Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    120 બેઠક માટે 'મહામતદાન', 24.76 લાખ મતદારો ભાગ્યવિધાતા:અગનગોળા વરસાવતી ગરમીમાં સુરતીઓ લોકશાહીનું પર્વ ઉજવશે, 483 ઉમેદવારોના ભવિષ્ય EVMમાં સીલ થશે

    11 hours ago

    સુરત મહાનગરપાલિકાની 120 બેઠકો માટે રવિવારે લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ યોજાવા જઈ રહ્યો છે. આ ચૂંટણીમાં કુલ 24,76,378 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 13,02,922 પુરુષ અને 11,73,375 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. વહીવટી તંત્ર દ્વારા તમામ 2610 બુથ પર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલે સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થશે. ચૂંટણીના દિવસે સુરતમાં આકાશમાંથી અગનગોળા વરસશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. રવિવારે પારો 42 ડિગ્રીને પાર કરી શકે છે, જેના કારણે હીટવેવ જેવી સ્થિતિ સર્જાશે. શનિવારે પણ તાપમાન 41.2 ડિગ્રી નોંધાયું હતું. અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે મતદારોને મતદાન મથક સુધી ખેંચી લાવવા તે તમામ રાજકીય પક્ષો અને વહીવટી તંત્ર માટે મોટો પડકાર બની રહેશે. વોર્ડ મુજબ મતદારોનું રસપ્રદ ગણિત સુરતના 30 વોર્ડમાં મતદારોની સંખ્યામાં મોટું અંતર જોવા મળી રહ્યું છે. વોર્ડ નં-2 (અમરોલી-મોટા વરાછા)માં સૌથી વધુ 1,55,505 મતદારો છે, જે સત્તાના સમીકરણોમાં કેન્દ્ર સ્થાને રહેશે. તેની સામે વોર્ડ નં-15માં સૌથી ઓછા 48,924 મતદારો નોંધાયા છે. આ ભૌગોલિક તફાવતને કારણે ઉમેદવારોએ પ્રચાર અને માઈક્રો-લેવલ મેનેજમેન્ટમાં ભારે મહેનત કરવી પડી છે. મહિલા મતદારો નિર્ણાયક સાબિત થશે. ઉમેદવારોનો ભરાવો અને EVMની વ્યવસ્થા આ વખતે 120 બેઠકો માટે કુલ 483 ઉમેદવારો મેદાનમાં છે. નિયમ મુજબ જો ઉમેદવારોની સંખ્યા 14થી વધુ હોય તો વધારાનું બેલેટ યુનિટ જોડવું પડે છે. સુરતના 15 વોર્ડમાં ઉમેદવારોની સંખ્યા વધુ હોવાથી ત્યાં બે EVM મશીન મુકવા પડશે. વોર્ડ નં-25 અને 30માં સૌથી વધુ 26 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જે મતદારો માટે ટેકનિકલી મૂંઝવણ ઉભી કરી શકે છે. વોર્ડ નંબર-21માં સરળ પસંદગીનો માહોલ જ્યાં મોટાભાગના વોર્ડમાં ઉમેદવારોની ભારે ભીડ છે, ત્યાં વોર્ડ નંબર-21 (સોનીફળિયા-નાનપુરા-અઠવા)માં ચિત્ર અલગ છે. અહીં સૌથી ઓછા માત્ર 10 ઉમેદવારો જ ચૂંટણી જંગમાં છે. આ વોર્ડમાં મતદારો માટે EVM પર નામ શોધવું સરળ રહેશે અને મતોનું વિભાજન થવાની શક્યતા પણ ઓછી છે. અહીં મુખ્ય પક્ષો વચ્ચે સીધો મુકાબલો થાય તેવા સંકેતો રાજકીય વિશ્લેષકો આપી રહ્યા છે. ટ્રાન્સજેન્ડર મતદારોની સક્રિય ભાગીદારી સુરતની ચૂંટણીમાં આ વખતે સામાજિક વિવિધતા પણ જોવા મળી રહી છે. શહેરમાં કુલ 81 ટ્રાન્સજેન્ડર મતદારો નોંધાયા છે, જેઓ લોકશાહીમાં પોતાનો અવાજ બુલંદ કરશે. સૌથી વધુ 18 ટ્રાન્સજેન્ડર મતદારો વોર્ડ નં-26 (ગોડાદરા-ડીંડોલી ઉત્તર)માં છે. આ નાના આંકડા પણ રસાકસીભરી બેઠકો પર હાર-જીતનું અંતર નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તે સમાજમાં આવતી જાગૃતિનું પ્રતીક છે. વહીવટી સજ્જતા અને દિગ્ગજોનું મતદાન ચૂંટણી પંચ દ્વારા તમામ બુથ પર સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પ્રીસાઇડિંગ ઓફિસરોએ EVM મશીનોની ચકાસણી કરી તેને સીલ કરી દીધા છે. રવિવારે સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી જેવા દિગ્ગજ નેતાઓ પણ મતદાન કરશે. તંત્ર દ્વારા દરેક મથક પર પીવાના પાણી અને છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ગરમીમાં મતદારોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. લોકશાહીના પર્વમાં સુરતીઓનો ઉત્સાહ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો હાઈ-વોલ્ટેજ પ્રચાર હવે શાંત થયો છે અને દડો જનતાના કોર્ટમાં છે. 483 મૂરતિયાઓમાંથી કોણ સુરત મનપાના શાસક બનશે, તેનો નિર્ણય રવિવારે સાંજે પેટીમાં કેદ થશે. ગરમીના પ્રકોપ છતાં સુરતીઓ મોટા પ્રમાણમાં મતદાન કરી લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ નિભાવશે તેવી અપેક્ષા છે. મતોનું વિભાજન અટકાવવા પક્ષોએ છેલ્લી ઘડી સુધી જોર લગાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વૈભવે 37 બોલમાં 103 રન બનાવ્યા:રાજસ્થાને હૈદરાબાદને 229 રનનો ટાર્ગેટ આપ્યો; જુરેલની ફિફ્ટી
    Next Article
    અમેરિકામાં રહેતી બહેનનું વોટ્સએપ હેક કરી યુવકના 1 લાખ પડાવ્યા:થાઈલેન્ડ ટૂરના નામે 9.71 લાખની ઠગાઈ, ગેસ્ટ હાઉસમાં લૂંટ ચલાવનાર બેની ધરપકડ; બે ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment