Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો:શિક્ષણમંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં 'હેલ્ધી એજિંગ' થીમ પર યોગાભ્યાસ, ITRA ખાતે 2000થી વધુ લોકો જોડાયા

    2 days ago

    જામનગરમાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડક્વાર્ટર ખાતે 'Yoga for Healthy Ageing' થીમ પર આ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, સરકારી અધિકારીઓ-કર્મચારીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. યોગના માધ્યમથી સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત સૌએ વિવિધ યોગાસનો અને ધ્યાનની ક્રિયાઓ કરી હતી. આ કાર્યક્રમ દ્વારા સ્વસ્થ જીવનશૈલી, રોગપ્રતિકારક શક્તિમાં વધારો અને માનસિક એકાગ્રતા જેવા વિષયો અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ કાર્યક્રમ માત્ર યોગાભ્યાસ પૂરતો મર્યાદિત ન રહેતા, સમાજના તમામ વર્ગોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને 'ફિટ ઇન્ડિયા'ના સંકલ્પને મજબૂત બનાવવાનો સંદેશ ફેલાવ્યો હતો. કાર્યક્રમના અંતે, સૌએ નિયમિત યોગાભ્યાસ દ્વારા નિરોગી અને સક્રિય જીવન જીવવાનો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોલકાત્તા ખાતેના અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માણસા ખાતેના યોગ દિવસ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં યોગને માનવજાત માટે અમૂલ્ય ભેટ ગણાવી, સૌ નાગરિકોને દૈનિક જીવનમાં યોગ અપનાવવા પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પી.બી. પંડયા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, અગ્રણી ડો. વિનોદભાઈ ભંડેરી, નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી આદર્શ બસર, અગ્રણીઓ ભવાનભાઈ ચૌહાણ, સુનીલ રાઠોડ, ભવદીપ પંડ્યા, પોલીસ, હોમગાર્ડ્સ, રમતવીરો, વિદ્યાર્થીઓ, વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ તેમજ આર્મી, નેવી અને એરફોર્સના જવાનો સહિતના મહાનુભાવો અને પ્રતિનિધિઓ સહભાગી થયા હતા. ITRA જામનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત ITRA જામનગર દ્વારા 21 જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ધન્વંતરી મેદાન ખાતે કોમન યોગ પ્રોટોકોલ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 2000થી વધુ લોકોએ એકસાથે યોગાભ્યાસ કર્યો હતો. આ કાર્યક્રમ સંસ્થાના ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરીની અધ્યક્ષતામાં યોજાયો હતો. કૃષ્ણ પ્રણામી સંપ્રદાયના લક્ષ્મણ દેવ સ્વામીજી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. યોગાભ્યાસ કરનારાઓમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો, કર્મચારીઓ, CISFના જવાનો, WHO-GTMCના કર્મચારીઓ, ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટીના સભ્યો અને જાહેર જનતા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ કાર્યક્રમમાં વિવિધ યોગ મુદ્રાઓ દ્વારા યોગને આત્મસાત કરવાનો પ્રયાસ કરાયો હતો. ITRA યોગ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ 'યોગ ફ્યૂઝન' થકી સંગીત અને યોગનો સંગમ રજૂ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોગ પહેલની વૈશ્વિક યાત્રાને દર્શાવતી "યોગ હું થી હું નો સંગમ" શીર્ષક હેઠળની ઓડિયો-વીડિયો ઝાંખી પણ પ્રસ્તુત કરવામાં આવી હતી. આ પ્રસ્તુતિ પ્રો. વૈદ્ય મનોજ નેસરી દ્વારા ITRA અને તેની ટીવી ચેનલ ANCN ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી હતી, જે જામનગર માટે ગૌરવની ક્ષણ હતી.
    Click here to Read More
    Previous Article
    પોર્ન જોયા પછી સગીર મામાએ માસૂમ ભાણી પર બળાત્કાર કર્યો:ગોરખપુર પોલીસે ધરપકડ કરતા રડી પડ્યો, બોલ્યો- મારી ભૂલ થઈ ગઈ; ફોનમાંથી 50 અશ્લીલ વીડિયો મળી આવ્યા
    Next Article
    ભાવનગરમાં ચાની લારીની અદાવતમાં ધોકા-છરી ઉછળ્યાં, VIDEO:પિતા-બે પુત્રએ યુવકને ખુરશી-મુક્કાથી માર્યો; દંડો ખેંચતા દાદા ગોથું ખાઈ નીચે પટકાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment