Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાળક નથી જોઈતું કહી પતિનું મહિલા ડોક્ટરને ગર્ભપાત કરાવવા દબાણ:પતિએ 12 વર્ષ જૂનો સંબંધ છૂપાવી લગ્ન કર્યા, સાસરીયાઓએ ₹5 લાખનું દહેજ માંગ્યું, પરિણીતાની ફરિયાદ

    7 hours ago

    કલોલની મેડિકલ કોલેજમાં સિનિયર રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતી 30 વર્ષીય પરિણીતાએ પતિ અને સાસરીયાઓ સામે શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. પરિણીતા ગર્ભવતી બનતા પતિએ બાળક ન જોઈતું હોવાનું કહી મોઢા પર ઓશિકું દબાવી ગર્ભપાત કરાવવા દબાણ કર્યું હતું. આ ઉપરાંત સાસરીયાઓએ વધુ સોનું અને બાળકના નામે ₹5 લાખ મૂકવા બાબતે ત્રાસ આપ્યો હતો. પિતરાઈ દીયરે ઘરમાં તોડપોડ કરી પિતાને ઈજા પહોંચાડતાં મણિનગર પોલીસે સાસરીયાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પતિ દારુ પીને ઝઘડો કરતો હતો મણિનગરમાં રહેતી 30 વર્ષીય મહિલા ડોક્ટરના લગ્ન મે 2024માં ઈડરના યુવક સાથે થયા હતા. લગ્નમાં પિતાએ 13 તોલા સોનાના દાગીના આપ્યા હતા. લગ્નના બીજા દિવસે તેમજ હનીમૂન દરમિયાન પતિને દારુ પીવાની આદત હોવાનું સામે આવ્યું હતું. અભ્યાસ દરમિયાન મહિલા ડોક્ટરે પી.જી હોસ્ટેલમાં રહેતી ત્યારે પણ પતિ દારુ પીને આવીને ઝઘડો કરતો હતો. મહિલા ગર્ભવતી થતાં પતિએ બાળક નથી જોઈતું કહી ગર્ભપાત કરાવવા દબાણ કર્યું હતું. બાળક નથી જોઈતું કહી મારી નાખવાનો પ્રયાસ કર્યો પરિણીતાએ ના પાડતાં પતિએ પલંગ પર પડેલું ઓશિકું મોં પર દબાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હાજર માતા-પિતાએ વચ્ચે પડીને તેને બચાવી લીધી હતી. બાદમાં નરોડા ખાતે ભાડે મકાન રાખ્યું ત્યારે પણ સાસુ-સસરા આપણા સ્ટેટ્સ પ્રમાણે 20થી 25 તોલા સોનું લાવવું જોઇએ કહી મેણાં-ટોણાં મારી દહેજ માંગ્યું હતું. પરિણીતાએ પતિના ફોનમાં તપાસ કરતા અન્ય યુવતી સાથેના મેસેજ, ફોટા તેમજ હોટલ બુકિંગની વિગતો મળી હતી. પિતરાઈ દીયરે ગુસ્સામાં આવી ઘરમાં તોડફોડ કરી આ અંગે પૂછપરછ કરતાં પતિએ ઉશ્કેરાઈને ઝઘડો કર્યો હતો. તેમજ પતિને તે યુવતી સાથે છેલ્લા 12 વર્ષથી સંબંધ છે અને તેણે માત્ર માતા-પિતાના દબાણથી આ લગ્ન કર્યા હતા. સાસરીયાઓ સમાધાન કરવા આવ્યા ત્યારે યુવતી સાથેના સંબંધ અને દારૂની ટેવ બાબતે વાત કરતાં તેઓએ પુત્રનું ઉપરાણું લીધું હતું. જેમાં પિતરાઈ દીયરે ગુસ્સામાં આવી ઘરમાં તોડફોડ કરી હતી. પરિણીતાના પિતાને ધક્કો મારતાં ગંભીર ઈજા થઈ હતી. આખરે કંટાળી પરિણીતાએ મણિનગર પોલીસ સ્ટેશનમાં સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    જસદણની 'આલ્ફા ક્લાસ' અંગે પોલીસ અહેવાલ બાદ શિક્ષણ વિભાગ હરકતમાં:શાળામાં નોંધાયેલા વિદ્યાર્થીઓ ખાનગી ક્લાસમાં ભણતા હોવાનો તપાસમાં ઘટસ્ફોટ
    Next Article
    આદિજાતિ વિસ્તારોમાં 108ની દોડ વધુ ઝડપી થશે:89 નવી એમ્બ્યુલન્સ આવશે, રિસ્પોન્સ ટાઈમ 18.32થી ઘટાડી 10 મિનિટ કરવાનો લક્ષ્યાંક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment