Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આદિજાતિ વિસ્તારોમાં 108ની દોડ વધુ ઝડપી થશે:89 નવી એમ્બ્યુલન્સ આવશે, રિસ્પોન્સ ટાઈમ 18.32થી ઘટાડી 10 મિનિટ કરવાનો લક્ષ્યાંક

    7 hours ago

    ગુજરાતના અંતરિયાળ અને દુર્ગમ આદિજાતિ વિસ્તારોમાં ઇમરજન્સી આરોગ્ય સેવા વધુ ઝડપી બનાવવા રાજ્ય સરકાર દ્વારા 89 નવી 108 એમ્બ્યુલન્સ તૈનાત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નવી એમ્બ્યુલન્સો કાર્યરત થયા બાદ આદિજાતિ વસ્તી ધરાવતા પસંદગીના જિલ્લાઓમાં 108 એમ્બ્યુલન્સની સંખ્યા 553થી વધીને 642 થશે. હાલ આ વિસ્તારોમાં 108નો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 18 મિનિટ 32 સેકન્ડ છે, જેને ઘટાડીને લગભગ 10 મિનિટ કરવાનો સરકારનો લક્ષ્યાંક છે. હાલ રાજ્યનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 13 મિનિટ 9 સેકન્ડ રાજ્યમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 13 મિનિટ 9 સેકન્ડ છે. શહેરી વિસ્તારોમાં આ સમય 9 મિનિટ 55 સેકન્ડ અને ગ્રામ્ય વિસ્તારોમાં 16 મિનિટ 28 સેકન્ડ જેટલો છે. જ્યારે આદિજાતિ વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિ, અંતરિયાળ ગામો, કાચા રસ્તા અને અન્ય પડકારોને કારણે સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 18 મિનિટ 32 સેકન્ડ સુધી પહોંચે છે. નવી એમ્બ્યુલન્સના ઉમેરા બાદ આ સમય ઘટાડીને આશરે 10 મિનિટ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. 89માંથી 22 ALS, 55 BLS અને 12 ખાસ 4WD એમ્બ્યુલન્સ આદિજાતિ વિસ્તારોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને 89 નવી એમ્બ્યુલન્સનું આયોજન કરાયું છે. તેમાં ગંભીર દર્દીઓ માટે 22 એડવાન્સ્ડ લાઈફ સપોર્ટ (ALS), સામાન્ય ઇમરજન્સી પરિવહન અને જીવનરક્ષક જરૂરિયાતો માટે 55 બેઝિક લાઈફ સપોર્ટ (BLS) તથા દુર્ગમ રસ્તા, કાચા માર્ગો અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઉપયોગી બને તેવી 12 ફોર-વ્હીલ ડ્રાઇવ (4WD) એમ્બ્યુલન્સનો સમાવેશ થાય છે. ભારે વરસાદ અને પૂર વખતે 4WD એમ્બ્યુલન્સ ઉપયોગી બનશે આદિજાતિ વિસ્તારોમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને પૂરથી રસ્તાઓની સ્થિતિ મુશ્કેલ બનતી હોય છે. આવી સ્થિતિમાં સામાન્ય એમ્બ્યુલન્સને દર્દી સુધી પહોંચવામાં પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને 12 ખાસ 4WD એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવશે. આ વાહનો મુશ્કેલ અને કાચા રસ્તાઓ તેમજ પૂરપ્રભાવિત વિસ્તારોમાં પણ ઇમરજન્સી દર્દીઓ સુધી પહોંચવા માટે ઉપયોગી બનશે. ગોલ્ડન અવરમાં સારવારની શક્યતા વધશે સરકારના આયોજન મુજબ એમ્બ્યુલન્સનો રિસ્પોન્સ ટાઈમ ઘટવાથી દર્દીને સ્થળ પરથી ઝડપથી ઉપાડી હોસ્પિટલ સુધી પહોંચાડવામાં પણ મદદ મળશે. ઇમરજન્સીની સ્થિતિમાં 'ગોલ્ડન અવર' દરમિયાન જરૂરી સારવાર મળી રહેવાની શક્યતા વધારવાનો આ પ્રયાસ છે. એટલે કે નવી વ્યવસ્થામાં માત્ર એમ્બ્યુલન્સને દર્દી સુધી ઝડપથી પહોંચાડવા જ નહીં, પરંતુ દર્દીને હોસ્પિટલ સુધી ઝડપથી પહોંચાડવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ખરીદીની પ્રક્રિયા ચાલુ, ટૂંક સમયમાં સેવા શરૂ થશે આ 89 નવી ઇમરજન્સી એમ્બ્યુલન્સ ખરીદવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં આ એમ્બ્યુલન્સો આદિજાતિ વિસ્તારોમાં કાર્યરત કરવામાં આવશે. રાજ્ય સરકારનો હેતુ ભૌગોલિક રીતે પડકારજનક વિસ્તારોમાં રહેતા આદિજાતિ પરિવારોને ઇમરજન્સીના સમયે સમયસર અને જીવનરક્ષક તબીબી સેવા ઉપલબ્ધ કરાવવાનો છે.
    Click here to Read More
    Previous Article
    બાળક નથી જોઈતું કહી પતિનું મહિલા ડોક્ટરને ગર્ભપાત કરાવવા દબાણ:પતિએ 12 વર્ષ જૂનો સંબંધ છૂપાવી લગ્ન કર્યા, સાસરીયાઓએ ₹5 લાખનું દહેજ માંગ્યું, પરિણીતાની ફરિયાદ
    Next Article
    જૂનાગઢ SOGએ PIT NDPS હેઠળ બે શખસની અટકાયત કરી:માદક પદાર્થોના વેચાણ સાથે સંકળાયેલો એક આરોપી અમદાવાદ અને બીજો આરોપી વડોદરાની જેલમાં ધકેલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment