Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે 427 દાવેદાર:વોર્ડ 9માં સૌથી વધુ 49, વોર્ડ 10માં સૌથી ઓછા 18 દાવેદારો

    4 days ago

    મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે ભાજપમાંથી ટિકિટ મેળવવા 427 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. શુક્રવારે કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં 13 વોર્ડમાંથી કુલ 427 આગેવાનોએ ટિકિટ માટે પોતાની દાવેદારી રજૂ કરી હતી. મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે. શહેરી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થતાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં ચૂંટણી લડવા ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રદેશમાંથી આવેલા અમદાવાદના ધારાસભ્ય અમિતભાઈ શાહ, પુષ્પાબેન મિસ્ત્રી અને રુચિરભાઈ ભટ્ટે વોર્ડવાર આગેવાનોની સેન્સ લીધી હતી. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાના જણાવ્યા અનુસાર, 52 બેઠકો માટેની સેન્સ પ્રક્રિયામાં કુલ 427 આગેવાનોએ ભાજપની ટિકિટ માટે દાવેદારી કરી છે. વોર્ડ નં. 9 માં સૌથી વધુ 49 દાવેદારો હતા, જ્યારે વોર્ડ નં. 10 માં સૌથી ઓછા 18 દાવેદારો નોંધાયા હતા. અન્ય વોર્ડમાં દાવેદારોની સંખ્યા આ મુજબ છે: વોર્ડ 1માં 39, 2માં 31, 3માં 35, 4માં 26, 5માં 31, 6માં 35, 7માં 44, 8માં 34, 11માં 29, 12માં 30 અને 13માં 26. દાવેદારી કરનારાઓમાં નગરપાલિકાના પૂર્વ સભ્યો, તાલુકા અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યો (અથવા તેમના પતિ), સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખો અને સામાજિક આગેવાનોનો સમાવેશ થાય છે. હવે જિલ્લા ભાજપ સંકલન સમિતિની બેઠક મળશે, જેમાં જિલ્લા પ્રભારી, જિલ્લા પ્રમુખ, મહામંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો હાજર રહેશે. આ બેઠકમાં દરેક બેઠક દીઠ ત્રણ-ત્રણ દાવેદારોના નામની પેનલ બનાવીને પ્રદેશમાં મોકલવામાં આવશે, ત્યારબાદ પ્રદેશમાંથી ઉમેદવારોના અંતિમ નામ જાહેર કરાશે.
    Click here to Read More
    Previous Article
    ભાજપના સેન્સની પ્રક્રિયા પૂર્ણ, 120 બેઠકો માટે 2078 દાવેદારો:વોર્ડ-10 માં 142 કાર્યકર્તાઓની પડાપડી; મજૂરા-અલથાણમાં દાવેદારોની 'સેન્ચુરી'; પાટીદાર વિસ્તારોમાં નિરસતા
    Next Article
    Nita Ambani Speech | NMACCની ત્રીજી વર્ષગાંઠ પર નીતા અંબાણીનો ખાસ સંદેશ | NMACC Celebration | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment