Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રાંગધ્રામાં બ્રાહ્મણોએ શ્રાવણી પર્વે યજ્ઞોપવિત બદલાવી:બ્રહ્મ સમાજે સમૂહ ભોજન, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું

    13 hours ago

    ધ્રાંગધ્રામાં શ્રાવણી પર્વ નિમિત્તે બ્રાહ્મણોએ યજ્ઞોપવિત (જનોઈ) બદલી હતી. આ પ્રસંગે બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ ભોજન અને સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. વહેલી સવારે બ્રહ્મસમાજના ભાઈઓએ યજ્ઞોપવિત ધારણ કરી હતી. શ્રાવણી પર્વ બ્રાહ્મણો માટે વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે આ દિવસે તેઓ યજ્ઞોપવિત બદલવાની પરંપરાનું પાલન કરે છે. ધ્રાંગધ્રામાં ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા છેલ્લા 40 વર્ષથી વધુ સમયથી આ પરંપરા જડેશ્વર મહાદેવ મંદિરે, ફલકું નદીના કાંઠે અને સપ્તઋષિના સાનિધ્યમાં નિભાવવામાં આવે છે. આ વર્ષે પણ બ્રાહ્મણોએ ત્યાં નવી યજ્ઞોપવિત ધારણ કરી હતી. યજ્ઞોપવિત ધારણ કર્યા બાદ, ધ્રાંગધ્રા બ્રહ્મ સમાજ દ્વારા જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1500થી વધુ સમાજના ભાઈઓ અને બહેનોએ પ્રસાદ લીધો હતો. આ ઉપરાંત, સાંજે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ પણ યોજાયો હતો. ધ્રાંગધ્રા આર્ય સમાજ દ્વારા પણ છેલ્લા 80 વર્ષથી આ દિવસે યજ્ઞોપવિત બદલવા અને નવી યજ્ઞોપવિત ધારણ કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આર્ય સમાજના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અહીં યજ્ઞોપવિતનું મહત્વ અને આપણી વૈદિક-પૌરાણિક સંસ્કૃતિ વિશે પ્રવચનો આપવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી:1200 બહેનોએ 2400 કેદી ભાઈઓના કાંડા પર રાખડી બાંધી, 9 વર્ષથી સજા કાપતા કેદીએ ગુનાખોરીથી દૂર રહેવા અપીલ કરી, કોંગ્રેસે બહેનને ખાંડ-ડુંગળીની ભેંટ આપી
    Next Article
    What Pakistan TV Did As 2nd Test Broadcast Showed Interview Of Imran Khan's Sons

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment