Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર કલેક્ટર કચેરીએ ખેડૂતો ફરી ઉમટ્યા:ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદનની ગેરકાયદે નોંધો રદ કરવા ઉગ્ર માંગ, ઉગ્ર આંદોલનની ચીમકી

    1 day ago

    ભારતમાલા પરિયોજના અંતર્ગત નિર્માણ પામનારા થરાદ-અમદાવાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે પ્રોજેક્ટને લઈને ગાંધીનગર જિલ્લાના ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર જિલ્લાના આશરે 42 ગામોના અસરગ્રસ્ત ખેડૂતો ફરી એક વખત આજે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત માટે પહોંચ્યા હતા અને પોતાની જમીનો પર માલિકી હક્ક સંબંધિત મહેસૂલી રેકોર્ડમાં દાખલ કરાયેલી સંપાદનની નોંધો તાત્કાલિક અસરથી રદ કરવા માંગ કરી છે. આજે થરાદ-અમદાવાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે પ્રોજેક્ટને લઈને ગાંધીનગર જિલ્લાના ખેડૂતોએ અસરગ્રસ્ત ખેડૂત સમન્વય સમિતિના નેજા હેઠળ એકઠા થઈ મુખ્યમંત્રી અને વહીવટી તંત્રને આવેદનપત્ર સુપરત કર્યું છે. ખેડૂત આગેવાનો મૌલિકભાઈ પટેલ અને દિનેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ હાઈવે એક્ટ, 1956ની કલમ 3A હેઠળ વર્ષ 2022 અને ત્યારબાદ વર્ષ 2023-24માં ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના વિવિધ ગામો માટે પ્રાથમિક નોટિફિકેશનો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. કાયદાની જોગવાઈ મુજબ નિર્ધારિત સમયમર્યાદામાં કલમ 3D હેઠળની અંતિમ ઘોષણા કે વળતર નિર્ધારણની પ્રક્રિયા પૂર્ણ ન થવાના કારણે આ તમામ નોટિફિકેશનો કાનૂની રીતે લૅપ્સ (અસરહીન) થઈ ચૂક્યા છે. થોડી જ જમીન કપાતમાં જતી હોવા છતાં સંપાદનની નોંધ પાડી આમ છતાં સંબંધિત સત્તાધિકારીઓ દ્વારા ગામ નમૂના નંબર 6અ અને અન્ય મહેસૂલી રેકોર્ડમાં જમીન સંપાદન અંગેની પ્રતિકૂળ નોંધો હજુ પણ યથાવત્ રાખવામાં આવી છે. જે સંપૂર્ણપણે ગેરકાયદેસર અને બંધારણીય અધિકારો પર તરાપ સમાન છે. જ્યારે અસરગ્રસ્ત ખેડૂત આગેવાન બેચરભાઈ ચૌધરીએ આ અંગે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ભારતમાલા પ્રોજેક્ટમાં ખેડૂતોની માત્ર થોડી જ જમીન કપાતમાં જતી હોવા છતાં, વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોની સંપૂર્ણ જમીનના રેકોર્ડ પર સંપાદનની નોંધ પાડી દેવામાં આવી છે. કલ્યાણકારી યોજનાઓના લાભ મેળવવામાં પણ ખેડૂતો વંચિત આ ખામીયુક્ત અને અન્યાયી વલણના કારણે ખેડૂતોને રાષ્ટ્રીયકૃત કે સહકારી બેંકોમાંથી કૃષિ લોન કે અન્ય ધિરાણ મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી છે. આ ઉપરાંત ડ્રીપ ઇરીગેશન (ટપક પદ્ધતિ) જેવી મહત્વપૂર્ણ યોજનાઓનો લાભ લેવા તેમજ ખેતીલક્ષી સરકારી સબસિડી અને અન્ય કલ્યાણકારી યોજનાઓના લાભ મેળવવામાં પણ ખેડૂતો અત્યારે વંચિત રહી ગયા છે. ખેડૂત સમન્વય સમિતિએ તંત્રને અલ્ટીમેટમ આપ્યું ખેડૂતોએ આવેદનપત્રમાં ચીમકી ઉચ્ચારી છે કે લૅપ્સ થઈ ગયેલા નોટિફિકેશનના આધારે જમીનધારકોના રેકોર્ડ ઓફ રાઈટ્સને બંધક બનાવી રાખવા એ ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ અને ભારતીય બંધારણ હેઠળ મળેલા મિલકતના અધિકારનું સરેઆમ ઉલ્લંઘન છે. ખેડૂત સમન્વય સમિતિએ તંત્રને અલ્ટીમેટમ આપતા જણાવ્યું છે કે જો આગામી એક અઠવાડિયામાં આ ગેરકાયદેસર નોંધો રદ કરીને ખેડૂતોના હક્કો નિર્વિવાદ સ્વરૂપે પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે તો ગાંધીનગર જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શનો કરવા માટે મજબૂર બનશે.
    Click here to Read More
    Previous Article
    GSRTC કંડક્ટરની ભરતીને લઈને લાયસન્સ નિયમોમાં ફેરફાર:જે ઉમેદવારોનું કંડક્ટર લાયસન્સ હાજરમાં નથી, તેમણે ફોર્મ ભરતી વખતે લાયસન્સ નંબર, બેજ નંબર અને વેલિડિટી દર્શાવવી ફરજિયાત નથી
    Next Article
    જામનગરમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો:વડાપ્રધાનના સુશાસનના 12 વર્ષ નિમિત્તે રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં પ્રદર્શન યોજાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment