Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રીશ્યામ મંદિરની ચૂંટણીમાં બે પેનલ વચ્ચે સીધો જંગ:12 બેઠકો માટે મતદાનમાં બંને પેનલોનું સામ સામે ઘર્ષણ, મતદાનમાં પ્રોક્ષી વોટ કરાવાતો હોવાનો આક્ષેપ

    1 week ago

    સુરતમાં વેસુ સ્થિત શ્રીશ્યામ મંદિરની વર્ષ 2026-30ની કારોબારી સમિતિની ચૂંટણી આજે યોજાઈ હતી. ચૂંટણીમાં 9 ટ્રસ્ટી અને 3 આજીવન સભ્યોની પસંદગી કરાશે. મતદાન સવારે 10થી સાંજે 5 સુધી વેસુ સ્થિત અગ્રવાલ વિદ્યાવિહાર સ્કૂલ ખાતે યોજાયું હતું. જોકે, શ્યામ સેવક ગ્રુપ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. પ્રોક્ષી વોટને લઈને ગ્રુપ દ્વારા હાઇકોર્ટમાં જવાની માંગ કરી છે. મેરા શ્યામ સબકા શ્યામ દ્વારા મતદાનમાં પ્રોક્ષી વોટ કરાવતો આક્ષેપ શ્યામ સેવક ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો છે. શ્રીશ્યામ મંદિર સંસ્થાની ચૂંટણીને લઈને વિવાદ વધુ ઘેરાયો શ્યામ સેવક ગ્રુપ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગ્રુપના આગેવાનોનો આક્ષેપ છે કે,ચૂંટણી પ્રક્રિયામાં પ્રોક્ષી વોટિંગ કરાવવામાં આવી રહ્યું છે, જેના કારણે મતદાનની પારદર્શિતા પર પ્રશ્નો ઉભા થયા છે. શ્યામ સેવક ગ્રુપે મેરા શ્યામ સબકા શ્યામ પેનલ પર પ્રોક્ષી વોટ કરાવવાના ગંભીર આક્ષેપો કર્યા છે. ચૂંટણીમાં ગેરરીતિઓ થઈ રહી હોવાના આક્ષેપ ઊઠ્યા ગ્રુપના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, ચૂંટણીમાં ગેરરીતિઓ થઈ રહી હોવાના કારણે તેઓ આ મામલે ન્યાય મેળવવા માટે હાઇકોર્ટના દ્વાર ખખડાવશે. આ સાથે જ ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ કરવાની પણ માંગ ઉઠાવી છે. બીજી તરફ, આક્ષેપો અંગે સંબંધિત પક્ષ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. હવે સૌની નજર એ વાત પર છે કે, આ વિવાદ વચ્ચે ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે આગળ વધે છે અને હાઇકોર્ટમાં આ મામલે શું નિર્ણય આવે છે. ચૂંટણીમાં ટ્રસ્ટી પદની 9 બેઠકો માટે બે પેનલ આમને-સામને ચૂંટણીમાં ટ્રસ્ટી પદની 9 બેઠકો માટે 18 ઉમેદવારો મેદાનમાં છે. ઉમેદવારોની 9-9 સભ્યોની બે પેનલ બનાવાઈ છે. જેમાં ‘મેરા સબકા શ્યામ બાબા અને શ્યામ સેવક પેનલ વચ્ચે સીધી ટક્કર છે. બંને પેનલમાંથી 3-3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે 3 ઉમેદવારો સ્વતંત્ર તરીકે મેદાનમાં છે. ચૂંટણી અધિકારીઓ સાંવરપ્રસાદ બુધિયા, ગિરીશ મિત્તલ અને બજરંગલાલ ગાડોદિયા છે. શ્રીશ્યામ મંદિરની કારોબારી સમિતિની ચૂંટણીમાં ટ્રસ્ટી પદની 9 બેઠકો માટે બે પેનલ આમને-સામને છે. ‘મેરા શ્યામ સબકા શ્યામ બાબા' અને 'શ્યામ સેવક' પેનલના 9-9 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. બંને પેનલો છેલ્લા કેટલાક સમયથી સભ્યો વચ્ચે સક્રિય પ્રચાર કરી રહી હોવાથી ચૂંટણીમાં રસાકસીભર્યો મુકાબલો છે. મંદિરના સંચાલન, ભવિષ્યના વિકાસ કાર્યો અને આગામી ચાર વર્ષના વહીવટ પર નિયંત્રણ મેળવવા માટે બંને જૂથો માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની છે. મતદાનનું માળખુ
    Click here to Read More
    Previous Article
    વાઘોડિયાના દખેડા પાસે ડમ્પરે બાઈક સવાર દંપતીને કચડ્યું:પતિ-પત્ની બંન્નેના ઘટનાસ્થળે જ મોત, માંસના લોચા રોડ પર ફેલાયા
    Next Article
    પૂનમ માડમે રૂઢિચુસ્ત પરંપરા તોડી જનેતાને કાંધ આપી:જામનગરના સાંસદે માતા દિનાબેનની અંતિમયાત્રામાં જોડાયા, પુત્રીધર્મ નિભાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment