Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્રની તાલુકા પંચાયતોમાં મતદાન પૂર્ણ:12 જિલ્લાઓમાં સરેરાશ 54.60% જેટલું મતદાન નોંધાયું

    23 hours ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે મતદાન થઇ થયું. જેમાં અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાની 88 તાલુકા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારનું ભવિષ્ય આજે કચ્છ અને સૌરાષ્ટ્રના મતદારો નક્કી કરશે. ગરમીના એલર્ટ વચ્ચે સવારે 7 વાગ્યાથી મતદારો મતદાન માટે બૂથ પર પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કેન્દ્ર પર લોકો મતદાન પર લાઈન લગાવી હતી. દિવ્યાંગો, વૃદ્ધો, દુલ્હન, વરરાજાએ મતદાન કરીને લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો. અમુક જગ્યાએ EVM મશીનમાં ખામી સર્જાતા હોબાળો થયો હતો. પણ દરેક જગ્યાએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું. ભાવનગરમાં 50.59 ટકા, ગીર સોમનાથમાં 58.92 ટકા અને સુરેન્દ્રનગરમાં 57.90 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ મતદાન મોરબી જિલ્લામાં (64.21%) નોંધાયું છે. સૌથી ઓછું મતદાન: પોરબંદર જિલ્લામાં (44.63%) નોંધાયું છે. 12 જિલ્લાઓમાં સરેરાશ 54.60% જેટલું મતદાન થયું છે. સાંજે 6 વાગ્યે ઉમેદવારોના ભવિષ્ય EVMમાં સીલ થયા છે. તેમજ 28 એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે .
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:મોરબી જિલ્લામાં 857 મતદાન મથકો પર 6 વાગ્યા સુધીમાં સરેરાશ 64.08 % મતદાન નોંધાયું
    Next Article
    બોટાદમાં મતદાન પૂર્ણ:જિલ્લા પંચાયતનું 52.40% મતદાન, બરવાળાના કાપરડીયાળી ગામે મતદાન મથક પાસે મારામારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment