Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લીના બે વડીલોનું દેહદાન કર્યું:મેડિકલ વિદ્યાર્થીઓને અભ્યાસમાં અમૂલ્ય સહાય મળશે

    9 hours ago

    અરવલ્લી જિલ્લામાં જાયન્ટ્સ મોડાસાની પ્રેરણાથી બે વડીલોએ દેહદાન કર્યું છે. મોડાસા તાલુકાના ધોલવાણી કંપાના સ્વ. મોઘીબેન સવગણભાઈ પારસીયા અને ગણેશપુરા કંપાના સ્વ. અંબાલાલભાઈ કરમશીભાઈ પટેલે સમાજને પ્રેરણા પૂરી પાડી છે. આ દેહદાન ઝાયડસ મેડિકલ કોલેજ, દાહોદ ખાતે કરવામાં આવ્યું હતું. આ બંને દેહદાન જાયન્ટ્સ મોડાસા માટે પાંચમું અને છઠ્ઠું દેહદાન બન્યું છે. દેહદાન અને અંગદાન જેવી માનવતાપૂર્ણ પ્રવૃત્તિઓ સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે, જે મેડિકલ શિક્ષણ અને સંશોધન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જાયન્ટ્સ મોડાસાના રક્તદાન, દેહદાન અને ચક્ષુદાન પ્રોજેક્ટના ચેરમેન નવીનભાઈ રામાણી, પ્રમુખ અમરીશ પંડ્યા અને તેમની ટીમ દ્વારા સમાજમાં દેહદાન અંગે સતત જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનની ઇન્ટરનેશનલ કમિટીના સભ્ય નિલેશ જોશીએ જણાવ્યું હતું કે, દેહદાનથી મેડિકલ વિદ્યાર્થીઓને માનવ શરીરની રચના અને તબીબી અભ્યાસ માટે અમૂલ્ય સહાય મળે છે. જાયન્ટ્સ દ્વારા દેહદાન અંગેની ભય અને અંધશ્રદ્ધા દૂર કરવા સતત પ્રયાસો કરાઈ રહ્યા છે, જેના પરિણામે અનેક લોકોએ સ્વૈચ્છિક રીતે દેહદાન કરવાનો સંકલ્પ કર્યો છે. પ્રસંગે ઇસ્કોન મંદિરના પ્રભુ મનુભીષ્ટન દાસ અને કબીરપંથી મહંત બાલકદાસજીએ ભગવદ્ ગીતાના સંદર્ભ સાથે મનુષ્યના જન્મ અને મૃત્યુ અંગે આધ્યાત્મિક સમજ આપી હતી. તેમણે દેહદાન જેવી પ્રવૃત્તિને બિરદાવીને તેને માનવતાની ઉત્તમ સેવા ગણાવી હતી. આ દેહદાન થકી તબીબી શિક્ષણને પ્રોત્સાહન મળે છે અને ભવિષ્યમાં અનેક દર્દીઓની સારવાર કરનારા તબીબોના ઘડતરમાં પણ આ સેવા પરોક્ષ રીતે યોગદાન આપે છે. આ સેવાકીય પ્રવૃત્તિમાં જાયન્ટ્સ કલ્પેશ પંડ્યા, પ્રદીપભાઈ ખંભોળજા, મંત્રી વિનોદભાઈ ભાવસાર અને પ્રવીણભાઈ પરમાર સહિતના સભ્યો સક્રિય રહ્યા હતા. દેહદાન કરનાર સ્વ. મોઘીબેન પારસીયાના પરિવારજનો શાંતિલાલ પારસીયા અને પ્રકાશ પારસીયા, તેમજ સ્વ. અંબાલાલભાઈ પટેલના પુત્ર વિજયભાઈ પટેલ અને તેમના પરિવારજનોએ આ માનવસેવા માટે સંમતિ આપી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. બંને પરિવારોના આ નિર્ણયથી દેહદાન અંગે સમાજમાં જાગૃતિ વધશે અને અન્ય લોકો પણ માનવસેવાના આ પવિત્ર કાર્ય માટે પ્રેરાશે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં 12 ટાયર ચોરીનો ભેદ ઉકેલાયો:₹48 હજારના મુદ્દામાલ સાથે 1 ઝડપાયો, સાથીદારનું નામ ખુલ્યું
    Next Article
    CA-CS વિદ્યાર્થીઓ સાથે 'મન કી બાત'માં પાટીલે રાહુલને આડેહાથ લીધા:કહ્યું- 'રાહુલ કે અખિલેશ જંતર-મંતર ગયા હોત તો Gen-Z યુવાનો ઉઠાવીને ફેંકી દેત કે મારત'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment