Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોમાસું 12 રાજ્યોમાં પહોંચ્યું, 7 દિવસ દ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના:11 જૂન પછી મોસમનો મિજાજ બદલાશે, 42.2 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર

    5 days ago

    રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે આકરી ગરમી પણ યથાવત છે. આજે 6 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. 42.2 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 8થી 11 જૂન સુધી વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો પૂરતો મર્યાદિત રહેશે. 11 જૂન પછી મોસમનો મિજાજ બદલશે અને રાજ્યભરામાં વરસાદ પડી શકે. આગામી 7 દિવસ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. ચોમાસાની સ્થિતીની વાત કરીએ તો દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દેશના અન્ય ભાગોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. સેન્ટ્રલ અરબી સમુદ્ર અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આગામી 3થી 4 દિવસમાં ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. હાલમાં ચોમાસું 12 રાજ્યોમાં પહોંચી ગયું છે. મધ્ય પ્રદેશ અને યુપીમાં વરસાદ નોંધાયો છે. રાજસ્થાનમાં કરા પડ્યા છે. દિલ્હી એરપોર્ટ પર ભારે પવન અને વરસાદને કારણે એર ઇન્ડિયાના 3 વિમાનને નુકસાન થયું છે. હવામાન વિભાગની આગામી 7 દિવસની આગાહી હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી 8થી 14 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. આગામી 7 દિવસ સુધી ગુજરાત રિજીયનમાં વરસાદી માહોલ જોવા મળશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે નવસારી, તાપી, વલસાડ, ડાંગ અને દાદરા નગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. 12થી 14 જૂન સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વરસાદની સંભાવના શરૂઆતના દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિ જોવા મળ્યા બાદ, પાંચમા દિવસથી વરસાદનું જોર વધી શકે છે અને તે ઉત્તર ગુજરાત તરફ પણ આગળ વધે તેવી શક્યતા છે. બીજી તરફ, સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો, આગામી 4 દિવસ સુધી અહીં વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહેશે. જો કે, 12થી 14 જૂન દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફની રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 15થી 20 નોટ્સ અને ક્યારેક વધીને 25 નોટ્સ સુધી પહોંચી શકે છે. આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી સમગ્ર રાજ્ય માટે આગામી 7 દિવસ સુધી કોઈ ખાસ ભારે વરસાદની 'વેધર વોર્નિંગ' નથી. જોકે, ચોમાસાની આગળ વધતી ગતિ વચ્ચે અલગ-અલગ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. ચોમાસાની સ્થિતિ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દેશના પૂર્વોત્તર ભાગો તરફ આગળ વધ્યું છે, જેમાં સમગ્ર નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, આસામ તથા અરુણાચલ પ્રદેશના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે. આગામી 3થી 4 દિવસ દરમિયાન ચોમાસું મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશાના વધુ વિસ્તારોમાં આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિઓ બની રહી છે. હાલમાં ગુજરાત અને આજુબાજુના વિસ્તારો પર નીચલા સ્તરે મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પણ વાંચો…. ચોમાસું 12 રાજ્યોમાં પહોંચ્યું, રાજસ્થાનમાં કરા પડ્યા; દિલ્હી એરપોર્ટ પર ભારે પવનને કારણે 3 વિમાનને નુકસાન દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવાર સુધીમાં ચોમાસું 12 રાજ્યો સુધી પહોંચી ગયું છે. તેણે સમગ્ર કેરળ, કર્ણાટક, મણિપુર, નાગાલેન્ડ અને મિઝોરમને આવરી લીધું છે. મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પ્રી-મોન્સુન વરસાદ થઈ રહ્યો છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં રવિવારે વરસાદ સાથે કરા પડ્યા. મધ્ય પ્રદેશના ઇન્દોર-ખંડવા હાઇવે પર વાવાઝોડાને કારણે ઓટો પલટી ગયું. દિલ્હી એરપોર્ટ પર તીવ્ર વાવાઝોડા અને વરસાદ દરમિયાન ગ્રાઉન્ડ સપોર્ટ ઇક્વિપમેન્ટ્સની ટક્કરથી એર ઇન્ડિયાના ત્રણ નેરો બોડી વિમાનોને નુકસાન થયું. ઘટના બાદ ત્રણેય વિમાનોને ઓપરેશનમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. દિલ્હી-NCRમાં સોમવારથી હવામાનમાં ફેરફાર આવ્યો છે, અહીં ફરી ગરમી વધશે. આવનારા દિવસોમાં તાપમાન 45°C સુધી પહોંચવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર આવતા અઠવાડિયે હીટવેવ જેવી પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર ઉનાળામાં ત્વચા કાળી પડી ગઈ છે?, ડૉક્ટર પાસેથી જાણો ટેનિંગથી બચવા માટેની 10 ટિપ્સ, આ ઘરેલું ઉપાયો શ્યામ થયેલી ત્વચાને રિપેર કરશે ઉનાળામાં સ્કિન ટેનિંગ (ત્વચા શ્યામ થવી) એક સામાન્ય સમસ્યા છે. વધુ સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી UV (અલ્ટ્રાવાયોલેટ) કિરણોથી ત્વચા ટેન થઈ શકે છે. સામાન્ય દેખાતી ટેનિંગ ઘણીવાર મેલાનોમા જેવા ત્વચાના કેન્સરનું જોખમ વધારી શકે છે. ‘વિશ્વ આરોગ્ય સંસ્થા’ (WHO) અનુસાર, વિશ્વભરમાં મેલાનોમા (ત્વચાના કેન્સર)ના લગભગ 3.32 લાખ કેસોમાંથી લગભગ 83% UV રેડિયેશનને કારણે થાય છે. એટલે કે દર 10 માંથી 8 થી વધુ કેસ સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવા અને ટેનિંગ સાથે સંકળાયેલા છે. તેથી આજે ‘કામના સમાચા’માં જાણીશું કે, સ્કિન ટેનિંગ શું છે?, કયા લોકોને વધુ જોખમ હોય છે? અને તેનાથી બચવા માટે શું કરવું? સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    Editor’s View: મોદી-અમિત શાહનો નવો ગેમપ્લાન:ભાજપ દાયકાઓ સુધી રાજ કરી શકે, દેશનો રાજકીય નકશો જ બદલાઇ જાય, ત્રણ ફોર્મ્યૂલાથી સમજો પરિસીમન બિલ પાસ કરાવવાનો ચક્રવ્યૂહ
    Next Article
    નવસારીમાં હિન્દુ યુવતી પર દુકાનમાલિકે દુષ્કર્મ ગુજાર્યુ:મહંમદપરવેઝે ફ્લેટમાં બળજબરી કરી, દાંડીના દરિયાકાંઠે 3 વાર બળાત્કાર, પીડિતાના નામે એક્ટિવા લીધું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment