Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિણીતાનું ફેક એકાઉન્ટ બન્યું:વટવામાં મહિલાના ફોટા સાથે ઈન્સ્ટાગ્રામમાં આઇડી બનાવી બીભત્સ લખાણ સાથે ફોટા મૂકવામાં આવ્યા

    7 hours ago

    શહેરના વટવા વિસ્તારમાં પી.ડી. પંડ્યા કોલેજ રોડ પર રહેતી 34 વર્ષીય પરિણીતાની ગરિમાને ઠેસ પહોંચાડવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોઈ અજ્ઞાત શખસે પરિણીતાના નામે નકલી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેમાં પરિણીતા અને તેના નણંદના ફોટા મૂકી અત્યંત ખરાબ અને બીભત્સ લખાણ લખી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. સગા-સંબંધીઓને મોકલવામાં આવ્યા બીભત્સ મેસેજ ગત 6 એપ્રિલના રોજ વટવા વિસ્તારમાં પીડી પંડ્યા કોલેજ રોડ પર રહેતી પરિણીતાને તેના દિયરે તેના જ નામનું એક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બતાવ્યું હતું. આ એકાઉન્ટના ડિસ્પ્લે પિક્ચર (DP) માં પરિણીતાનો ફોટો રાખવામાં આવ્યો હતો. પરિણીતાએ આ એકાઉન્ટ તેનું ન હોવાનું સ્પષ્ટ કર્યું હતું. ત્યારબાદ અન્ય સગા-સંબંધીઓએ પણ જાણ કરી હતી કે, આ એકાઉન્ટ પરથી છેલ્લા કેટલાય સમયથી અશ્લીલ અને બીભત્સ મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. ફેક એકાઉન્ટ બનાવનાર શખ્સે માત્ર ફોટા જ નહીં, પરંતુ પરિણીતા અને તેના નણંદ વિશે ગંદી ચેટ અને લખાણવાળા સ્ક્રીનશોટ પણ સગા-સંબંધીઓને મોકલ્યા હતા. આ હરકત દ્વારા પરિણીતાની સામાજિક બદનામી કરવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાયબર નિષ્ણાતોની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા આ સમગ્ર મામલે પરિણીતાના પતિએ શરૂઆતમાં વટવા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. ત્યારબાદ આ બાબતે ગંભીરતાથી નોંધ લઈને મહિલાએ વટવા પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈટી એક્ટ અને બદનામીની કલમો હેઠળ ગુનો નોંધીને ફેક એકાઉન્ટ બનાવનાર આરોપી સુધી પહોંચવા માટે સાયબર નિષ્ણાતોની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ધો.12 સાયન્સનું 84.43% સામાન્ય પ્રવાહનું 94.77% પરિણામ:8 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો, 75 વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં A1
    Next Article
    "Tension Na Lein": Babar Azam Interrupts Reporter, Makes Bold 3-Format Declaration

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment