (50 થી 75 મીમી) સાર્વત્રિક વરસાદ થાય અને જમીનમાં પૂરતો ભેજ ઉતરે ત્યાર પછી જ બિયારણ વાવવું હિતાવહ રહેશે.આ વિશ્લેષણ દર્શાવે છે કે જામનગર જિલ્લામાં કુદરતે અત્યારે આકરી કસોટી કરી છે, પરંતુ હવે જુલાઈ મહિના પર સૌની મીટ મંડાયેલી છે. જો આગામી પખવાડિયામાં મેઘરાજા મન મૂકીને વરસે તેનો ઇંતજાર જગતના તાત સહિત સૌ કોઇ લોકો કરી રહયા છે. હાલારમાં આગોતરા વાવણી પર સંકટ જામનગર જિલ્લામાં સામાન્ય રીતે જૂન મહિનામાં કપાસ અને મગફળીનું મોટાપાયે વાવેતર થઈ જતું હોય છે. વરસાદ ખેંચાતા ખેડૂતો ખરીફ પાકની વાવણી કરી શક્યા નથી, જેનાથી પાક ચક્ર ખોરવાઈ જવાની ભીતિ છે.જયારે પીયતની સુવિધાવાળા આગોતરા વાવેતર કરેલા ખેડૂતોની વાવણી પણ પણ સંકટની ભિતિ દર્શાવાઇ રહી છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો જિલ્લાના મુખ્ય જળાશયોમાં પાણીની નવી આવક નહીં થાય, જેના કારણે આગામી સમયમાં પીવાના પાણીની તંગી સર્જાઈ શકે એવી ભિતી સેવાઇ રહી છે. 30મી જુન 2025 અને વર્ષ 2026ની સ્થિતિ જામનગર શહેર- 171 મીમી, ૨૩ મીમી જોડીયા- 435 મીમી, નોંધપાત્ર નથી (નહિવત) ધ્રોલ -179 મીમી, નોંધપાત્ર નથી (નહિવત) કાલાવડ -275 મીમી, નોંધપાત્ર નથી (નહિવત) લાલપુર -151 મીમી, નોંધપાત્ર નથી (નહિવત) જામજોધપુર -257 મીમી, નોંધપાત્ર નથી (નહિવત) દેવભૂમિ દ્વારકા જિલ્લો સાવ કોરોધાકોડ...‎ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયા ઉપરાંત દ્વારકા, કલ્યાણપુર અને‎ભાણવડ તાલુકામાં હજુ સુધી ચોમાસાના નોંધપાત્ર વરસાદનુ ખાતુ જ ખુલ્યુ‎નથી.જુન માસ વરસાદ વિહોણો રહેતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. ]જિલ્લામાં‎લગભગ 5800 હેટકરમાં આગોતરૂ વાવેતર કરાયુ છે જેમાં સૌથી વધુ મગફળીના‎પાકનુ 5400 હેકટરથી વધુ જમીનમાં વાવેતર થયુ છે.જો હવે પખવાડીયામાં સારો‎વરસાદ ન આવે તો આગોતરી વાવણી પણ સંકટ તોળાઇ રહયુ હોવાનુ ખેડૂતો‎ જણાવી રહયા છે.‎
    Click here to Read More
    Previous Article
    કેનાલ પ્રદૂષણમુક્ત કરવા કરોડોનો ધુમાડો:રૂ.1200 કરોડના ખર્ચે કામગીરી ચાલુ, છતાં CTM પાસે કેનાલમાં કેમિકલના પાણી છોડાયાં
    Next Article
    કાનાલુસ યાર્ડમાં ફોર્સ્ડ ટ્રેક લેઆઉટનું નિરાકરણ:રાજકોટ ડિવિઝને રેલવે સેફ્ટીના અપગ્રેડેશનની દિશામાં મેળવી મહત્વપૂર્ણ સફળતા‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment