Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂનમ માડમે રૂઢિચુસ્ત પરંપરા તોડી જનેતાને કાંધ આપી:જામનગરના સાંસદે માતા દિનાબેનની અંતિમયાત્રામાં જોડાયા, પુત્રીધર્મ નિભાવ્યો

    1 week ago

    જામનગર-દેવભૂમિ દ્વારકાના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમના માતા દિનાબેન માડમનું અવસાન થયું છે. આ સમાચારથી સમગ્ર હાલાર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. માતાના નિધનના સમાચાર મળતાં જ રાજકીય, સામાજિક અને અગ્રણી આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ સંવેદના વ્યક્ત કરી હતી. માતાની અંતિમયાત્રા દરમિયાન એક હૃદયસ્પર્શી દ્રશ્ય જોવા મળ્યું હતું. સામાન્ય રીતે પુરુષો દ્વારા અર્થીને કાંધ આપવામાં આવે છે, પરંતુ સાંસદ પૂનમબેન માડમે રૂઢિચુસ્ત પરંપરાઓને બાજુ પર મૂકી. તેમણે અશ્રુભીની આંખો સાથે પોતાની માતાની અર્થીને કાંધ આપીને પુત્રીધર્મ નિભાવ્યો હતો. પૂનમબેન માડમ અત્યંત ગમગીન વાતાવરણમાં માતાની અંતિમયાત્રાને કાંધ આપી આગળ વધી રહ્યા હતા. આ સમયે પૂર્વ સાંસદ વિક્રમ માડમ સહિત પરિવારજનો પણ તેમની સાથે જોડાયા હતા. દિનાબેન માડમના અંતિમ દર્શન અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે જામનગર અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મહાનુભાવો ઉમટી પડ્યા હતા. આ અંતિમયાત્રામાં રિલાયન્સ ગ્રુપના વાઈસ પ્રેસિડન્ટ ધનરાજ નથવાણી, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુળુ બેરા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા, જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ સામાજિક અને રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં સ્નેહીજનો અને પક્ષના કાર્યકરો જોડાયા હતા. સૌએ માડમ પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    શ્રીશ્યામ મંદિરની ચૂંટણીમાં બે પેનલ વચ્ચે સીધો જંગ:12 બેઠકો માટે મતદાનમાં બંને પેનલોનું સામ સામે ઘર્ષણ, મતદાનમાં પ્રોક્ષી વોટ કરાવાતો હોવાનો આક્ષેપ
    Next Article
    Did Huma Qureshi just ‘hard-launch’ her boyfriend? Rachit Singh’s reply sparks buzz

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment