Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ત્રણ દિવસથી ધોધમાર વરસાદ:12 કલાકમાં સરેરાશ 7.36 ઇંચ વરસાદ, કપરાડામાં સૌથી વધુ 12 ઇંચ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ; જિલ્લાના 329 રસ્તા બંધ

    22 hours ago

    વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મંગળવાર રાત્રિથી શરૂ થયેલો વરસાદ બુધવારે પણ યથાવત રહેતા જિલ્લાનું જનજીવન પ્રભાવિત બન્યું છે. છેલ્લા 24 કલાકના ભારે વરસાદ બાદ જિલ્લાનો કુલ સિઝનલ વરસાદ 1442.29 મી.મી. એટલે કે 57.69 ઇંચ સુધી પહોંચી ગયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોની અવરજવર મુશ્કેલ બની છે. 12 કલાકમાં સરેરાશ 7.36 ઇંચ વરસાદ, કપરાડામાં સૌથી વધુ 12 ઇંચ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષાના અહેવાલ મુજબ, 21 જુલાઈ સાંજે 6 વાગ્યાથી 22 જુલાઈ સવારે 6 વાગ્યા સુધીના 12 કલાકમાં જિલ્લામાં સરેરાશ 184.14 મી.મી. (7.36 ઇંચ) વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં 299 મી.મી. (12 ઇંચ) નોંધાયો હતો, જ્યારે ઉમરગામમાં 133 મી.મી. (5.32 ઇંચ) વરસાદ પડ્યો હતો. વલસાડ શહેરમાં 10 ઇંચ વરસાદ, તિથલ રોડ-અબ્રામા પાણીમાં ગરકાવ વરસાદનો દોર સવારે પણ ચાલુ રહેતા સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીના 10 કલાકમાં માત્ર વલસાડ તાલુકામાં જ 243 મી.મી. (10 ઇંચ) વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે તિથલ રોડ, અબ્રામા સહિતના અનેક રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાતા અનેક વાહનો અટવાયા હતા અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 329 રસ્તા વાહનવ્યવહાર માટે બંધ ભારે વરસાદ અને કોઝવે પર પાણી ફરી વળવાને કારણે જિલ્લાના કુલ 329 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. માર્ગ અને મકાન વિભાગના અહેવાલ મુજબ તેમાં 14 સ્ટેટ હાઈવે અને 315 પંચાયત માર્ગોનો સમાવેશ થાય છે. સૌથી વધુ 74 રસ્તાઓ વલસાડ અને પારડી તાલુકામાં બંધ થયા છે. ઉપરાંત કપરાડામાં 63, નાનાપોંઢામાં 58, ધરમપુરમાં 45, ઉમરગામમાં 12 તેમજ ધરમપુર-વાંસદા બોર્ડર વિસ્તારમાં 3 રસ્તાઓ પર વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. કલેક્ટરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી, NDRF તૈનાત પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને પૂરગ્રસ્ત અને નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી વધુ ઝડપી બનાવવા સૂચના આપી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. સ્થળાંતરિત પરિવારોને સહાય સ્થળાંતરિત પરિવારો માટે સેવાભાવી સંસ્થાઓના સહયોગથી ફૂડ પેકેટ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી-નાળાઓ અને કોઝવે નજીક ન જવા તેમજ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં અતિભારે વરસાદની આગાહી:આવતીકાલે શાળાઓમાં રજા જાહેર, ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવા આદેશ
    Next Article
    પેપર લીક અને લાઠીચાર્જ સામે આક્રોશ:વેરાવળમાં NSUI અને યુવા કોંગ્રેસના વિરોધ પ્રદર્શન બાદ કાર્યકરોની અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment