Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના સેન્સની પ્રક્રિયા પૂર્ણ, 120 બેઠકો માટે 2078 દાવેદારો:વોર્ડ-10 માં 142 કાર્યકર્તાઓની પડાપડી; મજૂરા-અલથાણમાં દાવેદારોની 'સેન્ચુરી'; પાટીદાર વિસ્તારોમાં નિરસતા

    2 days ago

    સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. શહેરની 30 વોર્ડની કુલ 120 બેઠકો માટે ઉમેદવારો પસંદ કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રણ દિવસીય 'સેન્સ' પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે યોજાયેલી આ પ્રક્રિયાના અંતે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. 120 બેઠકો માટે કુલ 2078 કાર્યકર્તાઓએ પોતાની દાવેદારી નોંધાવી છે, જે દર્શાવે છે કે સત્તાધારી પક્ષમાં ટિકિટ મેળવવા માટે ભારે ખેંચતાણ થવાની શક્યતા છે. પ્રદેશ નેતૃત્વની દેખરેખ હેઠળ ચાલેલી આ પ્રક્રિયામાં હવે ટિકિટ કોને મળશે તે જોવું રસપ્રદ રહેશે. વોર્ડ નંબર 10 અડાજણ-પાલમાં દાવેદારોનો રાફડો ભાજપ માટે સૌથી 'સિક્યોર' ગણાતી બેઠકો પર કાર્યકર્તાઓનો ભારે ધસારો જોવા મળ્યો છે. ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 10 (અડાજણ-પાલ-ઈચ્છાપોર) માં સૌથી વધુ 142 દાવેદારોએ પોતાની દાવેદારી રજૂ કરી છે. આ વિસ્તાર ભાજપનો ગઢ મનાય છે, જેના કારણે અહીં ટિકિટ મેળવવા માટે હોડ જામી છે. આ ઉપરાંત અલ્થાણ-બમરોલી (વોર્ડ 29) અને ખટોદરા-મજૂરા (વોર્ડ 20) માં પણ દાવેદારોની સંખ્યા 100 ને પાર કરી ગઈ છે. સલામત બેઠકો પર કાર્યકર્તાઓનો આત્મવિશ્વાસ છલકાઈ રહ્યો છે, જે સંગઠન માટે પસંદગીનો પડકાર ઊભો કરી શકે છે. કાપોદ્રા-વરાછા જેવા પાટીદાર વિસ્તારોમાં નિરસતા બીજી તરફ, જે વિસ્તારોમાં અગાઉ આમ આદમી પાર્ટી (AAP) એ ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું હતું, ત્યાં ભાજપના કાર્યકર્તાઓમાં હજુ પણ થોડી નિરસતા જોવા મળી રહી છે. ખાસ કરીને વરાછા અને કાપોદ્રા જેવા પાટીદાર બહુલ વિસ્તારોમાં દાવેદારોની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. વોર્ડ નંબર 4 (કાપોદ્રા) માં સૌથી ઓછી એટલે કે માત્ર 34 દાવેદારી નોંધાઈ છે. તેવી જ રીતે પુણા પૂર્વ (વોર્ડ 17) માં 37 અને ફૂલપાડા-અશ્વિનીકુમાર (વોર્ડ 5) માં માત્ર 41 દાવેદારોએ રસ દાખવ્યો છે. આ વિસ્તારોમાં રાજકીય સમીકરણો કઠિન હોવાને કારણે કાર્યકર્તાઓ સાવચેતી વર્તી રહ્યા હોય તેવું જણાય છે. ત્રણ દિવસમાં 2078 લોકોએ દાવેદારી નોંધાવી સેન્સ પ્રક્રિયાના ત્રણેય દિવસ દરમિયાન ભાજપ કાર્યાલય કાર્યકર્તાઓથી ઉભરાયું હતું. પ્રથમ દિવસે 12 વોર્ડ માટે આશરે 800 જેટલા કાર્યકર્તાઓએ નિરીક્ષકો સમક્ષ પોતાની વાત મૂકી હતી. બીજા દિવસે પણ 12 વોર્ડ માટે 778 દાવેદારો મેદાનમાં આવ્યા હતા. જ્યારે છેલ્લા દિવસે બાકી રહેલા 6 વોર્ડ માટે 500 જેટલા કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી હતી. આમ, કુલ 2078 લોકોએ સુરતના વિકાસમાં કોર્પોરેટર તરીકે ભાગીદાર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. દરેક વોર્ડ દીઠ સરેરાશ 60 થી વધુ દાવેદારો નોંધાયા છે, જે ટિકિટ વિતરણ વખતે નેતાઓની કસોટી કરશે. ભાજપના કાર્યકર્તાઓ ચૂંટણી લડવા ઉત્સાહિત શહેરના વિવિધ ઝોન મુજબ દાવેદારીની વિગતો તપાસતા માલુમ પડે છે કે રાંદેર અને અઠવા ઝોનમાં દાવેદારોની સંખ્યા નોંધપાત્ર છે. વોર્ડ નંબર 11 (અડાજણ-ગોરાટ) માં 96 અને વોર્ડ નંબર 29 (અલ્થાણ-વડોદ) માં 101 દાવેદારો છે. મધ્ય સુરતની વાત કરીએ તો વોર્ડ નંબર 13 (વાડીફળીયા-બેગમપુરા) માં 94 દાવેદારોએ ઝંપલાવ્યું છે. લિંબાયત અને ઉધના વિસ્તારમાં પણ સરેરાશ 60 થી 80 દાવેદારો દરેક વોર્ડમાં જોવા મળી રહ્યા છે. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે ભાજપના કાર્યકર્તાઓ ચૂંટણી લડવા માટે કેટલા ઉત્સાહિત છે. પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં સંકલન બેઠક, ટિકિટના માપદંડો પર ચર્ચા સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયાના તુરંત બાદ ભાજપના સંગઠનમાં ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. પ્રદેશ મહામંત્રી અને સુરત શહેર પ્રભારી પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેર પ્રમુખ, વિવિધ વિધાનસભાના ધારાસભ્યો અને પૂર્વ શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા પણ હાજર રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય હેતુ સેન્સ દરમિયાન આવેલા નામોનું સ્ક્રીનિંગ કરવાનો અને જીતી શકે તેવા ઉમેદવારોની યાદી તૈયાર કરવાનો હતો. પ્રભારીએ સ્પષ્ટ કર્યું હતું કે પક્ષના માપદંડો મુજબ જ ઉમેદવારની પસંદગી થશે. જ્ઞાતિગત સમીકરણો અને સ્થાનિક પરિબળો પર ભાર આગામી દિવસોમાં ટિકિટની વહેંચણી માટે જ્ઞાતિ-જાતિના ગણિતોને પણ પ્રાધાન્ય આપવામાં આવશે. સંકલન બેઠકમાં જે-તે વિધાનસભા વિસ્તારમાં આવતા વોર્ડના સામાજિક સમીકરણો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કયા વોર્ડમાં કયા સમાજનું પ્રભુત્વ છે અને કયા ઉમેદવારને ઉતારવાથી એન્ટી-ઈન્કમ્બન્સી ઓછી કરી શકાય, તે બાબતે ધારાસભ્યો પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યા હતા. હવે આ નામોની પેનલ બનાવી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મોકલવામાં આવશે, જ્યાં આખરી મહોર મારવામાં આવશે. સુરત ભાજપ હવે ટૂંક સમયમાં ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. સુરત મનપા ચૂંટણીની વોર્ડ (1થી 30) વાઈઝ દાવેદારોની યાદી
    Click here to Read More
    Previous Article
    દિલ્હી-NCR અને જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા:રિક્ટર સ્કેલ પર 5.9ની તીવ્રતા; અફઘાનિસ્તાનનું હિંદુકુશ કેન્દ્ર, જાનહાનિ નહીં
    Next Article
    મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે 427 દાવેદાર:વોર્ડ 9માં સૌથી વધુ 49, વોર્ડ 10માં સૌથી ઓછા 18 દાવેદારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment