Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુસ્તક વિમોચન:અમદાવાદમાં દીક્ષા પટેલના પુસ્તક 'ટ્વિસ્ટેડ વ્હિસ્પર્સ' નું વિમોચન કરાયું

    1 week ago

    ગુજરાતી સાહિત્ય અને વાચકોમાં ક્રાઇમ, થ્રિલર અને સસ્પેન્સ ધરાવતા પુસ્તકો માટે હંમેશા એક ખાસ આકર્ષણ રહ્યું છે. આ જ રોમાંચને એક નવા સ્તરે લઈ જવા માટે અમદાવાદની યુવા લેખિકા દીક્ષા પટેલ લિખિત અંગ્રેજી સસ્પેન્સ થ્રિલર નવલકથા 'ટ્વિસ્ટેડ વ્હિસ્પર્સ' (Twisted Whispers) નું સત્તાવાર વિમોચન અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન ખાતે કરવામાં આવ્યું છે. આ સાહિત્યિક સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે અમદાવાદના ડેપ્યુટી મેયર અંજુબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ મંચ પર લેખિકા, મૂવી સ્ક્રીનરાઈટર, આર્ટિસ્ટ અને 'હાર્ટિએસ્ટ આર્ટ ગ્રુપ'ના ફાઉન્ડર સોનલબેન ઓડેદરા તેમજ એઆઈ અને ટેક એક્સપર્ટ, વિઝિટિંગ પ્રોફેસર અને 'સાહિત્ય મંચ' તથા 'વી-પબ્લિશર્સ'ના ફાઉન્ડર વિઝનભાઈ રાવલ સ્પેશિયલ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ નવલકથાની વાર્તા એક રહસ્યમય કાવતરા, વેરની ભાવના અને ભૂતકાળના કાળા રહસ્યોની આસપાસ ફરે છે. પુસ્તકની શરૂઆતથી જ વાચક વાર્તાના મુખ્ય પાત્રો મીઆ પોર્ટર અને ડિટેક્ટિવ મીરા પટેલની રહસ્યમય દુનિયામાં ખોવાઈ જાય છે. એક ત્યજી દેવાયેલા અમ્યુઝમેન્ટ પાર્કમાં સોશિયલ મીડિયા સ્ટાર જુલીયા મોન્ટગોમરીની લાશ મળવાથી શરૂ થતો આ સિલસિલો વાચકને સેન્ટ હેલેના ઓર્ફનેજના દાયકાઓ જૂના કાળા ઇતિહાસ તરફ દોરી જાય છે.
    Click here to Read More
    Previous Article
    'RSSએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા...બદલા...':CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી, દિલજીત દોસાંજને પણ સેમ પેટર્નથી ધમકી આપી હતી
    Next Article
    1.20 લાખ બજાર કિંમતે મળતા કુત્રિમ પગ ફ્રીમા આપવામાં આવ્યા:પ્રોજેક્ટ નવજીવન અંતર્ગત 70 કાર્બન આર્ટિફિશિયલ લિમ્બ્સનું વિતરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment