Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાઘોડિયાના દખેડા પાસે ડમ્પરે બાઈક સવાર દંપતીને કચડ્યું:પતિ-પત્ની બંન્નેના ઘટનાસ્થળે જ મોત, માંસના લોચા રોડ પર ફેલાયા

    1 week ago

    વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના દખેડા ગામ પાસે એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો હતો. દખેડાથી વાઘોડિયા તરફ જઈ રહેલા બાઈક સવાર દંપતિને ડમ્પરે અડફેટે લેતાં ગોજારો અકસ્માત થયો. આ અકસ્માતમાં પતિનું ગંભીર ઇજાઓને લઈ ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે તેની પત્નીનું પણ મોત નિપજ્યું છે. બાઈક સાથે દંપતી ડમ્પર નીચે ફસાયું જાણવા મળ્યા મુજબ, દંપતિ મોટરસાયકલ પર દખેડાથી વાઘોડિયા જઈ રહ્યા હતા. આ દરમિયાન એક ડમ્પરે તેમની મોટરસાયકલને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે આખે આખી બાઈક ડમ્પરની નીચે ફસાઈ ગઈ, જેના કારણે દંપતી ફંગોળ્યું હતું અને પતિ ડમ્પર નીચે આવી જતા ગંભીર ઈજાઓ થઈ અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. તેની પત્નીને પણ ગંભીર ઇજાઓ થઈ હતી. જેને લઈ પત્નીનું પણ મોત થયું છે. મૃતકના નામ ચંદ્રકાંતભાઈ વસાવા ( ઉંમર 50 વર્ષ ) હંસાબેન વસાવા ( ઉંમર 45 વર્ષ ) ડમ્પર ચાલક અકસ્માત બાદ ફરાર થયો અકસ્માત બાદ સ્થાનિક લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું. લોકોની ભીડ જોતાં ડમ્પર ચાલકે વાહન ઘટના સ્થળે જ છોડી દીધું અને ફરાર થઈ ગયો. વાઘોડિયા પોલીસે તાત્કાલિક પહોંચીને ડમ્પરની નીચે ફસાયેલો મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ફ્રાન્સના નીસમાં મોદી-મેક્રોનની બેઠક ચાલુ:ઇનોવેશન પ્રોગ્રામનું ઉદ્ઘાટન કર્યું; PM બોલ્યા- ભારત સોલ્યુશન લેનાર નહીં, દુનિયાને સોલ્યુશન આપનાર દેશ છે
    Next Article
    શ્રીશ્યામ મંદિરની ચૂંટણીમાં બે પેનલ વચ્ચે સીધો જંગ:12 બેઠકો માટે મતદાનમાં બંને પેનલોનું સામ સામે ઘર્ષણ, મતદાનમાં પ્રોક્ષી વોટ કરાવાતો હોવાનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment