Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો:સાંસદ ચંદુભાઈ શિહોરાની ઉપસ્થિતિમાં જવાહર પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો

    1 day ago

    સુરેન્દ્રનગરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, જિલ્લા વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સુરેન્દ્રનગરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ ૨૧મી જૂનને 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' તરીકે ઉજવી રહ્યું છે, જેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે. તેમણે દુનિયાને યોગનું સાચું મહત્વ સમજાવ્યું છે. વડાપ્રધાનના જીવનમાં યોગના કારણે જ તેઓ ક્યારેય થાકેલા કે નિરાશ જણાતા નથી. સાંસદ શિહોરાએ વધુમાં ઉમેર્યું હતું કે, યોગ માત્ર શારીરિક કસરત કે આસન નથી, પરંતુ તે આત્માને પણ તંદુરસ્ત રાખે છે. યોગ આધ્યાત્મિક જીવન તરફ દોરી જાય છે અને મગજને સકારાત્મક વિચારોથી પ્રફુલ્લિત રાખે છે. પ્રાચીન ઋષિમુનિઓ યોગ દ્વારા હજારો વર્ષ સુધી તંદુરસ્ત આયુષ્ય ભોગવતા હતા, તેવી જ રીતે આપણે પણ યોગને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવો જોઈએ. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને ઝીલી લેવા સૌને અપીલ કરી હતી. સાંસદે માત્ર એક દિવસ પૂરતું નહીં, પરંતુ દરરોજ નિયમિતપણે યોગ અને પ્રાણાયામ કરીને શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે ખાસ અનુરોધ કર્યો હતો. ગુજરાતમાં યોગ બોર્ડ દ્વારા રાજ્યના તમામ શહેરોમાં યોગનું જ્ઞાન પીરસવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં યોગ કો-ઓર્ડિનેટર મોનિકા ચુડાસમાએ મંચ સંચાલન કર્યું હતું. તેમણે કોમન યોગ પ્રોટોકોલ અંતર્ગત ઉપસ્થિત સૌને વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાન કરાવીને સ્વસ્થ અને નશામુક્ત જીવનનો સંકલ્પ લેવડાવ્યો હતો. વડાપ્રધાન અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઉજવાયેલા યોગ દિનનું જીવંત પ્રસારણ પણ સૌએ રસપૂર્વક નિહાળ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જી.એચ.સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર જે.કે.જાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, નિવાસી અધિક કલેક્ટર વી.ડી.સાકરીયા, પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ, જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ, જિલ્લા રમત અધિકારી બળવંતસિંહ ચૌહાણ સહિત જિલ્લાની વિવિધ સંસ્થાઓ તેમજ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં યોગ દિનની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગીરના સિંહોએ યુવાનોનો શિકાર કરી માથું કેમ છોડી દીધું?:128 વર્ષ પહેલાં 9 મહિના સુધી કેન્યામાં આતંક મચાવ્યો હતો, એક્સપર્ટે કહ્યું- જંગલ મોટા ઝૂમાં બદલાયું
    Next Article
    ડાંગ જિલ્લામાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી:આહવા, વઘઈ, સુબીરમાં 'સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ' થીમ પર કાર્યક્રમો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment