Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં હિન્દુ યુવતી પર દુકાનમાલિકે દુષ્કર્મ ગુજાર્યુ:મહંમદપરવેઝે ફ્લેટમાં બળજબરી કરી, દાંડીના દરિયાકાંઠે 3 વાર બળાત્કાર, પીડિતાના નામે એક્ટિવા લીધું

    1 week ago

    નવસારીના સત્તાપીર વિસ્તારની‘જૈનાબ ફેશન’માં સીવણકામ કરતી હિન્દુ યુવતી પર દુકાન માલિકે નજર બગાડી હતી. આરોપીએ પીડિતા પર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પીડિતાએ આ અંગે નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પત્ની પિયર ગયાનું કહીઆરોપીએ તેના ફ્લેટમાં યુવતીને વાસનાનો શિકાર બનાવી હતી. દાંડીના દરિયાકાંઠે ઝાડીમાં પણ 3 વાર દુષ્કર્મ આચર્યુ હતું. કંટાળીને નોકરી છોડીને પીડિતાએ ફરિયાદ નોંધાવી છે. આરોપીએ પીડિતાના નામે એક્ટિવા ખરીદીને વાપરતો હતો. જમવાનું બનાવવાના બહાને ફ્લેટ પર બોલાવી પોલીસ ફરિયાદ અનુસાર, ભોગ બનનાર યુવતી આશરે 3 વર્ષ પહેલાં સત્તાપીર ખાતે આવેલી ‘જૈનાબ ફેશન’ નામની સીવણની દુકાનમાં નોકરીએ રહી હતી. દુકાનનો માલિક મહંમદપરવેઝ લાલબાબુ આલમ (અંસારી) અવારનવાર પીડિતાના મોબાઈલ પર કોલ અને મેસેજ કરીને હેરાન કરતો હતો, જેની સામે યુવતીએ વિરોધ પણ દર્શાવ્યો હતો. દરમિયાન જાન્યુઆરી 2024માં આરોપી મહંમદપરવેઝે તેની પિયર ગયેલી પત્નીના હાથમાં ઈજા થઈ હોવાનું બહાનું બતાવી યુવતીને જમવાનું બનાવવા માટે ઘરે બોલાવી હતી. શેઠ પર વિશ્વાસ રાખીને યુવતી મોટા બજાર વિસ્તારમાં આવેલા ‘નુર મંઝીલ એપાર્ટમેન્ટ’ સ્થિત તેના ફ્લેટ પર ગઈ હતી. મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા પીડિતા જ્યારે ફ્લેટ પર ઘરકામ અને રસોઈ કરી રહી હતી, ત્યારે આરોપી મહંમદપરવેઝે અચાનક તેનો હાથ પકડી લીધો હતો. યુવતીએ પ્રતિકાર કરવા છતાં આરોપી તેને બળજબરીથી બેડરૂમમાં ખેંચી ગયો હતો અને તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ પણ પગાર લેવાનો બાકી હોવાથી અને આર્થિક મજબૂરીના કારણે યુવતીએ નોકરી ચાલુ રાખવી પડી હતી. દાંડીના દરિયાકિનારે અવારનવાર બળાત્કાર આ ઘટનાના આશરે 2 મહિના બાદ એટલે કે માર્ચ 2024માં, આરોપી મહંમદપરવેઝ પીડિતાને સીવણના કામના બહાને પોતાની એક્ટિવા પર બેસાડી જલાલપોર તાલુકાના દાંડી દરિયાકિનારે લઈ ગયો હતો. ત્યાં અવાવરૂ ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારમાં લઈ જઈને આરોપીએ યુવતી સાથે બળજબરીથી 2થી 3 વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. આર્થિક શોષણ અને લાફાવાળી કરી આરોપીએ પીડિતાના નામે જ એક એક્ટિવા મોપેડ ખરીદી હતી, જેના હપ્તા હાલ ચાલુ છે અને તે વાહન આરોપી પોતે જ વાપરે છે. આ સિવાય આરોપીએ યુવતીનો મોબાઈલ ફોન પણ પોતાની પાસે રાખી લીધો હતો. પીડિતા પર અન્ય કોઈ વ્યક્તિનો ફોન આવતો હોવાની શંકા રાખીને આરોપીએ ભૂતકાળમાં યુવતીને 2 વખત લાફા પણ માર્યા હતા. ત્રાસથી કંટાળી નોકરી છોડી, પોલીસમાં ફરિયાદ આરોપીના સતત શારીરિક-માનસિક ત્રાસ અને હેરાનગતિથી કંટાળીને અંતે યુવતીએ ત્યાં નોકરી કરવાનું છોડી દીધું હતું. બદનામીના ડરથી તેણે લાંબા સમય સુધી પરિવારને આ અંગે કંઈ જણાવ્યું ન હતું. જોકે, નોકરી છોડ્યા બાદ પણ મહંમદપરવેઝ તેને અવારનવાર કોલ અને મેસેજ કરીને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. આ માનસિક ત્રાસ અસહ્ય બનતા પીડિતાએ તેની માતાને સમગ્ર આપવીતી જણાવી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પરિવારે આ મામલે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આરોપી મહંમદપરવેઝ લાલબાબુ આલમ વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ચોમાસું 12 રાજ્યોમાં પહોંચ્યું, 7 દિવસ દ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના:11 જૂન પછી મોસમનો મિજાજ બદલાશે, 42.2 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર
    Next Article
    કિર્તીદાન ગઢવી સાથે 4.75 કરોડની છેતરપિંડી, વિભાણીનું વધુ એક કારસ્તાન:નોરતાનગરી ગરબામાં સ્પોન્સરશિપના બહાને છેતર્યા, 1.5 કરોડના VIP પાસ પણ પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment