Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘નરેન્દ્ર મોદી દેશદ્રોહી છે’:મોરબીના જેતપરમાં ખાનગી વીજ કંપનીના વળતર મુદ્દે અનોખો વિરોધ; ગૌતમ અદાણીની 'માનવતા' મરી પરવારી કહી બેસણું-મોકાણનો કાર્યક્રમ યોજ્યો

    1 day ago

    મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજપોલના વળતર મુદ્દે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનના ભાગરૂપે ખેડૂતોએ શનિવારે (20 જૂન) રાત્રે ઉપવાસી છાવણી ખાતે એક અનોખો વિરોધ નોંધાવ્યો હતો. તેમણે ખાનગી વીજ કંપનીના સંચાલક ગૌતમ અદાણીની 'માનવતા' મરી પરવારી હોવાનું કહીને બેસણું અને મોકાણનો કાર્યક્રમ યોજ્યો હતો. સાથે જ ખેડૂતોએ ગળામાં ‘નરેન્દ્ર મોદી દેશદ્રોહી છે’ના પોસ્ટરો લગાવી વિરોધ નોંધાવ્યો હતો. કંપની દ્વારા જે વળતર ઓફર કરવામાં આવી તે ખૂબ ઓછી હોવાથી વિરોધ ખેડૂતોનો મુખ્ય આરોપ છે કે, ખાનગી વીજ કંપની દ્વારા વીજપોલ ઊભા કરવા માટે પૂરતું વળતર આપવામાં આવતું નથી. કંપની દ્વારા હાલમાં જે વળતર ઓફર કરવામાં આવી રહ્યું છે તે ખૂબ ઓછું હોવાથી ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે. ત્રણ મહિલા સહિત નવ વ્યક્તિ આમરણાંત ઉપવાસ પર બેઠા મોરબી જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી કંપની દ્વારા વીજ પોલ ઊભા કરવાની કામગીરીનો વિરોધ ચાલી રહ્યો છે. જેતપર ગામે ગુરુવારથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે. શુક્રવારે ગામના 15થી વધુ ખેડૂતોએ મુંડન કરાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. હાલમાં ત્રણ મહિલા સહિત કુલ નવ વ્યક્તિ આમરણાંત ઉપવાસ પર બેઠા છે. લડતને તન, મન અને ધનથી ટેકો આપવાની જાહેરાત શનિવારે રાત્રે યોજાયેલા બેસણા અને મોકાણના કાર્યક્રમમાં મોરબી તાલુકા ઉપરાંત જિલ્લાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોએ જેતપર ગામના ખેડૂતો દ્વારા ચલાવવામાં આવી રહેલી લડતને તન, મન અને ધનથી ટેકો આપવાની જાહેરાત કરી હતી. માગણીઓ સંતોષાશે નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ખેડૂતોની મુખ્ય માંગણી છે કે, તેમને પહેલા પૂરું વળતર આપવામાં આવે અને ત્યાર બાદ જ વીજપોલ ઊભા કરવાનું કામ શરૂ કરવામાં આવે. ખેડૂતો તેમની આ માંગણી પર મક્કમ છે અને જ્યાં સુધી તેમની માગણીઓ સંતોષાશે નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. ----- આ પણ વાંચો વીજકંપની સામે ખેડૂતોના આમરણાંત ઉપવાસનો બીજો દિવસ મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલ સામે વળતર મુદ્દે ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન બીજા દિવસે પણ યથાવત રહ્યું છે. આ આંદોલનમાં રાજ્ય મંત્રીના નાના ભાઈ સહિત 5 વ્યક્તિ આમરણાંત ઉપવાસ પર બેઠા છે. જો કે, જિલ્લા આરોગ્ય અધિકારીના લેખિત આદેશ છતાં સ્થાનિક તંત્ર દ્વારા ઉપવાસીઓની તબીબી તપાસ કે દરકાર લેવામાં ન આવતા વહીવટી તંત્રની બેદરકારી સામે આવી છે. વળતર વગર વીજપોલની કામગીરીનો વિરોધ મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપની દ્વારા ખેડૂતોને વળતર આપ્યા વિના અને વળતરની રકમ સ્પષ્ટ કર્યા વિના જ વીજ પોલ ઊભા કરવાનું કામ શરૂ કરી દેવાતા વિવાદ વકર્યો છે. ખેડૂતોના વિરોધ વચ્ચે પણ ખાનગી કંપની દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે ખેતરોમાં કામ ચાલુ રખાતા ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આ પૂર્વે ખેડૂતોએ કલેક્ટર કચેરી સુધી ટ્રેક્ટર રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું, તેમ છતાં પ્રશ્નનો કોઈ ઉકેલ આવ્યો નથી. સંપૂર્ણ અહેવાલ વાંચો… ઉપવાસ આંદોલનનો પહેલા દિવસે શું થયું? 18 જૂનથી ઉપવાસનું હથિયાર ઉગામ્યું મોરબી તાલુકાના જેતપર ગામે ખાનગી વીજ કંપની સામે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. ખેતરોમાં ઊભા કરવામાં આવી રહેલા વીજ પોલ સામે કંપની દ્વારા પૂરતું વળતર ન અપાતા, 18 જૂનથી જેતપર ગામના ત્રણ ખેડૂત અને એક મહંત દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો ગાંધી ચિંધ્યા માર્ગે ન્યાય નહીં મળે, તો આગામી સમયમાં 'સરદારના માર્ગે' ઉગ્ર આંદોલન કરતા પણ તેઓ અટકાશે નહીં.(સમગ્ર અહેવાલ વાંચો) ટ્રેક્ટર રેલી અને પ્રતિક ઉપવાસ છતાં તંત્ર ઉદાસીન છેલ્લા કેટલાક સમયથી ખાનગી વીજ કંપની દ્વારા ખેડૂતોની સંમતિ વિના કે પૂરતું વળતર ચૂકવ્યા વિના ખેતરોમાં ઘૂસીને વીજ પોલ ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે. ખેડૂતો જ્યારે આ બાબતનો વિરોધ કરે છે ત્યારે, પોલીસને આગળ ધરીને તેઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો આક્ષેપ છે. આ અગાઉ ખેડૂતોએ જેતપરથી મોરબી કલેક્ટર કચેરી સુધી વિશાળ ટ્રેક્ટર રેલી યોજીને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમ છતાં કોઈ ઉકેલ ન આવતાં છેલ્લા એક સપ્તાહથી ગામમાં પ્રતિક ઉપવાસ ચાલી રહ્યા હતા. છતાં પણ તંત્ર કે કંપની દ્વારા કોઈ સકારાત્મક પગલાં ન લેવાતા આખરે ખેડૂતોએ આમરણાંત ઉપવાસનું હથિયાર ઉગામ્યું છે. ખેડૂતોની મુખ્ય માંગણીઓ વીજપોલ વળતર મુદ્દે ખેડૂતોમાં રોષ, મુખ્ય 3 માગ મોરબીના જેતપર ગામે વીજપોલના વળતર મુદ્દે 7 જૂનની રાત્રે ખેડૂતોની જાહેર સભા યોજાઈ હતી. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને ગુજરાત કિસાન કોંગ્રેસની આગેવાની હેઠળ આ સભામાં ખેડૂતોએ ખાનગી કંપનીઓ દ્વારા અપૂરતા વળતર સામે વિરોધ નોંધાવ્યો હતો. કંપની-ખેડૂતો-પોલીસ વચ્ચે ઘર્ષણ ખેડૂતોનો મુખ્ય વિરોધ એ છે કે, ખાનગી કંપનીઓ તેમના ખેતરોમાંથી વીજ લાઈનો પસાર કરી રહી છે અને વીજપોલ ઉભા કરી રહી છે. પરંતુ, તેમને પૂરતું વળતર ચૂકવવામાં આવતું નથી. વળતર ચૂકવ્યા વગર કામગીરી થતી હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાંચો સંપૂર્ણ અહેવાલ… વળતર વિના વીજપોલ સામે ખેડૂતોનું કલેક્ટરને આવેદન મોરબીના જેતપર ગામના ખેડૂતોએ વીજપોલ સ્થાપિત કરવા સામે વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોને વળતર ચૂકવ્યા વિના ખાનગી કંપની દ્વારા તેમના ખેતરોમાં વીજપોલ ઊભા કરવાનું કામ શરૂ કરાયું છે. આ મુદ્દે ખેડૂતોએ કલેક્ટર કચેરી સુધી ટ્રેક્ટર રેલી યોજી હતી અને કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. તેમની મુખ્ય માંગણી છે કે જ્યાં સુધી વળતરનો પ્રશ્ન ઉકેલાય નહીં ત્યાં સુધી કામગીરી બંધ કરવામાં આવે. જેતપર ગામમાં ખાનગી વીજ કંપની દ્વારા વીજપોલ ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે. ખેડૂતોનો આરોપ છે કે તેમને હજુ સુધી કોઈ વળતર ચૂકવાયું નથી, કે વળતરની રકમ અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. છેલ્લા બે-ત્રણ દિવસથી ખેડૂતો દ્વારા આ કામગીરી રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેના કારણે પોલીસ સાથે ઘર્ષણના બનાવો પણ બન્યા છે. વાંચો સંપૂર્ણ અહેવાલ…
    Click here to Read More
    Previous Article
    12 આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી:મેયર, સ્ટે.ચેરમેન સહિતના પદાધિકારીઓએ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં યોગ કર્યાં, 6000થી વધુ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો
    Next Article
    જીવતા ધક્કા ખાય છે ને મરેલાના નામે લોન પાસ!:લુણાવાડા કેનેરા બેંકના સ્ટાફ અને એજન્ટોએ મૃતકોને જીવિત બતાવી લાખોની લોન વગે કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment