Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ધો.12 સાયન્સનું 84.43% સામાન્ય પ્રવાહનું 94.77% પરિણામ:8 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો, 75 વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં A1

    8 hours ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલી ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ આજે સવારે 10 વાગ્યે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટસ એમ ત્રણેય પ્રવાહના પરિણામનો સમાવેશ થાય છે. પાટણ જિલ્લામાં ધોરણ 12 સાયન્સનું 84.43% અને સામાન્ય પ્રવાહનું 94.77% પરિણામ નોંધાયું છે. પરિણામ બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના ઇન્ડેક્સ નંબર દાખલ કરીને માર્કશીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢવામાં આવી હતી. ઘણા વિદ્યાર્થીઓએ પોતાના મોબાઇલ ફોનમાં પણ પરિણામ જોયું હતું. જોકે, કેટલીક શાળાઓમાં સર્વર પ્રોબ્લેમના કારણે વેબસાઇટ ખુલવામાં મુશ્કેલી પડી હતી. પાટણ જિલ્લામાં ધોરણ 12 સાયન્સમાં કુલ 1580 વિદ્યાર્થીઓમાંથી 8 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ હાંસલ કર્યો છે. આ ઉપરાંત, 102 વિદ્યાર્થીઓએ A2, 243 વિદ્યાર્થીઓએ B1, 306 વિદ્યાર્થીઓએ B2, 344 વિદ્યાર્થીઓએ C1, 272 વિદ્યાર્થીઓએ C2 અને 59 વિદ્યાર્થીઓએ D ગ્રેડ મેળવ્યો હતો. સાયન્સ પ્રવાહનું જિલ્લાનું કુલ પરિણામ 84.43% રહ્યું હતું. ગુજકેટનું પરિણામ પણ આ સાથે જાહેર કરવામાં આવ્યું હતું. સાયન્સ પ્રવાહના કેન્દ્રવાર પરિણામની વાત કરીએ તો, પાટણ કેન્દ્રનું 85.93% સિદ્ધપુરનું 83.07% ચાણસ્મા કેન્દ્રનું 68.37% અને રાધનપુર કેન્દ્રનું 88.87% પરિણામ આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પાટણ જિલ્લામાં કુલ 8243 વિદ્યાર્થીઓમાંથી 75 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 552 વિદ્યાર્થીઓએ A2, 1260 વિદ્યાર્થીઓએ B1, 1775 વિદ્યાર્થીઓએ B2, 2171 વિદ્યાર્થીઓએ C1, 1661 વિદ્યાર્થીઓએ C2 અને 315 વિદ્યાર્થીઓએ D ગ્રેડ હાંસલ કર્યો હતો. સામાન્ય પ્રવાહનું જિલ્લાનું કુલ પરિણામ 94.77% નોંધાયું છે. સામાન્ય પ્રવાહના કેન્દ્રવાર પરિણામમાં પાટણનું 94.91% સિદ્ધપુરનું 95.37% રાધનપુરનું 97.50% ચાણસ્માનું 91.69% કોઇટાનું 95.30% વાયડનું 99.04% મેથાણનું 97.02% ધીનોજનું 91.41% હારીજનું 99.63% શંખેશ્વરનું 92.65% વારાહીનું 91.43% સમીનું 93.86% બાલીસણાનું 94.12% અને સરિયાદનું 84.45% પરિણામ રહ્યું હતું. જેમાં હારીજ કેન્દ્રનું પરિણામ સૌથી વધુ રહ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    આયુષ્માનની ફિલ્મ પર ચીટિંગને પ્રમોટ કરવાનો આરોપ:એક્ટરની 'પતિ પત્ની ઔર વો 2' ફિલ્મ પર સ્પષ્ટતા, કહ્યું- એક સ્વચ્છ પારિવારિક મૂવી છે
    Next Article
    પરિણીતાનું ફેક એકાઉન્ટ બન્યું:વટવામાં મહિલાના ફોટા સાથે ઈન્સ્ટાગ્રામમાં આઇડી બનાવી બીભત્સ લખાણ સાથે ફોટા મૂકવામાં આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment