Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં અતિભારે વરસાદની આગાહી:આવતીકાલે શાળાઓમાં રજા જાહેર, ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવા આદેશ

    22 hours ago

    વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તથા વાહનવ્યવહારમાં અવરજવરની મુશ્કેલીઓ સર્જાવાની શક્યતાને પગલે આવતીકાલે, ગુરુવાર, 23 જુલાઈ, 2026ના રોજ તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર પરિપત્ર મુજબ, માનનીય કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી (DDO)ની સૂચનાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ રજા વલસાડ જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ (તમામ બોર્ડ) ને લાગુ પડશે. પરિપત્રમાં વિશેષ નોંધ કરવામાં આવી છે કે બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે શક્ય હોય તો ઓનલાઇન માધ્યમથી અથવા અન્ય જરૂરી વ્યવસ્થા કરીને વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ચાલુ રાખવાનું રહેશે. આ હુકમનું ચુસ્તપણે પાલન કરવાનો અને આ બાબતે કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Ladakh delegation says blocked from meeting Sonam Wangchuk
    Next Article
    વલસાડમાં ત્રણ દિવસથી ધોધમાર વરસાદ:12 કલાકમાં સરેરાશ 7.36 ઇંચ વરસાદ, કપરાડામાં સૌથી વધુ 12 ઇંચ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ; જિલ્લાના 329 રસ્તા બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment