Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં નગરપાલિકા દ્વારા ખોદેલા ખાડા યોગ્ય રીતે ના પૂરતા સ્થાનિકો:દરગાહ, ઇકબાલ ચોક પાસે હાલાકી, બાળકો-વૃદ્ધોને મુશ્કેલી

    1 day ago

    પાટણ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ લાઇન અને કુંડીઓ માટે ખોદવામાં આવેલા ખાડા 15 થી 20 દિવસથી યોગ્ય રીતે પુરવામાં ના આવતા ખુલ્લા છોડી દેવાયા છે. શહેરના દરગાહ પાસે અને ઇકબાલ ચોકમાં મુલ્લાબાકરની મસ્જિદ નજીક આ સ્થિતિ જોવા મળી રહી છે. આના કારણે વાહનચાલકો અને રાહદારીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, અને સ્થાનિકો તાત્કાલિક ખાડા પૂરવાની માંગ કરી રહ્યા છે. નગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસલક્ષી કામગીરી અંતર્ગત ભૂગર્ભ લાઇન નાખવા અને કુંડીઓ બેસાડવા માટે જીસીબી મશીનથી ખોદકામ કરવામાં આવ્યું હતું. જોકે, કામગીરી પૂર્ણ થયા બાદ આ ખાડાઓને યોગ્ય રીતે પૂરવામાં આવ્યા નથી. સ્થાનિક રહીશો દ્વારા આ બાબતે નગરપાલિકા પ્રશાસનને વારંવાર મૌખિક અને લેખિતમાં જાણ કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. આ પ્રભાવિત વિસ્તારની નજીકમાં ઘનશ્યામ ચોકની બાજુમાં આશિષ વિદ્યાલય અને નરસિંહજી ભગવાનનું મંદિર આવેલું છે. આ રસ્તા પરથી દરરોજ મોટી સંખ્યામાં નાના બાળકો શાળાએ જાય છે અને વૃદ્ધો દર્શન કરવા માટે અવરજવર કરે છે. રસ્તાની વચ્ચે અને સાઇડમાં ખુલ્લા પડેલા આ ખાડાઓના કારણે નાના બાળકો, વૃદ્ધો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, તંત્ર કોઈ મોટો અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. શાળાના બાળકો અને દર્શનાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, નગરપાલિકા તંત્ર દ્વારા આ સ્થળો પર યુદ્ધના ધોરણે કામગીરી કરી તાત્કાલિક ધોરણે ખાડા પૂરવામાં આવે તેવી વિસ્તારના ભૂરાભાઈ સૈયદ દ્વારા માંગ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો:વડાપ્રધાનના સુશાસનના 12 વર્ષ નિમિત્તે રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં પ્રદર્શન યોજાયું
    Next Article
    Video: Ukrainian Drone Hits Russian Refinery, Blows Tank Lid Off

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment