Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    12 આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી:મેયર, સ્ટે.ચેરમેન સહિતના પદાધિકારીઓએ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં યોગ કર્યાં, 6000થી વધુ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો

    1 day ago

    ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 12મા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની "Yoga for Healthy Ageing" (યોગ દ્વારા તંદુરસ્ત વૃદ્ધાવસ્થા) થીમ અંતર્ગત ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે શહેરના વિવિધ સ્થળોએ આયોજિત યોગ કાર્યક્રમોમાં અંદાજે 6000થી વધુ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ સ્વાસ્થ્યનો લાભ મેળવ્યો હતો. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં શારીરિક અને માનસિક સુખાકારી પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. મેયર સહિતના પદાધિકારીઓએ યોગ કર્યાં મુખ્ય શહેરસ્તરીય કાર્યક્રમ સિદસર રોડ પર આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયો હતો. જેમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર તથા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, શૈક્ષણિક સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સાથે મળીને સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. તમામ 13 વોર્ડમાં પણ વિશેષ યોગ સત્રો વૈશ્વિક ઉજવણીના ભાગરૂપે ભાવનગરના તમામ 13 વોર્ડમાં પણ વિશેષ યોગ સત્રોનું આયોજન કરાયું હતું. જેમાં વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, યુવાનો અને સ્થાનિક સામાજિક સંસ્થાઓએ જોડાઈને યોગના સંદેશને જન-જન સુધી પહોંચાડ્યો હતો. આ સાથે જ બોરતળાવ ખાતે કુદરતી અને મનોહર વાતાવરણ વચ્ચે આયોજિત 'આઇકોનિક યોગ કાર્યક્રમ' રમત-ગમત ક્ષેત્રના પ્રતિનિધિઓ અને યોગસાધકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. નાગરિકોને નિઃશુલ્ક છોડનું વિતરણ કરાયું ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિ લાવવાના હેતુથી તમામ કાર્યક્રમોમાં ઉપસ્થિત નાગરિકોને નિઃશુલ્ક છોડનું (રોપા) વિતરણ પણ કરવામાં આવ્યું હતું. નાગરિકોએ વૃક્ષારોપણના સંકલ્પ સાથે હરિયાળા અને સ્વચ્છ ભાવનગરના નિર્માણમાં સહભાગી થવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ યોગને દૈનિક જીવન શૈલીનો અવિભાજ્ય હિસ્સો બનાવી સ્વસ્થ જીવન જીવવાનું માર્ગદર્શન આપ્યું હતું. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ મહોત્સવને સફળ બનાવવા બદલ તમામ નાગરિકો, સ્વયંસેવકો અને સહયોગી સંસ્થાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, તેમજ 'સ્વસ્થ ભાવનગર, નિરોગી ભાવનગર'ના સંકલ્પને વધુ મજબૂત કરવા અપીલ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી:રેસકોર્સમાં મેયરની હાજરીમાં 1000 કરતા વધુએ યોગ કર્યા, ફૂટબોલ ગ્રાઉન્ડમાં મંત્રી બાવળીયા અને રેસકોર્સ સ્વિમિંગ પુલમાં 157 મહિલા-બાળકોએ પાણીમાં યોગ કર્યા
    Next Article
    ‘નરેન્દ્ર મોદી દેશદ્રોહી છે’:મોરબીના જેતપરમાં ખાનગી વીજ કંપનીના વળતર મુદ્દે અનોખો વિરોધ; ગૌતમ અદાણીની 'માનવતા' મરી પરવારી કહી બેસણું-મોકાણનો કાર્યક્રમ યોજ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment