Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકામાં રહેતી બહેનનું વોટ્સએપ હેક કરી યુવકના 1 લાખ પડાવ્યા:થાઈલેન્ડ ટૂરના નામે 9.71 લાખની ઠગાઈ, ગેસ્ટ હાઉસમાં લૂંટ ચલાવનાર બેની ધરપકડ; બે ફરાર

    9 hours ago

    થલતેજમાં રહેતા શીલ વ્યાસ સાથે વોટ્સએપ હેકિંગના માધ્યમથી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ગત 9 ફેબ્રુઆરીએ શીલ વ્યાસને તેમના અમેરિકાના કેલિફોર્નિયા ખાતે રહેતા બહેનનો મેસેજ આવ્યો હતો, જેમાં પૈસાની જરૂર હોવાનું જણાવી એક એકાઉન્ટ નંબર મોકલવામાં આવ્યો હતો. વિશ્વાસમાં આવીને શીલ વ્યાસે 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બીજા દિવસે ફરી પૈસાની માંગણી થતા તેમને શંકા ગઈ અને તપાસ કરતા જાણવા મળ્યું કે સીમાબેનનું વોટ્સએપ કોઈએ હેક કરી લીધું છે અને હેકર્સ દ્વારા જ આ પૈસા પડાવવામાં આવ્યા છે. આ અંગે શીલ વ્યાસે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ટ્રાવેલ એજન્સીના નામે 9.71 લાખની છેતરપિંડી શાહીબાગના રોહિત વછેટા પરિવાર સાથે થાઈલેન્ડ પ્રવાસ માટે ઓનલાઈન સર્ચ કરી રહ્યા હતા ત્યારે તેમનો સંપર્ક શિવરંજની પાસે આવેલી 'કે.સી. હોલી ડેઝ' એજન્સી સાથે થયો હતો. એજન્સીના સંચાલક કિરણ ચંદ્રકાંત ચૌહાણ, તેમની પત્ની પારુલબેન અને કર્મચારી વિવેકે પરિવાર દીઠ 75 હજારમાં રહેવા, જમવા અને વિઝાની ઓફર આપી હતી. રોહિતભાઈએ પરિવારની 3 ટિકિટ માટે કુલ 2,10,250 રૂપિયા ચૂકવ્યા હતા. પાછળથી જાણવા મળ્યું કે, આરોપીઓએ અન્ય સભ્યો પાસેથી પણ ટૂરના નામે કુલ 9.71 લાખ રૂપિયા પડાવી લીધા છે. આ મામલે રોહિતભાઈએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં કિરણ ચૌહાણ અને તેમની ટીમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓએ ચપ્પુ બતાવી કાઉન્ટર અને લોકર તોડી 72 હજારની લૂંટ ચલાવી થલતેજ વિસ્તારમાં આવેલા રાજવંશી ગેસ્ટ હાઉસમાં ગત સોમવારે મેનેજર ગીરીરાજ મીણા અને દેવીલાલ હાજર હતા ત્યારે રૂમ ભાડે રાખવાના બહાને આવેલા લૂંટારાઓએ હુમલો કર્યો હતો. આરોપીઓએ ચપ્પુ બતાવી કાઉન્ટર અને લોકર તોડી 72 હજાર રૂપિયા રોકડા, કમ્પ્યુટર મોનિટર, ટીવી અને મોબાઈલની લૂંટ ચલાવી હતી. ઝોન-7 LCB PSI એચ.ડી.વાઘેલાની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે ગાડી નંબર શોધી કાઢ્યો હતો. આ તપાસના આધારે પોલીસે રાજસ્થાનના વાલજી મીણા અને કાંતિ હરમોરને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો છે. પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપીઓ પાસે પૈસા ન હોવાથી લૂંટનું પ્લાનિંગ કરી ગેસ્ટ હાઉસમાં ઘૂસ્યા હતા. આ ગુનામાં સંડોવાયેલા દિનેશ મીણા અને પ્રભુ મીણાની પોલીસ શોધખોળ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    120 બેઠક માટે 'મહામતદાન', 24.76 લાખ મતદારો ભાગ્યવિધાતા:અગનગોળા વરસાવતી ગરમીમાં સુરતીઓ લોકશાહીનું પર્વ ઉજવશે, 483 ઉમેદવારોના ભવિષ્ય EVMમાં સીલ થશે
    Next Article
    US-Iran War Live Updates: Trump Cancels Top Officials' Pakistan Trip For Iran Talks

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment