Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1.20 લાખ બજાર કિંમતે મળતા કુત્રિમ પગ ફ્રીમા આપવામાં આવ્યા:પ્રોજેક્ટ નવજીવન અંતર્ગત 70 કાર્બન આર્ટિફિશિયલ લિમ્બ્સનું વિતરણ

    1 week ago

    વડોદરામાં આજે (10 જૂન) દિવ્યાંગજનોના જીવનમાં નવી આશા અને આત્મનિર્ભરતા લાવવાના ઉદ્દેશ સાથે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી. ફાર્મસન ફાર્માસ્યુટિકલ્સના CSR પ્રોજેક્ટ ‘નવજીવન’ અંતર્ગત 70 કાર્બન ટેકનોલોજી આધારિત આર્ટિફિશિયલ લિમ્બ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ખાસ લિમ્બ્સ દિવ્યાંગોને વધુ આરામદાયક અને સરળ જીવન જીવવામાં મદદરૂપ બનશે. વિશેષ મૂલ્યાંકન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ફાર્મસન ફાર્માસ્યુટિકલ્સના CSR ઉપક્રમ ‘પ્રોજેક્ટ નવજીવન’ અંતર્ગત વડોદરાના બરોડા ચેશાયર હોમ ખાતે 70 કાર્બન આર્ટિફિશિયલ લિમ્બ્સના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બ્લાઇન્ડ પીપલ એસો, અમદાવાદ દ્વારા આ પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવ્યું છે, જ્યારે ફલક્રમના સહયોગથી આ પ્રોજેક્ટ અંતર્ગત કર્યા કરવામાં આવ્યું હતું. જેમાં લાભાર્થીઓને યોગ્ય અને સુવિધાજનક કૃત્રિમ અંગો મળી રહે તે માટે અગાઉ નિષ્ણાત ઓર્થોટિક્સ અને પ્રોસ્ટેટિક્સ ટીમ દ્વારા વિશેષ મૂલ્યાંકન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક લાભાર્થીના માપ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખી વ્યક્તિગત રીતે કાર્બન લિમ્બ્સ તૈયાર કરવામાં આવ્યા હતા. કાર્બન ટેકનોલોજી આધારિત આ આર્ટિફિશિયલ લિમ્બ્સ પરંપરાગત કૃત્રિમ અંગોની તુલનામાં વધુ હળવા, મજબૂત અને આરામદાયક છે. જેના કારણે દિવ્યાંગજનોને ચાલવા-ફરવામાં સરળતા રહેશે, તેમની કાર્યક્ષમતા વધશે અને રોજિંદા જીવનમાં વધુ સ્વતંત્રતા પ્રાપ્ત થશે. કાર્યક્રમમાં BPA, ફાર્મસન ગ્રુપ અને Fulcrum Capitalising CSRના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં. તેમણે લાભાર્થીઓને પ્રોત્સાહિત કરી સમાજના મુખ્ય પ્રવાહમાં વધુ સશક્ત રીતે જોડાવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. 1.20 લાખ બજાર કિંમતે મળતા કુત્રિમ પગ ફ્રીમા આપવામાં આવ્યા આ અંગે ડૉ. પ્રશાંત શિહોરાએ જણાવ્યું હતું કે, આજે 'પ્રોજેક્ટ નવજીવન' અંતર્ગત કૃત્રિમ અંગોના વિતરણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંધજન મંડળ અને ફલક્રમના સહયોગથી, વડોદરા ખાતે કાર્યરત ફાર્મસન ફાર્માસ્યુટિકલ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં લગભગ 70 જેટલા લોકોને કૃત્રિમ અંગોનું વિતરણ કરવાનું છે. જો આ કૃત્રિમ અંગોની બજાર કિંમતની વાત કરીએ, તો તે આશરે 1.2 લાખ રૂપિયા જેટલી હોય છે અને આ સંસ્થાઓનો મેન્યુફેક્ચરિંગ ખર્ચ અંદાજે 45,000 થી 50,000 રૂપિયા જેટલો આવે છે. લોકોને એક નવું જીવન પૂરું પાડવાનું ભગીરથ કાર્ય વધુમાં કહ્યું કે, પજરૂરિયાતમંદ લોકો માટે આ વસ્તુ તદ્દન મફતમાં આપવામાં આવે છે, જેથી તેમના જીવનમાં એક નવો ઉત્સાહ આવી શકે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના અંગો ગુમાવી બેસે છે, ત્યારે તેનું આખું કુટુંબ વેરવિખેર થઈ જાય છે. આ પ્રોજેક્ટ દ્વારા અમે એવા લોકોને એક નવું જીવન પૂરું પાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    પુસ્તક વિમોચન:અમદાવાદમાં દીક્ષા પટેલના પુસ્તક 'ટ્વિસ્ટેડ વ્હિસ્પર્સ' નું વિમોચન કરાયું
    Next Article
    હિંમતનગરમાં ધારાસભ્યની હાજરીમાં સ્વચ્છતા અભિયાન યોજાયું:ભોલેશ્વરના ડૉ. આંબેડકર ચોકમાં સફાઈ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment