Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં 12 ટાયર ચોરીનો ભેદ ઉકેલાયો:₹48 હજારના મુદ્દામાલ સાથે 1 ઝડપાયો, સાથીદારનું નામ ખુલ્યું

    10 hours ago

    ગોધરા શહેરમાં મોટરસાઈકલના મેકવ્હીલ સાથેના 12 ટાયરોની ચોરીનો ભેદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પંચમહાલ-ગોધરાએ ઉકેલી કાઢ્યો છે. પોલીસે ₹48,000ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે તેના એક સાથીદારનું નામ પણ ખુલ્યું છે. પંચમહાલ-ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરીના માર્ગદર્શન અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતની સૂચના હેઠળ, LCB પોલીસ ઈન્સ્પેક્ટર એ.બી. વોરાની ટીમ મિલકત સંબંધિત વણશોધાયેલા ગુનાઓને ઉકેલવા સક્રિય હતી. આ દરમિયાન, LCBના પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ નારણભાઈને ખાનગી બાતમીદાર મારફતે ચોક્કસ માહિતી મળી હતી. બાતમી મુજબ, વ્હોરવાડના રોયલ એવન્યુ એપાર્ટમેન્ટના પાર્કિંગ અને આસપાસના વિસ્તારમાંથી ચોરાયેલા ટાયરો ગોધરા જૂની આર.ટી.ઓ. રોડ પર ટીવી સ્ટેશનની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં છુપાવવામાં આવ્યા હતા. આ બાતમીના આધારે, LCBના પો.સ.ઈ. એચ.આર. જેતાવત અને સ્ટાફે સ્થળ પર વોચ ગોઠવી હતી. બાતમી મુજબનો શખ્સ ત્યાં આવતા પોલીસે તેને ચારેય તરફથી ઘેરીને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઝડપાયેલા શખ્સ પાસેથી મોટરસાઈકલના મેકવ્હીલ સાથેના કુલ 12 ટાયરો કબજે કર્યા હતા, જેની કિંમત આશરે ₹48,000 થાય છે. ટાયરો અંગે આધાર-પુરાવા માંગતા, આરોપી કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. ઝડપાયેલા આરોપીની ઓળખ રીઝવાન શબ્બીર ડમરી (ઉંમર 22, રહે. ગોંદ્રા સર્કલ, ગુલશન સોસાયટી, ગોધરા) તરીકે થઈ છે. આ ગુનામાં સદામહુસૈન વસીમ મન્સુરી (રહે. ગોંદ્રા સર્કલ, નુરાની મસ્જિદ પાસે, ગોધરા)નું નામ સહઆરોપી તરીકે સામે આવ્યું છે. પોલીસની પૂછપરછ દરમિયાન, આરોપી રીઝવાને 23 ઓગસ્ટની રાત્રે આશરે 1 થી 2 વાગ્યાના સમયગાળા દરમિયાન રોયલ એવન્યુ એપાર્ટમેન્ટના પાર્કિંગ અને આસપાસના વિસ્તારમાંથી આ 12 ટાયરોની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ પાલિકાએ રખડતા પશુઓને પકડવા વિશેષ ઝુંબેશ હાથ ધરી:મુખ્ય માર્ગો પરથી 10 થી વધુ ગદર્ભને પકડી પાંજરાપોળ મોકલાયા
    Next Article
    અરવલ્લીના બે વડીલોનું દેહદાન કર્યું:મેડિકલ વિદ્યાર્થીઓને અભ્યાસમાં અમૂલ્ય સહાય મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment