Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં મતદાન પૂર્ણ:જિલ્લા પંચાયતનું 52.40% મતદાન, બરવાળાના કાપરડીયાળી ગામે મતદાન મથક પાસે મારામારી

    1 day ago

    બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યે પૂર્ણ થયું છે. વહેલી સવારથી જ મતદારો મતદાન મથકો પર પહોંચીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો છે, જેમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંજે 6 વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતનું 52.40 મતદાન નોંધાયું છે. બરવાળાના કાપરડીયાળી ગામે મતદાન મથક પાસે મારામારીનો બનાવ બન્યો હતો. આ ચૂંટણી બોટાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને બોટાદ તથા બરવાળા એમ બે નગરપાલિકાઓ માટે યોજાઈ છે. બોટાદની સરકારી હાઈસ્કૂલ ખાતે દુલ્હને મતદાન કર્યું હતું. મતદાન મથકો પર મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. બોટાદ જિલ્લા પંચાયત માટે કુલ 448 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યાં 3,77,963 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યારે બોટાદ અને બરવાળા નગરપાલિકાઓ માટે 109 મતદાન મથકો પર કુલ 1,09,320 મતદારો મતદાન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્રની તાલુકા પંચાયતોમાં મતદાન પૂર્ણ:12 જિલ્લાઓમાં સરેરાશ 54.60% જેટલું મતદાન નોંધાયું
    Next Article
    ગીર સોમનાથમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન:લગ્ન પહેલા વરરાજાએ તો 108 વર્ષના દાદીએ 41 ડિગ્રી તાપમાન વચ્ચે મતદાન કર્યું, 6 વાગ્યા સુધીમાં જિ.પં.નું 58.86 ટકા મતદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment