Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જસદણની 'આલ્ફા ક્લાસ' અંગે પોલીસ અહેવાલ બાદ શિક્ષણ વિભાગ હરકતમાં:શાળામાં નોંધાયેલા વિદ્યાર્થીઓ ખાનગી ક્લાસમાં ભણતા હોવાનો તપાસમાં ઘટસ્ફોટ

    7 hours ago

    જસદણની આલ્ફા ક્લાસ અંગે પોલીસ વિભાગના અહેવાલમાં પ્રાથમિક શાળામાં નોંધાયેલા વિદ્યાર્થીઓ નિયમિત શાળામાં અભ્યાસ કરવાના બદલે ખાનગી કોચિંગ/ક્લાસીસમાં અભ્યાસ કરતા હોવાની ગંભીર બાબત સામે આવતા પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ કાર્યવાહી શરૂ કરવા આદેશ કર્યો છે. તા. 16 સપ્ટેમ્બર, 2026ના પત્રમાં સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું છે. પોલીસ વિભાગ તરફથી મળેલા અહેવાલમાં વિવિધ જિલ્લાઓના વિદ્યાર્થીઓ તથા તેમની શાળા સંબંધિત વિગતો પણ દર્શાવવામાં આવી હોવાનું શિક્ષણ વિભાગે જણાવ્યું છે. વિદ્યાર્થીઓની શાળામાં નિયમિત હાજરી, શાળાકીય શિક્ષણની ગુણવત્તા તથા મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ, 2009 (RTE Act) ની જોગવાઈઓ સાથે આ મામલો સીધી રીતે સંકળાયેલો હોવાથી વિભાગે તેને ગંભીરતાથી લીધો છે. મુખ્ય શિક્ષક અને વર્ગ શિક્ષકને કારણદર્શક નોટિસ શિક્ષણ વિભાગે સંબંધિત શાળાના મુખ્ય શિક્ષક અને વર્ગ શિક્ષકને કારણદર્શક નોટિસ પાઠવવા સૂચના આપી છે. નોટિસની બજવણીની પહોંચ પણ મેળવવાની રહેશે. સાથે જ શિક્ષકો પાસેથી વિદ્યાર્થીઓની હાજરી અને ખાનગી કોચિંગ અંગે વિગતવાર લેખિત ખુલાસો તથા આધાર-પુરાવા માંગવામાં આવશે. હાજરી રજિસ્ટર અને વાલીઓ સાથેના સંદેશાવ્યવહારની પણ તપાસ વિભાગના આદેશ મુજબ વર્ગખંડના હાજરી રજિસ્ટર, ગેરહાજર વિદ્યાર્થીઓના વાલીઓને કરવામાં આવેલા સંદેશાવ્યવહાર/જાણની વિગતો પણ મેળવવાની રહેશે. નોટિસના જવાબ માટેની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ મળેલા ખુલાસા અને દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કરીને નિયમોનુસાર આગળની શિસ્તવિષયક કાર્યવાહી હાથ ધરવા જણાવાયું છે. સંબંધિત મુખ્ય શિક્ષક અને વર્ગ શિક્ષકને 25 સપ્ટેમ્બર, 2026 સુધીમાં નોટિસની બજવણી કરી, નિયત નમૂના મુજબનું પ્રમાણપત્ર પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીને મોકલવા આદેશ કરાયો છે. નોટિસ સાથે વર્ગ શિક્ષક અને મુખ્ય શિક્ષક માટે કારણદર્શક નોટિસનો નમૂનો તથા પ્રમાણપત્ર પણ મોકલવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગરબા સ્પર્ધાનું કામ નામંજૂર કરાયું:મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 7 પૈકી 1 કામ મુલતવી, 1 નામંજૂર
    Next Article
    બાળક નથી જોઈતું કહી પતિનું મહિલા ડોક્ટરને ગર્ભપાત કરાવવા દબાણ:પતિએ 12 વર્ષ જૂનો સંબંધ છૂપાવી લગ્ન કર્યા, સાસરીયાઓએ ₹5 લાખનું દહેજ માંગ્યું, પરિણીતાની ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment