Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાયોલોજીના પેપર સાથે ધો.12 સાયન્સ બોર્ડની પરીક્ષા પૂર્ણ:શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂરી થતા વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો, હવે વિદ્યાર્થીઓ NEETની તૈયારીમાં લાગશે

    2 days ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાના છેલ્લા પેપરની પરીક્ષા યોજાઈ હતી. બાયોલોજીના પેપર સાથે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે. લાંબા સમયથી ચાલી રહેલી પરીક્ષાના અંતિમ પેપર હોવાથી વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. પરીક્ષામાં તમામ પેપર સરળ પૂછાયા અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, વેકેશનના બદલે વિદ્યાર્થીઓ આગામી પરીક્ષાની તૈયારીઓમાં લાગી જવાના છે. મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે નીટ સહિતની પરીક્ષાઓની તૈયારીઓ પણ વિદ્યાર્થીઓ શરૂ કરી દીધી છે. અંતિમ પેપરના દિવસે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાના અંતિમ પેપરના દિવસે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદ સહિત રાજ્યભરના પરીક્ષા કેન્દ્રોમાં શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષાના અંતિમ દિવસે બાયોલોજીનું પેપર આપવા આવેલા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો બહાર પર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. ફિઝિક્સ અને કેમિસ્ટ્રી જેવા મહત્વના વિષયોના પેપર સરળ પૂછાયા હતા. જેના કારણે તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે પેપર સોલ્વ કરવું સરળ બન્યું હતું. બોર્ડની પરીક્ષાઓ દરમિયાન પણ મોટાભાગના કેન્દ્રોમાં શાંતિપૂર્ણ માહોલ રહ્યો હતો. મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે NEET મહત્વપૂર્ણ ગણાય લાંબા સમયથી પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત રહેલા વિદ્યાર્થીઓ માટે હવે થોડી માનસિક રાહત મળી છે. જોકે, ઘણા વિદ્યાર્થીઓ માટે વેકેશન જેવી સ્થિતિ નથી. ખાસ કરીને મેડિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં આગળ અભ્યાસ કરવાની ઇચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ હવે આગામી પરીક્ષાની તૈયારીમાં લાગી જવાના છે. મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે NEET મહત્વપૂર્ણ ગણાય છે. જેથી બોર્ડની પરીક્ષા પૂર્ણ થતાં જ અનેક વિદ્યાર્થીઓ NEETની તૈયારી શરૂ કરી દેવાના છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજમાં એડમિશન મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. એક-બે દિવસનો બ્રેક લઈને ફરીથી તૈયારીઓ શરૂ કરી દઈશું વિદ્યાર્થી આદિત્ય શાહે જણાવ્યું હતું કે, પરીક્ષા પૂર્ણ થતા ઘણું બધું ટેન્શન દૂર થશે પરંતુ, નીટની પરીક્ષાઓ માટેની પણ શરૂ કરી દીધી છે. એક-બે દિવસનો બ્રેક લઈને ફરીથી તૈયારીઓ શરૂ કરી દઈશું. છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. જોકે હવે મોક ટેસ્ટ ના આધારે જેમાં ભૂલ થઈ રહી છે તે સુધારવાનો પ્રયાસ કરીશું. વિદ્યાર્થીની હેલી શાહે જણાવ્યું હતું કે, આ વખતે ફિઝિક્સનું પેપર થોડું સરળ હતું, કેમેસ્ટ્રીના MCQ થોડા અઘરા પૂછાયા હતા. છેલ્લી પરીક્ષા હોવાથી તેનું એક્સાઈટમેન્ટ વધારે છે. પરંતુ હવે આગામી પરીક્ષાઓની તૈયારીઓ પણ શરૂ કરી દઈશું. MCQની તૈયારીઓ સાથે-સાથે પણ કરી છે. બોર્ડની પરીક્ષા પૂર્ણ થતા અડધું ટેન્શન દૂર થયું છે પરંતુ, કોલેજમાં એડમિશન મેળવવા માટે આગામી પરીક્ષાઓ પણ મહત્વની રહેવાની છે. મેડિકલ અથવા પેરા મેડિકલ ફિલ્ડમાં જવાનો વિચાર છે જેથી તે પ્રમાણેની તૈયારીઓ પણ કરી છે. આગામી પરીક્ષાઓની તૈયારીને લઈને પણ થોડું ટેન્શન રહેવાનું છે વિદ્યાર્થીની પ્રાપ્તિ મોદીએ જણાવ્યું હતું, તમામ પેપર સરળ પૂછાતા પરીક્ષા સારી ગઈ છે તેમજ ગુજકેટની પરીક્ષા માટેની તૈયારી પણ શરૂ કરી દીધી છે. થોડું ટેન્શન દૂર થશે પરંતુ આગામી પરીક્ષાઓની તૈયારીને લઈને પણ થોડું ટેન્શન રહેવાનું છે. નીટમાં જો સારા માર્ક આવી જાય તો મેડિકલ ફિલ્ડમાં જવા નહીં ઈચ્છા છે. નહિતર પછી ફાર્મસી કરવાનો વિચાર કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરતની અનિશાએ નેશનલ લેવલે જીત્યું બ્રોન્ઝ:માત્ર 1 વર્ષની તાલીમમાં અકસ્માતના આઘાતને હરાવી હૈદરાબાદમાં મેળવી ઐતિહાસિક સફળતા
    Next Article
    દક્ષિણ ગુજરાતની સિવિલમાં અભિનવ સેવાયજ્ઞ:હવે પોસ્ટમોર્ટમ રૂમ પર કફન, પ્લાસ્ટિક અને સ્પેશિયલ કોફિન બોક્સ મળશે મફત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment