Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો:વડાપ્રધાનના સુશાસનના 12 વર્ષ નિમિત્તે રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં પ્રદર્શન યોજાયું

    एक दिन पहले

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ નિમિત્તે 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન' અંતર્ગત જામનગરમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. લેઉઆ પટેલ સમાજ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમની અધ્યક્ષતા રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ કરી હતી. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, દેશ અને રાજ્યની સરકારો મહિલાશક્તિ, યુવા શક્તિ, ગરીબ, વંચિત અને પીડિત વર્ગો તેમજ અન્નદાતા ખેડૂતોના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને કાર્ય કરી રહી છે. રાષ્ટ્ર અને ગુજરાતનું બજેટ ગરીબ, યુવા, મહિલા અને ખેડૂતના કલ્યાણને પ્રાથમિકતા આપે છે, જે દર્શાવે છે કે વિકાસના કેન્દ્રમાં સામાન્ય માનવી છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ખેડૂતોની ચિંતા કરતી સરકાર પ્રાકૃતિક ખેતી જેવા સુધારાત્મક અભિગમો દ્વારા તેમને આર્થિક સ્થિરતા, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો અને લાંબા ગાળાની આવકની સુરક્ષા કેવી રીતે મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે. સરકારનો સ્પષ્ટ સંકલ્પ છે કે ખેડૂત વધુ સમૃદ્ધ બને, જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે, ઉત્પાદનની ગુણવત્તા વધે અને આવનારી પેઢીઓને સ્વસ્થ અને સુરક્ષિત પર્યાવરણ મળે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ટૂંકા ગાળાના નફા કરતાં લાંબા ગાળાના હિતને પ્રાધાન્ય આપવું એ સમયની માંગ છે. પ્રાકૃતિક ખેતી માત્ર એક કૃષિ પદ્ધતિ નથી, પરંતુ આવનારી પેઢીઓ માટે સ્વસ્થ જમીન, શુદ્ધ પર્યાવરણ અને સુરક્ષિત ભવિષ્ય આપવાનો એક સંકલ્પ છે. ગુજરાત રાજ્ય માટે ગૌરવની બાબત છે કે, પ્રકૃતિપ્રેમના મૂલ્યોને જીવનમાં ઉતારનારા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રયાસોના પરિણામે પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં કરવામાં આવેલા પ્રયાસોની નોંધ સમગ્ર દેશમાં લેવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે કૃષિ ક્ષેત્રે અનેક નવતર પહેલ કરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. કાર્યક્રમમાં મહાનુભાવોએ પ્રાકૃતિક કૃષિ અંગેના સ્ટોલની મુલાકાત લીધી હતી અને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કર્યું હતું. વર્ષ 2019 થી 2026 સુધીના સમયગાળામાં રાજ્યમાં 9 લાખ ખેડૂતો અને જામનગર જિલ્લાના અંદાજે 9 હજાર જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર કલેક્ટર કચેરીએ ખેડૂતો ફરી ઉમટ્યા:ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદનની ગેરકાયદે નોંધો રદ કરવા ઉગ્ર માંગ, ઉગ્ર આંદોલનની ચીમકી
    Next Article
    પાટણમાં નગરપાલિકા દ્વારા ખોદેલા ખાડા યોગ્ય રીતે ના પૂરતા સ્થાનિકો:દરગાહ, ઇકબાલ ચોક પાસે હાલાકી, બાળકો-વૃદ્ધોને મુશ્કેલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment