Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આફતની નવી ચેતવણી, 12 જિલ્લામાં 4 વાગ્યા સુધી રેડ એલર્ટ:બોરસદમાં સૌથી વધુ 5.24 ઇંચ વરસાદ; સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતો હરખાયા

    13 hours ago

    સવારના 6થી બપોરના 12 વાગ્યા સુધીમાં 210 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં 5.24 ઇંચ અને અમદાવાદના ધોળકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત અન્ય 18 તાલુકામાં બે ઇંચથી વરસાદ વરસી ગયો છે. આ દરમિયાન હવામાન વિભાગે નવી ચેતવણી જાહેર કરી છે, જેમાં સાંજના 4 વાગ્યા સુધી 12 જિલ્લામાં રેડ એલર્ટ સાથે અનરાધાર વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર, ટ્રાફિક જામ અને વૃક્ષો તેમજ હોર્ડિંગ્સ ધરાશાયી થવાની ભીતિ વ્યક્ત કરીને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવચેત રહેવા અપીલ કરી છે. જૂનાગઢમાં સિઝનમાં પહેલીવાર કાળવા નદીમાં ધોડાપૂર આવ્યું છે, તો ડામદર કુંડમાં પણ પાણીના આવક નોંધાઈ છે. આ સાથે ઉપલા દાતાર પર્વત પર ભારે વરસાદ ખાબકતાં પર્વતની સીડીઓ પરથી નદીની જેમ ધસમસતા પાણી વહેવા લાગ્યા છે. વિલિંગ્ડન ડેમમાં પાણીની વિપુલ આવક શરૂ થતાં ઓવરફ્લો થવાની શક્યતા સેવાઈ રહી છે. વડોદરામાં ધોધમાર વરસાદથી રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. વરસાદે વિઘ્ન ઊભું કર્યું હોવા છતાં લોકોમાં બપ્પાના આગમનને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદમાં પણ અંધારપટ સાથે અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. તો તાલાલા ગીરમાં ભારે વરસાદથી ખેડૂતોએ સૂકાતા પાકને લઇ હાશકારો અનુભવ્યો છે. રાજ્યના વરસાદની તસવીરો
    Click here to Read More
    Previous Article
    બંગાળમાં ગર્લફ્રેન્ડનો મૃતદેહ લઈને જતો બોયફ્રેન્ડ પકડાયો:કોથળામાં ભરીને બાઇક પર બાંધ્યો હતો, ગળું કાપીને હત્યાની આશંકા, બંને સાથે ભણતા હતા; પરિવારે રેપનો આરોપ લગાવ્યો
    Next Article
    અમદાવાદ-ગાંધીનગરમાં 4 વાગ્યા સુધી ભારે, પવન-વીજળીના કડાકા સાથે ઘમરોળશે:પોશ વિસ્તાર જળબંબોળ, શેલામાં સ્કૂલની બસ પાણીમાં ફસાઈ; બાળકોનું રેસ્કયુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment