Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી:1200 બહેનોએ 2400 કેદી ભાઈઓના કાંડા પર રાખડી બાંધી, 9 વર્ષથી સજા કાપતા કેદીએ ગુનાખોરીથી દૂર રહેવા અપીલ કરી, કોંગ્રેસે બહેનને ખાંડ-ડુંગળીની ભેંટ આપી

    14 hours ago

    દેશભરમાં આજે રક્ષાબંધનનાં તહેવારની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ મધ્યસ્થ જેલમાં પણ રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે બંદીવાનો અને તેની બહેનોની લાગણીસભર મુલાકાતનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જેલમાં બંધ ભાઈઓને તેમની બહેનોએ રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધનની ભાવુક ઉજવણી કરી હતી. આ પ્રસંગે ભાઈ-બહેનના પવિત્ર સંબંધની અનોખી ઝલક જોવા મળી હતી અને સમગ્ર જેલ પરિસર અત્યંત લાગણીસભર વાતાવરણથી ભરાઈ ગયું હતું. બીજીતરફ કોંગ્રેસ દ્વારા મોંઘવારીનો કટાક્ષભર્યો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં કોંગી આગેવાનોએ રક્ષાબંધને બહેનને 1 કિલો ખાંડ-ડુંગળી ભેટ આપી ઉજવણી કરી હતી. રક્ષાબંધનનાં તહેવારને લઈને જેલ તંત્ર દ્વારા મુલાકાતે આવતી બહેનોને કોઈ અગવડ ન પડે તે માટે બેસવાની તથા પીવાના પાણી સહિતની તમામ સુવિધાઓ સુચારુ રીતે ઊભી કરવામાં આવી હતી. અંદાજે 2400 જેટલા કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે 1000 થી 1200 જેટલી બહેનો જેલ પરિસરમાં આવી હતી. આ તમામ મુલાકાતો વ્યવસ્થિત રીતે યોજાય તે માટે જેલ પ્રશાસન દ્વારા કડક અને વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ મધ્યસ્થ જેલના એસપી વી. ટી. ગોહિલ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે, જીવનમાં ક્ષણિક આવેશ કે ઉતાવળમાં લેવાયેલું એકપણ ખોટું પગલું તે વ્યક્તિના સમગ્ર જીવનને બર્બાદ કરી શકે છે. ઉતાવળમાં ભરેલું પગલું ભાઈ માટે આજીવન પસ્તાવો અને બહેન માટે કાયમી દાગ બની જતું હોય છે. તેથી યુવાનોએ ગુસ્સા કે આવેશમાં આવી કાયદો હાથમાં લેવો જોઈએ નહીં. આજે જેલ પ્રશાસન દ્વારા ભાઈ-બહેનના પવિત્ર તહેવારને લઈને ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને કેદીઓ પણ રક્ષાબંધનનો તહેવાર ઉજવી રહ્યા છે. છેલ્લા 9 વર્ષથી સજા કાપી રહેલા કેદી દસાસાભાઈ ગઢવીએ પણ રક્ષાબંધન ઉપર જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવેલી આ ઉત્કૃષ્ટ વ્યવસ્થાની સરાહના કરી હતી. તેમણે ભાવુક બનીને જણાવ્યું હતું કે, આવેશમાં થયેલી ભૂલના કારણે આજે પરિવારથી દૂર રહેવું પડે છે અને જેલમાં કરુણાની નદી વહી રહી હોય તેવો અફસોસ થાય છે. તેમણે યુવા પેઢીને ખાસ સંદેશ આપતાં જણાવ્યું હતું કે, યુવાનોએ ગુનાખોરીના માર્ગે ન જવું જોઈએ. કોઈપણ સંજોગોમાં ગુનો ન કરવો, પ્રભુનું સ્મરણ કરવું, સારી પ્રવૃત્તિઓ કે વાચનમાં દિલ લગાડવું અને સેવાના માર્ગે ચાલવું જોઈએ. કોંગ્રેસ દ્વારા બહેનને 1 કિલો ખાંડ-ડુંગળી ભેટ આપી ઉજવણી કરાઈ બીજીતરફ રાજકોટ વોર્ડ નંબર-15ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કોમલબેન ભારાઈ દ્વારા કોંગ્રેસના રણજીત મુંધવા, આમ આદમી પાર્ટીના મહેશભાઈ બાંભવા સહિત માલધારી સમાજના આગેવાનોને રક્ષાબંધનની રાખડી બાંધવામાં આવી હતી. આ પ્રસંગે આગેવાનોએ રિટર્ન ગિફ્ટ તરીકે કોમલબેન ભારાઈને રૂ. 100ની કિંમતની 1 કિલો ખાંડ અને રૂ. 70ની કિંમતની ડુંગળી ભેટ આપીને સાવ અનોખી રીતે ઉજવણી કરી હતી. રક્ષાબંધન જેવા તહેવારના સમયે ખાંડના વધતા ભાવથી મીઠાઈઓ મોંઘી બની રહી છે અને ડુંગળીના ભાવ સામાન્ય પરિવારનું બજેટ ખોરવી રહ્યા છે. સતત વધી રહેલી મોંઘવારી તરફ લોકોનું ધ્યાન દોરવા તથા સામાન્ય નાગરિકો અને ખાસ કરીને પરિવારની બહેનોને પડી રહેલી મુશ્કેલીઓ સામે અવાજ ઉઠાવી જાગૃતિ ફેલાવવાના હેતુથી આ નવતર પ્રયોગ અને કટાક્ષભર્યો વિરોધ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં 15મો રામદેવપીર યાત્રિક સેવા કેમ્પ શરૂ:ઊંઝા ત્રણ રસ્તા પાસે પદયાત્રીઓ માટે નિઃશુલ્ક સુવિધાઓ ઉપલબ્ધ
    Next Article
    ધ્રાંગધ્રામાં બ્રાહ્મણોએ શ્રાવણી પર્વે યજ્ઞોપવિત બદલાવી:બ્રહ્મ સમાજે સમૂહ ભોજન, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment