Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દક્ષિણ ગુજરાતની સિવિલમાં અભિનવ સેવાયજ્ઞ:હવે પોસ્ટમોર્ટમ રૂમ પર કફન, પ્લાસ્ટિક અને સ્પેશિયલ કોફિન બોક્સ મળશે મફત

    2 days ago

    દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલ ખાતે માનવતાના અભિગમ સાથે એક વિશેષ સેવાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આ સેવાકાર્ય શરૂ કરાયું છે, જેનો મુખ્ય હેતુ સ્વજન ગુમાવનાર પરિવારજનોને મુશ્કેલ સમયમાં મદદરૂપ થવાનો છે. નિઃશુલ્ક કફન અને કોફિન બોક્સની સુવિધા નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે સ્વ. મંજુલાબેન રમેશચંદ્ર પટેલના સ્મરણાર્થે આ પ્રવૃત્તિ વેગવંતી બની છે. શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ, ફોસ્ટા પ્રમુખ કૈલાશ હકીમ, પૂર્વ ઉપાધ્યક્ષ છોટુભાઈ પાટીલ તથા પૂર્વ નગરસેવક દિનેશ રાજપુરોહિતના વિશેષ સહયોગથી હવે મૃતદેહ માટે જરૂરી કફન, પ્લાસ્ટિક અને અન્ય સામગ્રી વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. સૌથી મહત્વની બાબત એ છે કે, જો કોઈ મૃતદેહને વિમાન કે ટ્રેન મારફતે વતન લઈ જવાનો હોય, તો તેના માટે જરૂરી મોંઘા 'સ્પેશિયલ કોફિન બોક્સ' પણ હવેથી મફત ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત, જે પરિવારો અંગદાનનો ઉમદા નિર્ણય લે છે, તેમના સ્વજનના દેહને પણ સન્માનજનક વિદાય આપવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પરિવારજનો માટે ચા-પાણી અને કર્મચારીઓનું સન્માન માત્ર અંતિમ વિધિની સામગ્રી જ નહીં, પરંતુ પોસ્ટમોર્ટમ રૂમની બહાર કલાકો સુધી રાહ જોતા પરિવારજનોની સુવિધા માટે નિઃશુલ્ક ચા-પાણીની વ્યવસ્થા પણ કાર્યરત કરવામાં આવી છે. આ પ્રસંગે હોસ્પિટલના સફાઈકર્મીઓના સમર્પણને બિરદાવવા માટે તેઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડો. ધારિત્રી પરમાર, ટી.બી. વિભાગના વડા ડો. પારૂલ વડગામા સહિત ઈકબાલ કડીવાલા, ડો. કેતન નાયક અને નર્સિંગ એસોસિએશનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    બાયોલોજીના પેપર સાથે ધો.12 સાયન્સ બોર્ડની પરીક્ષા પૂર્ણ:શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂરી થતા વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો, હવે વિદ્યાર્થીઓ NEETની તૈયારીમાં લાગશે
    Next Article
    Ahmedabad Crime News | અમદાવાદના બાપુનગરમાં ટ્યુશનમાં બેસવા બાબતે બબાલ | Bapunagar | Coaching Center

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment